૧૮.૦૮

રેડ્ડી, રવીન્દરથી રેફિનેસ્ક, કૉન્સ્ટંટાઇન સૅમ્યુએલ

રૅન્કિન, જેનેટ

રૅન્કિન, જેનેટ (જ. 11 જૂન 1880, મિસૌલા, મૉન્ટાના, અમેરિકા; અ. 18 મે 1973, કાર્મેલ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં પ્રથમ મહિલા-સાંસદ, મહિલા-સ્વાતંત્ર્યનાં પુરસ્કર્તા અને પ્રખર શાંતિવાદી. અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા બાદ 1909માં તેમણે વૉશિંગ્ટન રાજ્યના સિયાટલ ખાતે સામાજિક પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો. આ કાર્યો દરમિયાન મહિલા-મતાધિકારના ધ્યેયથી તેઓ આકર્ષાયાં. વૉશિંગ્ટન, મૉન્ટાના અને…

વધુ વાંચો >

રેન્ચ

રેન્ચ : જુઓ ઓજારો.

વધુ વાંચો >

રેન્ડિયર સરોવર

રેન્ડિયર સરોવર : ઉત્તર કૅનેડામાં સસ્કેચવાન-મૅનિટોબા સરહદે શંકુદ્રુમ જંગલની સીમા પર આવેલું સરોવર. ભૌગોલિક સ્થાન : 57° 30´ ઉ. અ. અને 102° 30´ પ. રે.ની આજુબાજુનો આશરે 6,651 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દિક્ષણ અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ લંબાઈ-પહોળાઈ અનુક્રમે 245 કિમી. અને 56 કિમી. જેટલી છે. તેનો આકાર…

વધુ વાંચો >

રેન્વા, ઝ્યાં

રેન્વા, ઝ્યાં (જ. 15 સપ્ટેમ્બર 1894, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 1979, હૉલિવુડ, અમેરિકા) : પ્રયોગશીલ ચલચિત્રસર્જક, પટકથાલેખક અને અભિનેતા. પિતા : વિખ્યાત પ્રભાવવાદી ચિત્રકાર ઑગુસ્ત રેન્વા. મેધાવી પ્રતિભા ધરાવતા ઝ્યાં રેન્વાનું બાળપણ ગામડામાં વીત્યું. તેને કારણે પ્રકૃતિ પ્રત્યેનું તેમનું આકર્ષણ તેમણે બનાવેલાં ચિત્રોમાં પણ સતત પ્રતિબિંબિત થતું રહ્યું. યુવાનીમાં…

વધુ વાંચો >

રેન્વા, પિયેરે-ઓગુસ્તે

રેન્વા, પિયેરે-ઓગુસ્તે (જ. 25 ફેબ્રુઆરી 1841, લિમોગે, ફ્રાન્સ; અ. 3 ડિસેમ્બર 1919, કેઇન્સ, ફ્રાન્સ) : ફ્રેન્ચ પ્રભાવવાદી (impressionist) ચિત્રકાર. પિતા દરજી હતા. 1845માં આ કુટુંબ પૅરિસ આવી વસ્યું. બાળપણથી જ ચિત્રકલાનું કૌશલ્ય દાખવતા પિતાએ રેન્વાને એક પૅાર્સલિન ફૅક્ટરીમાં તાલીમાર્થે મૂક્યો. અહીં  ઉપર ફૂલોના ગુચ્છા ચીતરવામાં રેન્વા પાવરધો થયો. આ પછી…

વધુ વાંચો >

રૅન્સમ, જૉન ક્રો

રૅન્સમ, જૉન ક્રો (જ.  પુલસ્કી, ટૅનેસી, અમેરિકા; અ. 1974) : વિવેચક અને કવિ. તેમણે પ્રથમ નેશવિલની વૉન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં અને પછી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં (1910–1913) ર્હોડ્ઝ સ્કૉલર તરીકે શિક્ષણ લીધું. વૉન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં 1914થી 1937 સુધી અધ્યાપન કર્યું અને પછી ઓહાયોની કેન્યન કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા (1937થી 1959). ત્યાંથી નિવૃત્ત થયા પછી…

વધુ વાંચો >

રેપિડ એક્શન ફોર્સ

રેપિડ એક્શન ફોર્સ (RAF) :રેપિડ એક્શન ફોર્સ(RAF)નું કાર્ય નામ અનુસાર ત્વરિત કામગીરી કરવાનું છે. આ વિશિષ્ટ દળ છે, જેની સ્થાપના 11 ડિસેમ્બર, 1991ના રોજ થઈ હતી, જે 7 ઓક્ટોબર, 1992ના રોજ સંપૂર્ણપણે કાર્યરત થયું હતું. આ દળનું નેતૃત્વ ઇન્સ્પેક્ટર-જનરલ ઓફ પોલીસ (IGP) કરે છે. હાલ એના આઇજીપી એન્ની અબ્રાહમ છે,…

વધુ વાંચો >

રેપિન, ઇલ્યા યેફિમૉવિચ (Repin, Ilya Yefimovich)

રેપિન, ઇલ્યા યેફિમૉવિચ (Repin, Ilya Yefimovich) (જ. 5 ઑગસ્ટ 1844, ચુગુયેવ, રશિયા; અ. 29 સપ્ટેમ્બર 1930, કુઓક્કલા, ફિનલૅન્ડ) : પ્રસિદ્ધ રશિયન ચિત્રકાર. ઐતિહાસિક પ્રસંગોનાં નાટ્યાત્મક ચોટ ધરાવતાં ચિત્રો ચીતરવા માટે તેઓ જાણીતા છે. ખાર્કોવ નજીક ચુગુયેવમાં એક ગરીબ કુટુંબમાં જન્મેલ રેપિને ચર્ચની મૂર્તિઓ તૈયાર કરનાર એક કારીગર બુનાકોવ પાસે પ્રારંભિક…

વધુ વાંચો >

રેફિનેસ્ક, કૉન્સ્ટંટાઇન સૅમ્યુએલ

રેફિનેસ્ક, કૉન્સ્ટંટાઇન સૅમ્યુએલ (જ. 22 ઑક્ટોબર 1783, ગૅલાટા, તુર્કસ્તાન; અ. 18 સપ્ટેમ્બર 1840, ફિલાડેલ્ફિયા, ઉત્તર અમેરિકા) : જાણીતા પ્રકૃતિવિદ (naturalist). તેઓ ઔપચારિક રીતે શિક્ષણ આપતા કોઈ પણ વિદ્યાલયમાં વિદ્યાર્થી તરીકે જોડાયા ન હતા. તેમણે ખાનગી રીતે જે તે વિષયના નિષ્ણાતો પાસેથી જ્ઞાન સંપાદન કર્યું હતું. પ્રકૃતિવિજ્ઞાનમાં તેઓ ઊંડો રસ ધરાવતા…

વધુ વાંચો >

રેડ્ડી, રવીન્દર

Jan 8, 2004

રેડ્ડી, રવીન્દર (જ. 1956) : આધુનિક ભારતીય શિલ્પી. 1976થી 1982 સુધી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરી રેડ્ડી શિલ્પકલામાં સ્નાતક અને અનુસ્નાતક થયા. આ પછી લંડન ખાતેની ઑવ્ લંડનની ગોલ્ડસ્મિથ કૉલેજ ઑવ્ આર્ટ્સમાં એક વરસ અભ્યાસ કરી 1983માં ડિપ્લોમા ઇન આર્ટ ઍન્ડ ડિઝાઇન મેળવ્યો. રેડ્ડી…

વધુ વાંચો >

રેડ્ડી, રાચમલ્લુ રામચન્દ્રા

Jan 8, 2004

રેડ્ડી, રાચમલ્લુ રામચન્દ્રા (જ. 1922, પૈડિયા પાલેચ, જિ. કડપા, આંધ્રપ્રદેશ; અ. 1988) :  તેલુગુ સર્જકની ‘અનુવાદ સમસ્યલુ’ નામની કૃતિને 1988ના વર્ષ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ ગુંડ્ડી ઇજનેરી કૉલેજના વિદ્યાર્થી હતા ત્યારે 1942ના સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગ લેવા બદલ તેમને કૉલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે ‘સવ્યસાચી’ નામના સાપ્તાહિકનું તથા…

વધુ વાંચો >

રેડ્ડી, વિજયરાઘવ પી.

Jan 8, 2004

રેડ્ડી, વિજયરાઘવ પી. (જ. 25 જૂન 1938, કોન્ડલોપલ્લી, જિ. કુડપ્પા, આંધપ્રદેશ) : હિંદી લેખક. આગ્રા  હિંદી સાથે એમ.એ.; મૈસૂર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી તથા ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા મેળવ્યાં. હૈદરાબાદ ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિંદીના વડા રહ્યા અને અધ્યાપનકાર્ય કર્યું. 1967–68 સુધી તેઓ ‘અરવિંદ’ માસિકના અતિથિ સંપાદક, 1975–78 સુધી ‘સંસ્થાન બુલેટિન’ના સંપાદક અને…

વધુ વાંચો >

રેણ

Jan 8, 2004

રેણ : જુઓ પાકું રેણ.

વધુ વાંચો >

રેણુકા

Jan 8, 2004

રેણુકા : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper wallichi Hand.  Mazz. syn. P. aurantiacum Wall. ex DC.; P. arcuatum Blume (સં. હિં. બં. ક. રેણુકા; મ. રેણુકબીજ) છે. તે એક મજબૂત અરોમિલ આરોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો ચર્મિલ અને 7.5 સેમી.થી 10.0 સેમી. લાંબાં હોય…

વધુ વાંચો >

રેણુ, ફણીશ્વરનાથ

Jan 8, 2004

રેણુ, ફણીશ્વરનાથ (જ. 4 માર્ચ 1921, ચૌરાહી; અ. 11 એપ્રિલ 1977) : આધુનિક હિંદી ગદ્યસાહિત્યમાં આંચલિક વિષયો પર આધારિત નવલકથા-વાર્તાઓના સફળ સર્જક. રેણુનું 20–25 પરિવારનું ગામ ચૌરાહી શહેરની બધી જ સવલતોથી વંચિત હતું. ત્યાં અમૃત મંડલનો પરિવાર રહેતો હતો. તેમના પુત્ર શિલાનાથ મંડલના ત્રણ પુત્રોમાં ફણીશ્વરનાથ સૌથી મોટા હતા. 11…

વધુ વાંચો >

રેતી (sand)

Jan 8, 2004

રેતી (sand) : કોઈ પણ પ્રકારના ઝીણા ખનિજકણોથી બનેલો છૂટો દ્રવ્યજથ્થો. રેતી કુદરતી પરિબળો દ્વારા તૈયાર થતી હોય છે. મોટાભાગના રેતી-નિક્ષેપોમાં જે તે ખનિજકણો ઉપરાંત માટી અને કાંપનું ભિન્ન ભિન્ન પ્રમાણ રહેલું હોય છે. કેટલાક જથ્થાઓમાં કાંકરીઓ પણ હોય છે. રેતીનું ખનિજ-બંધારણ અને ખનિજોનાં કણકદ જુદાં જુદાં હોઈ શકે છે.…

વધુ વાંચો >

રેતી-આડ (sandbar)

Jan 8, 2004

રેતી-આડ (sandbar) : રેતી-જમાવટથી રચાયેલી વિતટીય (off shore) આડશ. તે સ્થૂળ કે સૂક્ષ્મ રેતીકણોથી બનેલી હોય છે. દરિયાઈ કંઠારના રેતપટમાંથી મોજાંને કારણે તે તૈયાર  હોય છે. મોજાંની વમળક્રિયાથી દરિયાઈ રેતપટનો સમુદ્રજળ હેઠળનો ભાગ ખોતરાતો જતો હોય છે. ખોતરાયેલા છીછરા ભાગમાં રેતીની જમાવટ થાય છે. મોજાં અને સમુદ્રપ્રવાહો રેતીને આઘીપાછી કરતાં…

વધુ વાંચો >

રેતીખડક (sandstone)

Jan 8, 2004

રેતીખડક (sandstone) કણજન્ય જળકૃત ખડકો પૈકીનો એક ઘણો જ અગત્યનો ખડક-પ્રકાર. (તેમનાં કણકદ, કણ-આકાર, ખનિજ-બંધારણ અને પ્રકારો માટે જુઓ, રેતીયુક્ત ખડકો.) વર્ગીકરણ : રેતીખડકો મુખ્ય ત્રણ સમૂહોમાં વિભક્ત થાય છે : (1) પાર્થિવ પ્રકાર : આ રેતીખડકના કણોનો ઉદભવસ્રોત ભૂમિસ્થિત ખડકો હોય છે. તેમની ઉત્પત્તિસ્થિતિ કોઈ પણ પ્રકારના પાણીના જથ્થામાં…

વધુ વાંચો >

રેતી-ચિત્ર (sand painting)

Jan 8, 2004

રેતી-ચિત્ર (sand painting) : ભારતીય લોકકળાનો એક પ્રકાર. બીજું નામ ધૂલિચિત્ર. હાલનું પ્રચલિત નામ રંગોળી. પ્રાચીન સમયથી ભારતમાં રેતી-ચિત્રની પરંપરા ચાલુ છે. કલાભાષ્ય વિષ્ણુધર્મોત્તર પુરાણમાં પણ રેતી-ચિત્રનો ઉલ્લેખ છે. આંદામાન-નિકોબાર, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, નેપાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડ જેવા, જ્યાં ભારે વર્ષા અને હિમવર્ષાને કારણે માત્ર લાકડાં…

વધુ વાંચો >