ખંડ ૧૯
લેઇસ વિંગ બગથી વાંસદા
વર્ષા (Precipitation) (ક્રિયાપદ્ધતિ)
વર્ષા (Precipitation) (ક્રિયાપદ્ધતિ) : વરસાદ આવવાની પ્રક્રિયા. પૃથ્વી પરનું સમગ્ર જીવન મૂળભૂત રીતે જોતાં જળઆધારિત છે. પૃથ્વીની સપાટીનો લગભગ 70 % ભાગ જળઆચ્છાદિત છે. તેમ છતાં એક કિમી.ની ઊંડાઈ સુધીનું ભૂગર્ભીય જળ, મીઠા પાણીનાં સરોવરો, નદીઓ કે વહેણો તેમજ વાતાવરણીય ભેજ કુલ જળરાશિના માત્ર 0.3 % જેટલું જ પ્રમાણ ધરાવે…
વધુ વાંચો >વર્ષાઋતુ (Monsoon)
વર્ષાઋતુ (Monsoon) : દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં વર્ષ દરમિયાન પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક. અમુક ચોક્કસ સમયગાળા માટે પડતા વરસાદની ઋતુ એટલે વર્ષાઋતુ. આ ઋતુ માટે વપરાતો અંગ્રેજી શબ્દ ‘Monsoon’ મૌસિમ (અર્થાત્ ઋતુ) નામના મૂળ અરબી શબ્દ પરથી ઊતરી આવેલો છે. દક્ષિણ એશિયાનું ઋતુચક્ર ત્યાં બદલાતી રહેતી પવનોની દિશા પર…
વધુ વાંચો >વર્ષાછાયા (Rain Shadow)
વર્ષાછાયા (Rain Shadow) : પર્વતોથી અવરોધાતાં વર્ષાવાદળોને લઈ જતા પવનોની વાતવિમુખ બાજુ. વાતા પવનોના માર્ગમાં પર્વતો આવતાં વર્ષાવાદળો અવરોધાય છે. પર્વતોની વાતાભિમુખ બાજુ પર વર્ષાવાદળો અવરોધાવાથી ત્યાં મોટાભાગનો વરસાદ પડી જાય છે, બાકી રહેલાં ઓછા ભેજવાળાં વર્ષાવાદળો પર્વતોને ઓળંગીને વાતવિમુખ બાજુ પર પહોંચે છે ત્યારે ત્યાં ઓછો વરસાદ પડે છે.…
વધુ વાંચો >વર્ષાબિંદુછાપ (rainprints)
વર્ષાબિંદુછાપ (rainprints) : વરસાદનાં ટીપાંના આઘાતથી નિક્ષેપો પર રચાતી છાપ. સમુદ્ર-ભરતીનાં સપાટ મેદાનો પર તૈયાર થયેલા પંકનિક્ષેપો કે મૃદનિક્ષેપો જેવાં ઓછાં ઘનિષ્ઠ પડોની ઉપલી સપાટી પર પડેલા વરસાદનાં ટીપાંના આઘાતથી સૂક્ષ્મ ખાડાઓ જેવી છાપ ઊપસી આવે છે. આ પ્રકારના તદ્દન નાના, છીછરા, ગોળાકાર કે લંબગોળાકાર અને બાજુઓમાં ઊપસેલી કિનારીઓવાળા, અનુકૂળ…
વધુ વાંચો >વર્ષામાપક
વર્ષામાપક : અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન અમુક સ્થળે પડતા વરસાદનું પ્રમાણ માપવા માટેનું સાધન. આ સાધન સામાન્ય રીતે માફકસરની લંબાઈ-પહોળાઈવાળા નળાકાર પાત્રથી બનેલું હોય છે, તેની ઉપરનું ઢાંકણ તેની પર ગોઠવી કે કાઢી શકાય એવું હોય છે. નળાકારમાં એક લાંબી સાંકડી નળી હોય છે, તેનાથી વરસાદનું પ્રમાણ માપી શકાય છે.…
વધુ વાંચો >વર્સાઇલની સંધિ (1919)
વર્સાઇલની સંધિ (1919) : પ્રથમ વિશ્વયુદ્ધને અંતે, વિજેતા રાષ્ટ્રો-ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇટાલી વગેરેએ જર્મની સાથે પૅરિસ મુકામે વર્સાઇલના મહેલમાં કરેલ સંધિ. જર્મનીને યુદ્ધ માટે સૌથી વધારે જવાબદાર માનીને બીજા હારેલા દેશો કરતાં તેને ઘણી વધારે શરતો સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. જર્મની સાથે 28 જૂન 1919ના રોજ આ સંધિ કરવામાં…
વધુ વાંચો >વર્સાઇલનો મહેલ
વર્સાઇલનો મહેલ : ફ્રાન્સનું જાણીતું ઐતિહાસિક સ્થાપત્ય. તેના બાંધકામમાં શિષ્ટ ફ્રેન્ચ સ્થાપત્યનાં ઉચ્ચતમ દર્શન થાય છે. ફ્રાન્સના રાજા લુઈ 13મા, 14મા અને 15માના સમય દરમિયાન વખતોવખત તેમાં વિવિધ વિભાગો ઉમેરાતા ગયા. આ મહેલનો મુખભાગ 415 મીટર લાંબો છે. મહેલ બે ઝોનમાં વિભક્ત છે. પૅરિસ શહેરની દિશામાં દરબારીઓ, કર્મચારીઓ, નોકરો અને…
વધુ વાંચો >વર્સ્ટર, બાલ્થાઝાર જ્હૉન્સ
વર્સ્ટર, બાલ્થાઝાર જ્હૉન્સ (જ. 13 ડિસેમ્બર 1915, જેમ્સટાઉન, કેપ પ્રાંત, દક્ષિણ આફ્રિકા; અ. ? 1983) : દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન અને રાજકીય નેતા. વરવુર્ડના અવસાન બાદ તેઓ 1966થી ’78 સુધી વડાપ્રધાનના હોદ્દા પર રહ્યા. એક દસકા સુધી દક્ષિણ આફ્રિકાના રાજકારણ પર બિસ્માર્ક જેવો પ્રભાવ ભોગવ્યો. તે પૂર્વે નૅશનાલિસ્ટ પક્ષની સરકારમાં શિક્ષણ-વિભાગના…
વધુ વાંચો >વર્હાડપાંડે, એમ. એલ.
વર્હાડપાંડે, એમ. એલ. (જ. 23 જૂન 1936, અરવી, જિ. વર્ધા, મહારાષ્ટ્ર) : અંગ્રેજી, મરાઠી અને હિંદીના વિદ્વાન લેખક તથા સંશોધક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેઓ સંઘ જાહેર સેવા આયોગના નાયબ નિયામક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે અંગ્રેજી દૈનિક ‘હિતવાદ’માં અને અન્ય મરાઠી સામયિકોમાં કામગીરી કરી છે. તેમણે નાગપુર ખાતે…
વધુ વાંચો >વર્હાડપાંડે, વસંતકૃષ્ણ
વર્હાડપાંડે, વસંતકૃષ્ણ (જ. 1927) : મરાઠી વાર્તાકાર અને વિવેચક. તેમણે શ્રી બિન્ઝાની સિટી કૉલેજ, નાગપુર ખાતે મરાઠીના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી, અને નાગપુરની હિસ્લોપ કૉલેજમાંથી મરાઠી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે સાહિત્યક્ષેત્રે ટૂંકીવાર્તા, કાવ્ય અને નવલકથા જેવાં સ્વરૂપો પસંદ કર્યાં. તેમનો ‘વાસ્તુ’ નામક વાર્તાસંગ્રહ અને ‘યા મનચા પાલના’…
વધુ વાંચો >લેઇસ વિંગ બગ
લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…
વધુ વાંચો >લેઉઆ, રાઘવજી થોભણભાઈ
લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…
વધુ વાંચો >લેઑકોઑન (શિલ્પ) (Laocoon)
લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…
વધુ વાંચો >લેઓપાર્દી, જાકોમો
લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…
વધુ વાંચો >લેક ડિસ્ટ્રિક્ટ
લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >લૅકોલિથ (Laccolith)
લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…
વધુ વાંચો >લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)
લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…
વધુ વાંચો >લૅક્ટિક ઍસિડ
લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…
વધુ વાંચો >લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)
લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…
વધુ વાંચો >લૅક્ટોબૅસિલસ (Lactobacillus)
લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…
વધુ વાંચો >