ખંડ ૧૬
માળોથી મ્હારાં સોનેટ
માળો (Nest)
માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…
વધુ વાંચો >માંકડ (bed-bug)
માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…
વધુ વાંચો >માંકડ, ડોલરરાય રંગીલદાસ
માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…
વધુ વાંચો >માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ
માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…
વધુ વાંચો >માંકડ, વિનુ
માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…
વધુ વાંચો >માંકડ, હરિલાલ રંગીલદાસ
માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…
વધુ વાંચો >માંકડું (Macaque)
માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…
વધુ વાંચો >માંગરોળ
માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…
વધુ વાંચો >માંગરોળ – મોટા મિયાં
માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…
વધુ વાંચો >માંડણ
માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી
વધુ વાંચો >મેવાડ
મેવાડ : રાજસ્થાનનું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું રાજ્ય. મેવાડના રાજ્યનો સ્થાપક ગૂહિલ, એનો પુત્ર ભોજ, એનો પુત્ર મહેન્દ્ર, એનો નાગ અને એનો શીલાદિત્ય એમ પાંચ રાજા એક પછી એક રાજ્ય કરતા હતા એવી માહિતી ઈ. સ. 646ના સામોલી ગામના શિલાલેખમાંથી જાણવા મળે છે. શીલાદિત્ય પછી અપરાજિતના લેખમાં રાજાને ગૂહિલ વંશનો જણાવ્યો…
વધુ વાંચો >મેવાડો, વલ્લભ
મેવાડો, વલ્લભ (જ. 1640 કે 1700; અ. 1751) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જાણીતા ગરબાકવિ. કવિનાં જન્મવર્ષ ઈ. 1640 (સં. 1696, આસો સુદ 8) કે ઈ. 1700 અને અવસાનવર્ષ ઈ. 1751 બતાવવામાં આવે છે, પરંતુ તે માટે કોઈ ચોક્કસ આધાર નથી. કવિની એક રચનાની ર. ઈ. 1736 મળે છે. એટલે તેઓ ઈ.…
વધુ વાંચો >મેવાતી ઘરાણા
મેવાતી ઘરાણા : ઉત્તર હિંદુસ્તાનના શાસ્ત્રીય સંગીતનું એક લોકપ્રિય ઘરાણું. જયપુર, કીરાના, ગ્વાલિયર તથા આગ્રા એ પ્રકારનાં ઘરાણાં છે. મેવાતી ઘરાણાના સ્થાપક ઉસ્તાદ ધધ્ધે નઝીરખાં રાજસ્થાનના અલવર રાજ્યમાં મેવાત નામે ઓળખાતા પ્રદેશમાં રહેતા હોવાથી તેમણે સ્થાપેલા ઘરાણાનું નામ ‘મેવાતી ઘરાણા’ પડ્યું. ધધ્ધે નઝીરખાં જોધપુર રિયાસતના દરબારી ગાયક હતા તે વેળા…
વધુ વાંચો >મૅશેલ, સમોરા મોઝિઝ
મૅશેલ, સમોરા મોઝિઝ (જ. 1933, અ. 1986) : મોઝામ્બિકમાંના પૉર્ટુગીઝ શાસન સામેની ગેરીલા લડતના નેતા. તેમણે કૅથલિક મિશન સ્કૂલમાં અભ્યાસ કર્યો અને તે પછી હૉસ્પિટલમાં પુરુષ-નર્સ તરીકે સેવા બજાવી. તેઓ ‘ફૅન્તે દ લિબેર્ટકો દ મોકામ્બિક’ નામના લશ્કરી દળના કમાન્ડર-ઇન-ચીફ હતા (1966–70) અને 1970થી તેના પ્રમુખ બન્યા. મોઝામ્બિક સ્વતંત્ર થયું ત્યારે…
વધુ વાંચો >મેશ્વો (નદી)
મેશ્વો (નદી) : ગુજરાત રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા જિલ્લામાં વહેતી નદી. તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં અરવલ્લીની ટેકરીઓમાંથી નીકળે છે. તે ખારી નદીને સમાંતર આશરે 203 કિમી. અંતર સુધી વહીને સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના ભિલોડા, મોડાસા અને પ્રાંતિજ તાલુકાઓમાં થઈને અમદાવાદ જિલ્લા તથા ખેડા જિલ્લામાં પ્રવેશી ખેડા પાસે વાત્રક નદીને…
વધુ વાંચો >મેષરાશિ
મેષરાશિ : ઘેટા જેવો આકાર ધરાવતી પ્રથમ રાશિ. સંસ્કૃતમાં ‘રાશિ’ શબ્દ સમૂહનો દ્યોતક છે. સૂર્યનો ભ્રમણમાર્ગ એટલે ખગોળની ભાષામાં ક્રાન્તિવૃત્ત. તેના જે બાર ભાગ તેમાં અનુક્રમે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીનનો સમાવેશ થાય છે. રાશિઓનો વિચાર ઈ. સ. 400 પછી જાણીતો થયો.…
વધુ વાંચો >મેસ
મેસ : એક પ્રકારનો ટિયર ગૅસ. હાથમાં પકડેલા કૅનમાંથી તે છોડી શકાય છે. તોફાની કે અશાંત પરિસ્થિતિમાં ટોળાનો નજીકથી સામનો કરવાનો હોય ત્યારે પોલીસ અને લશ્કર ટોળાને શાંત પાડી નિયંત્રણમાં રાખવા તેનો ઉપયોગ કરે છે. તેનાથી તત્પૂરતો અંધાપો આવી જાય છે. 1.8 મી. કરતાં ઓછા અંતરેથી તે મોઢા પર છાંટવામાં…
વધુ વાંચો >મૅસત્રોયાની, મૅચેલો
મૅસત્રોયાની, મૅચેલો (જ. 28 સપ્ટેમ્બર 1924, ફૉન્તાના લિરી, ઇટાલી; અ. 1996) : ઇટાલીના લોકલાડીલા અભિનેતા. સંવેદનશીલ અને પ્રેમાળ મુખમુદ્રા તેમજ એકાકી અને ત્રસ્ત માનવીના હૃદયસ્પર્શી અભિનય માટે તેઓ ઇટાલીના સિનેજગતમાં બેહદ ચાહના પામ્યા હતા. તેમણે હાસ્યરસિક ચિત્રોથી માંડીને ગંભીર નાટ્યાત્મક કૃતિઓના અભિનય દ્વારા ચિત્રજગતમાં પ્રારંભ કર્યો. યુદ્ધસમયના નાઝીવાદી વેઠશિબિરોમાંથી તેઓ…
વધુ વાંચો >મૅસફીલ્ડ જૉન
મૅસફીલ્ડ જૉન (જ. 1 જૂન 1878, લેડબરી, ઇંગ્લૅન્ડ; અ. 12 મે 1967, ઍબિંગ્ડન, બર્કશાયર) : અંગ્રેજ કવિ, નવલકથાકાર, વિવેચક અને નાટ્યલેખક. 1930માં રાજકવિ (Poet Laureate) તરીકે નિમણૂક; અંગ્રેજી સાહિત્યમાં સૌથી દીર્ઘકાળ સુધી એટલે કે 37 વર્ષ સુધી તેઓ રાજકવિપદે રહ્યા. 13 વર્ષની વયે તેઓ સાગરખેડુ તરીકેના તાલીમાર્થી બન્યા. એ સાગર-સફરમાં…
વધુ વાંચો >મેસર (Maser)
મેસર (Maser) : એક પ્રકારનું ઉપકરણ (device). તેમાં સુસંગત (coherent) રીતે વીજચુંબકીય તરંગોનું વિવર્ધન (amplification) અથવા ઉત્પાદન (generation) અનુનાદિત પારમાણ્વિક અથવા આણ્વિક પ્રણાલી(resonant atomic or molecular system)માં આવેલ ઉત્તેજન શક્તિ(excitation energy)ના ઉપયોગ વડે પ્રાપ્ત કરવામાં આવે છે. ‘મેસર’ શબ્દ microwave amplification by stimulated emission of radiation – એ શબ્દોના પ્રથમ…
વધુ વાંચો >