ખંડ ૧૬

માળોથી મ્હારાં સોનેટ

માળો (Nest)

માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…

વધુ વાંચો >

માંકડ (bed-bug)

માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…

વધુ વાંચો >

માંકડ, ડોલરરાય રંગીલદાસ

માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…

વધુ વાંચો >

માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ

માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…

વધુ વાંચો >

માંકડ, વિનુ

માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…

વધુ વાંચો >

માંકડ, હરિલાલ રંગીલદાસ

માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…

વધુ વાંચો >

માંકડું (Macaque)

માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…

વધુ વાંચો >

માંગરોળ

માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…

વધુ વાંચો >

માંગરોળ – મોટા મિયાં

માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો  તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…

વધુ વાંચો >

માંડણ

માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી

વધુ વાંચો >

મૌના કી ઑબ્ઝર્વેટરી, હવાઈ

Mar 1, 2002

મૌના કી ઑબ્ઝર્વેટરી, હવાઈ (Mauna Kea Observatory) : ડચ અમેરિકન ખગોળશાસ્ત્રી જિરાર્ડ પીટર ક્યુપર(Gerard Peter Kuiper : 1905–1973)ના આગ્રહથી 1964માં સ્થાપવામાં આવેલી વેધશાળા. ખરેખર તો કોઈ એક નહિ, પરંતુ સંખ્યાબંધ વેધશાળાઓ વડે તે બનેલી છે. એટલે ઘણી વાર વેધશાળા (observatory) એવા એકવચનને બદલે, મૌના કી વેધશાળાઓ (observatories) એવા બહુવચને તેનો…

વધુ વાંચો >

મૌર્ય કળા

Mar 1, 2002

મૌર્ય કળા (ઈ. પૂ. આશરે 260થી ઈ. પૂ. 232 સુધી) : મૌર્ય યુગની ભારતીય કળા. સિંધુ નદીની ખીણની સંસ્કૃતિના અવશેષો પછી દોઢ હજારથી પણ વધુ વરસોના સ્થાપત્ય કે કલાના અવશેષો ભારતમાં પ્રાપ્ત થયા નથી. પણ પછીના મૌર્ય સામ્રાજ્યના અવશેષો મળ્યા છે. એનું પણ કારણ છે. સિંધુ સંસ્કૃતિના અસ્ત પછી સેંકડો…

વધુ વાંચો >

મૌર્ય, ચંદ્રગુપ્ત

Mar 1, 2002

મૌર્ય, ચંદ્રગુપ્ત (રાજ્યકાળ ઈ. સ. પૂ. 322થી ઈ. સ. પૂ. 298) : પ્રાચીન ભારતનો પ્રથમ ઐતિહાસિક રાજવંશ અને પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્યનો સ્થાપક. તે ‘મોરિય’ નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં જન્મ્યો હતો તેમ ‘મહાવંશ’ નામના બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે. ચંદ્રગુપ્ત મૌર્ય કુળના નાયકનો પુત્ર હતો. તે તેની માતા સાથે પાટલિપુત્રમાં રહેતો…

વધુ વાંચો >

મૌર્ય વંશ

Mar 1, 2002

મૌર્ય વંશ : પ્રાચીન ભારતનો પ્રથમ ઐતિહાસિક રાજવંશ. તેની સ્થાપના ઈ. સ. પૂ. 322માં ચન્દ્રગુપ્ત મૌર્યે કરી હતી. તે મોરિય નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં જન્મ્યો હતો. એક વિદ્વાન બ્રાહ્મણ ચાણક્ય તેને તક્ષશિલા લઈ ગયો અને તેણે ત્યાં વિવિધ પ્રકારની તાલીમ લીધી. ચન્દ્રગુપ્તે લશ્કર ભેગું કરીને, નંદ વંશના રાજા ધનનંદને…

વધુ વાંચો >

મૌલવી, અબ્દુલ હક

Mar 1, 2002

મૌલવી, અબ્દુલ હક (જ. 1870, સરાના, મેરઠ; અ. 16 ઑગસ્ટ 1961, કરાંચી) : ઉર્દૂના મૂકસેવક, ખ્યાતનામ સંપાદક અને સમીક્ષક. પરંપરાગત પ્રાથમિક શિક્ષણ પિતા પાસેથી મેળવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અલીગઢમાં લીધું. શિક્ષક તરીકે પોતાની કારકિર્દી હૈદરાબાદમાં શરૂ કરી અને ઇન્સ્પેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા. અબ્દુલ હકને શરૂઆતથી જ ઉર્દૂ ભાષા,…

વધુ વાંચો >

મૌલવી, ખુદાબક્ષ મહંમદબક્ષ

Mar 1, 2002

મૌલવી, ખુદાબક્ષ મહંમદબક્ષ (જ. 2 ઑગસ્ટ 1842, ચાપરા, જિ. સરન, બિહાર; અ. 3 ઑગસ્ટ 1908) : પટણાની પ્રસિદ્ધ ઓરિયેન્ટલ લાઇબ્રેરીના સ્થાપક. તેમના પિતા મહંમદબક્ષ વકીલ હતા. ખુદાબક્ષ પણ એક વકીલ તથા અરબી, પર્શિયન તથા ઇજિપ્શિયન સંસ્કૃતિનો પરિચય આપતી હસ્તપ્રતોના સંગ્રાહક તથા ચાહક હતા. સને 1857ના વિપ્લવ બાદ અંગ્રેજ સરકારે અપનાવેલી…

વધુ વાંચો >

મૌલવી, ચિરાગ અલી

Mar 1, 2002

મૌલવી, ચિરાગ અલી (જ. 1844, મેરઠ; અ. 15 જૂન 1895, મુંબઈ) : ભૂતપૂર્વ હૈદરાબાદ રાજ્યના સફળ મુલકી અધિકારી, સર સૈયદ એહમદખાનની અલીગઢ ચળવળના પ્રખર હિમાયતી તથા ઉર્દૂ લેખક. આખું નામ મૌલવી ચિરાગઅલી નવાબ આઝમ યાર જંગ. તેઓ મૂળ કાશ્મીરી હતા અને તેમના પિતા ખુદાબક્ષે અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરીને મુલ્કી સેવામાં…

વધુ વાંચો >

મૌલવી, ઝકાઉલ્લા શમ્સુલ ઉલેમા

Mar 1, 2002

મૌલવી, ઝકાઉલ્લા શમ્સુલ ઉલેમા (જ. 1832; અ. 1910) : ઉર્દૂમાં ‘તારીખે હિન્દ’ નામના ઇતિહાસવિષયક પુસ્તકના પ્રખ્યાત લેખક. તેમના પિતા હાફિઝ સનાઉલ્લા, દિલ્હીના સુલતાન બહાદુરશાહના દીકરા મિર્ઝા કૂચકના શિક્ષક હતા. મૌલવી મુહમ્મદ ઝકાઉલ્લાએ દિલ્હી કૉલેજમાં શિક્ષણ મેળવીને ત્યાં જ ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે આગ્રા કૉલેજમાં ઉર્દૂ-ફારસીના અધ્યાપક,…

વધુ વાંચો >

મૌલાના અબુલઆલા મૌદૂદી

Mar 1, 2002

મૌલાના અબુલઆલા મૌદૂદી (જ. 25 સપ્ટેમ્બર 1903, હૈદરાબાદ, ઔરંગાબાદ રાજ્ય; અ. 1972) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉર્દૂ-ફારસીના વિદ્વાન, ઇસ્લામિયાતના તજજ્ઞ અને જમાઅતે ઇસ્લામના સ્થાપક. સ્થાનિક રીતે જ પરંપરાગત પ્રાથમિક શિક્ષણ મેળવવાની સાથે જ ધાર્મિક તાલીમ પણ મેળવવાનું ચાલુ રાખ્યું. 11 વરસની ઉંમરે મૌલવીની પરીક્ષા પાસ કરી. લખવાનો ભારે શોખ હતો…

વધુ વાંચો >

મૌલાના અબુલ કલામ આઝાદ

Mar 1, 2002

મૌલાના અબુલ કલામ આઝાદ : જુઓ આઝાદ, અબુલ કલામ (મૌલાના).

વધુ વાંચો >