૧.૧૩
અફઘાની, અલી મોહંમદથી અભયારણ્ય
અફઘાની, અલી મોહંમદ
અફઘાની, અલી મોહંમદ (જ. 1 જાન્યુઆરી 1925, કર્માન્સાલ, ઈરાન) : આધુનિક ઈરાની લેખક. તેમની કૃતિ ‘શોહરે-આહુ-ખાનમે’ ઈરાનના બૌદ્ધિકો, વિવેચકો અને જનસમૂહમાં હલચલ મચાવી હતી. 1961માં લખાયેલી આ કૃતિને ફારસીની શ્રેષ્ઠ નવલકથા ગણી બાલ્ઝાક અને ટૉલ્સ્ટૉયની કૃતિઓ સાથે સરખાવવામાં આવી છે. તેમાં ઈરાની, પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની દુર્દશાનું ચિત્રણ અનોખી આધુનિક ગદ્યશૈલીમાં…
વધુ વાંચો >અફઝલખાન
અફઝલખાન (જ. 20 નવેમ્બર 1659, પ્રતાપગઢ કિલ્લો, રાજપુરી) : બિજાપુર રાજ્યનો સૂબેદાર અને સેનાપતિ. શિવાજીએ બિજાપુર રાજ્યના કેટલાક પ્રદેશો જીતી લઈને પોતાના રાજ્યમાં સમાવી લેતાં વાઈ પ્રાંતના ભૂતપૂર્વ સૂબેદાર તથા લશ્કરી સેનાની અફઝલખાન(મૂળ નામ અબ્દુલ્લા ભટારી)ને શિવાજીને જીવતો કે મરેલો પકડી લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે અનુસાર અફઝલખાન 12,000ના…
વધુ વાંચો >અફવા
અફવા : જેમાં સત્યાંશનું પ્રમાણ ઘણું ઓછું હોય એવી કોઈ પણ વાત કે સમાચારનું કર્ણોપકર્ણ વાયુવેગે પ્રસરણ. અફવામાં વાતનું વતેસર થાય છે. અફવા વિશેનો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક અભ્યાસ અમેરિકન મનોવૈજ્ઞાનિક ગૉર્ડન ઑલપૉર્ટ અને લિયો પોસ્ટમૅને કર્યો છે. તેમણે ‘સાયકૉલોજી ઑવ્ રૂયુમર’ (1947) નામનું પુસ્તક લખ્યું છે. અફવાનો ફેલાવો કેવી રીતે થાય…
વધુ વાંચો >અફીણ
અફીણ : દ્વિદળી વર્ગના પૅપાવરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Papaver somniferum L (સં. अहिफेन, खसतिल; હિં. खसखस; બં. પોસ્તદાના; ગુ. અફીણ, ખસખસ, પોસ્ત ડોડા) છે. સહસભ્ય દારૂડી. અફીણની પુષ્કળ ઊપજ આપતી બે જાતો– નામે શ્વેતા અને શ્યામા–લખનૌમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ ઍન્ડ આયુર્વેદિક પ્લાન્ટ્સ (CIMAP) સંસ્થાએ વિકસાવીને વાવેતર…
વધુ વાંચો >અફીણ વિગ્રહો
અફીણ વિગ્રહો : અફીણની દાણચોરીને કારણે ચીન સાથે થયેલા બ્રિટન અને ફ્રાન્સના વિગ્રહો. 19મી સદીની ત્રીસીને અંતે બ્રિટન ભારતમાં મુખ્ય સત્તા બની ચૂક્યું હતું. તેનાં વ્યાપારી હિતો ચીન સુધી વિસ્તર્યાં હતાં. ચીન સાથેના વ્યાપારમાં લાંબા સમય સુધી સોનાચાંદી દ્વારા ચીની માલ ખરીદવો પોસાય નહિ તેથી તેની અવેજીમાં અફીણ શોધાયું. અલબત્ત,…
વધુ વાંચો >અબનૂસ
અબનૂસ : દ્વિદળી વર્ગના ઍબનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Diospyros ebenum (L.) Koenig. syn. D. assimilis Bedd. D. sapota Roxb. (હિં. अबनूस, અં. સિલોન ઍબની.) છે. મધ્યમ કદનાં, ઘણાં વિશાળ, છાયા આપતાં, સદાહરિત, કાળી છાલવાળાં વૃક્ષો, રસ્તા ઉપર હારમાં વવાય છે. સાદાં, પહોળાં, લાંબાં, એકાંતરિત, જાડાં પર્ણો. ફેબ્રુઆરી-માર્ચ…
વધુ વાંચો >અબરખ અને અબરખ વર્ગ
અબરખ અને અબરખ વર્ગ (mica family) : એક જાણીતું ખડકનિર્માણ ખનિજ અને તેના જેવા જ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતાં ખનિજોનું જૂથ. વર્ગીકૃત ખનિજ—સિલિકેટ પૈકીનું ફાયલોસિલિકેટ. શીટ પ્રકારની અણુ સંરચના. સ્ફટિકવર્ગ મોનોક્લિનિક. સ્ફટિકમયતા : પારદર્શક, લોહ-મૅગ્નેશિયમ તત્વોના ડાઘવાળું, ક્વચિત્ પારભાસક (transluscent) કે અપારદર્શક. રંગ : રંગવિહીન, રૂપેરી, આછો ગુલાબી, આછો…
વધુ વાંચો >અબાન્તર
અબાન્તર (1978) : આધુનિક ઊડિયા કાવ્યસંગ્રહ. અનંત પટનાયકના આ કાવ્યસંગ્રહને 1980નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. પટનાયકના આ સંગ્રહની કવિતા વિશેષત: અન્તર્મુખી છે. તેમાં કવિ માનવીની ભીતરની ચેતનાના ઊંડાણમાં ભાવકને લઈ જાય છે. સંવેદનો જગાડવા પૂરતો જ એમણે બાહ્યસૃષ્ટિનો આશરો લીધો છે. એમની કવિતા મુખ્યત્વે અન્તર્સૃષ્ટિમાં જ રમણ કરે છે. તે…
વધુ વાંચો >અબીચંદાની, પરમ એ.
અબીચંદાની, પરમ એ. (જ. 14 જુલાઈ 1926, ખૈરપુર, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 9 ડિસેમ્બર 2005) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. તેમને તેમની કૃતિ ‘તક તોર’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે દર્શનશાસ્ત્રમાં બી.એ. તથા કૉમર્શિયલ આર્ટ અને ઍડ્વર્ટાઇઝિંગનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા હતા. 1945–46માં તેઓ સિંધી…
વધુ વાંચો >અબુ ધાબી
અબુ ધાબી : નૈર્ઋત્ય એશિયામાં ઇરાની અખાત પર આવેલું સંયુક્ત આરબ અમીરાત(U. A. E.)નું સાત અમીરાતો પૈકીનું સૌથી મોટું અમીરાત. તેની આંતરરાષ્ટ્રીય સરહદો વિવાદગ્રસ્ત છે. ભૌગોલિક સ્થાન : તે 240 28′ ઉ. અ. અને 540 22′ પૂ. રે. ની આજુબાજુનો 67,350 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 2018 મુજબ તેની…
વધુ વાંચો >અબૂ નુવાસ (હસન બિન હાની)
અબૂ નુવાસ (હસન બિન હાની) (જ. આઠમી સદી, અહવાઝઅરબસ્તાન) : અરબી કવિ. ખભા સુધી જુલ્ફાં લટકતાં તેથી એમને અબૂ નુવાસ કહેતા. બસરા શહેરમાં વિદ્યાપ્રાપ્તિ કરેલી. અનેક દોષોને કારણે અનેક વાર જેલવાસ ભોગવેલો. એમના કાવ્યસંગ્રહ ‘દીવાના’માં પ્રશિસ્તકાવ્યો, કટાક્ષકાવ્યો, શોકકાવ્યો, ધાર્મિક સ્તોત્રો ઇત્યાદિ છે. તેમાં વિષયોનું અને ભાવોનું પ્રચુર વૈવિધ્ય છે, પણ…
વધુ વાંચો >અબૂ બક્ર
અબૂ બક્ર (ઈ.સ. છઠ્ઠી સદી) : પહેલા ખલીફા. નામ અબ્દુલ્લાહ બિન ઉસ્માન બિન આમિર. અટક (કુન્યાત) અબૂ બક્ર. સિદ્દીક તેમજ અતીક એમના લકબ (ઉપનામ) હતા. એમના પિતાની કુન્યાત અબૂ કહાફા હતી. છઠ્ઠી પેઢીએ એમનો વંશ હઝરત મોહંમદ મુસ્તફા સાથે ભળી જાય છે. તેઓ એક ધનિક અને પ્રામાણિક વેપારી હતા. પુરુષોમાં…
વધુ વાંચો >અબૂ મૂસા અશઅરી
અબૂ મૂસા અશઅરી (ઈ.સ. છઠ્ઠી સદી) : પેગંબર મુહંમદસાહેબના સહાબી (જેમણે પેગંબરસાહેબને જોયા હતા તે) હતા. હઝરત અલી અને અમીર મુઆવિયા બંને પોતાની જાતને ખિલાફતના ખરા હકદાર ગણતા હતા. બંને વચ્ચે યુદ્ધ થયું જે ‘જંગે સિફ્ફીન’ના નામે જાણીતું છે. મુસલમાનોમાં આ યુદ્ધનો અંત લાવવા ખાતર લવાદ તરીકે અબૂ મૂસા અશ્અરી…
વધુ વાંચો >અબૂ યૂસુફ (કાઝી)
અબૂ યૂસુફ (કાઝી) (731-798) : અરબી ધર્મગુરુ. નામ યાકૂબ બિન ઇબ્રાહીમ અન્સારી–કૂફી. અટક અબૂ યૂસુફ. ઇમામ અબૂ યૂસુફને નામે જાણીતા. એમના ગુરુ ઇમામ અબૂ હનીફા (આઠમી સદી). તેઓ હનફી સુન્ની સંપ્રદાયના ઇમામ હતા. ઇસ્લામી ધર્મશાસ્ત્ર અને કાનૂનમાં નિષ્ણાત. બગદાદમાં તેમની કાઝી તરીકે નિમણૂક થયેલી. તેમણે અબ્બાસી ખલીફા હાદી, મેહદી અને…
વધુ વાંચો >અબૂ સઈદ અબિલ ખૈર
અબૂ સઈદ અબિલ ખૈર (જ. 7 ડિસે. 967, મૈહના, ખોરાસાન; અ. 12 જાન્યુ. 1049) : ઈરાનના મહાન સૂફી અને રુબાઈ કવિ. મૂળ નામ ફઝલુલ્લાહ. અબૂ સઈદે અતિશય ભક્તિભાવ અને કઠોર સંયમમાં ચાલીસ વર્ષ પસાર કર્યાં હતાં. પછી દરિદ્ર-સેવામાં તલ્લીન થઈ ગયેલા. તેમણે ઘણી રુબાઈઓ રચેલી એમ માનવામાં આવે છે. તેમના…
વધુ વાંચો >અબૂ સઈદ અયૂબ
અબૂ સઈદ અયૂબ (જ. 1906, કૉલકાતા; અ. 21 ડિસેમ્બર 1982, કોલકાતા) : બંગાળી લેખક. ભારતના અગ્રણી તત્વચિંતક અને સાહિત્યના સમાલોચક. માતૃભાષા ઉર્દૂ. મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી. સોળ વર્ષના થયા ત્યારે રવીન્દ્રનાથની મૂળ રચનાઓ વાંચી શકે એ માટે બંગાળીનું ઊંડું અધ્યયન કર્યું. કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી ફિલસૂફીનો વિષય લઈને એમ. એ.ની ઉપાધિ મેળવી. ‘યુગાન્તર’,…
વધુ વાંચો >અબૂ સુફયાન
અબૂ સુફયાન (જ. 1 સપ્ટેમ્બર 560, મક્કા, સાઉદી અરેબિયા; અ. 1 ઑગ્સટ 652, મદિના, સાઉદી અરેબિયા) : હ. મુહમ્મદ પેગંબરના શ્વશૂર. મૂળ નામ સખ્ર બિન હરબ બિન ઉમૈય્યા. અટક અબૂ સુફયાન. કબીલા કુરૈશની ઉમૈય્યા શાખાના ધનવાન વેપારી અને સરદાર હતા અને મક્કામાં જન્મ્યા હતા. તેમણે બદ્ર (ઈ. સ. 624) અને…
વધુ વાંચો >અબૂ હનીફા
અબૂ હનીફા (જ. 5 સપ્ટેમ્બર 699, કૂફા, ઇરાક; અ. 14 જૂન 767, બગદાદ, ઇરાક) : હનફી-ઇસ્લામી ધર્મશાસ્ત્રના પ્રણેતા : મૂળ નામ નુઅમાન બિન સાબિત. પણ અબૂ હનીફાને નામે અને ‘ઇમામ આઝમ’ના ઇલકાબથી પ્રસિદ્ધ. મહાન ધર્મજ્ઞાની. જ્ઞાન, બુદ્ધિમત્તા અને સ્વભાવની સહિષ્ણુતા પરત્વે અજોડ. ઇસ્લામી ધર્મશાસ્ત્રના બંધારણ માટે તેમના ઘડેલા નિયમો વિશાળ…
વધુ વાંચો >અબ્જદ પદ્ધતિ
અબ્જદ પદ્ધતિ : અરબી ભાષામાં ‘પાકિસ્તાન’ના ‘પ’ સહિતના કેટલાક ઉચ્ચારો ન હોવા છતાં તે શબ્દલાલિત્ય, સાહિત્યમાધુર્ય અને વાક્ચાતુર્યની નજરે જગતની એક સર્વોત્તમ ભાષા છે. સંસ્કૃત અને તેની સંબંધિત ભાષાઓના 36 મૂળાક્ષરોની સરખામણીમાં અરબી ભાષા 28 મૂળાક્ષરો ધરાવે છે. એ દરેક મૂળાક્ષરને ‘અબ્જદ’ નામથી ઓળખાતી અને અરબી તથા તેની સંબંધિત ભાષાઓ…
વધુ વાંચો >અબ્દુર્ગ
અબ્દુર્ગ : જુઓ દુર્ગ.
વધુ વાંચો >