ખંડ ૧૬
માળોથી મ્હારાં સોનેટ
માળો (Nest)
માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…
વધુ વાંચો >માંકડ (bed-bug)
માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…
વધુ વાંચો >માંકડ, ડોલરરાય રંગીલદાસ
માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…
વધુ વાંચો >માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ
માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…
વધુ વાંચો >માંકડ, વિનુ
માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…
વધુ વાંચો >માંકડ, હરિલાલ રંગીલદાસ
માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…
વધુ વાંચો >માંકડું (Macaque)
માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…
વધુ વાંચો >માંગરોળ
માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…
વધુ વાંચો >માંગરોળ – મોટા મિયાં
માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…
વધુ વાંચો >માંડણ
માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી
વધુ વાંચો >મૉન્ટરોઝ, જેમ્સ ગ્રેહામ
મૉન્ટરોઝ, જેમ્સ ગ્રેહામ (જ. 1612; અ. 20 મે 1650, એડિનબરો) : સ્કૉટલૅન્ડના કૅપ્ટન-જનરલ, માત્ર 14 વર્ષની વયે તેઓ તેમના પિતા પછી મૉન્ટરોઝના પાંચમા અર્લ (ઉમરાવ) બન્યા હતા. તેમણે સેન્ટ ઍન્ડ્રુઝ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને 17 વર્ષની વયે સૉથેસ્કના ભાવિ અર્લની પુત્રી મૅગ્ડેલિન કાર્નેગી સાથે લગ્ન કર્યાં હતાં. 1637માં ચાર્લ્સ…
વધુ વાંચો >મૉન્ટસેરૅટ
મૉન્ટસેરૅટ (Montserrat) : કૅરિબિયન સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝના ભાગરૂપ લઘુ ઍન્ટિલ્સ (Lesser Antilles) ટાપુજૂથની લીવર્ડ દ્વીપશૃંખલા પૈકીનો એક ટાપુ. તે આશરે 16° 40´ ઉ. થી 16° 50´ ઉ. અક્ષાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલો છે અને તેના મધ્ય ભાગેથી 62° 12´ પ. રેખાંશવૃત્ત પસાર થાય છે. આ ટાપુ ઍન્ટિગુઆ ટાપુથી લગભગ 43 કિમી.…
વધુ વાંચો >મૉન્ટસેરૅટનું જ્વાળામુખી-પ્રસ્ફુટન અને તેની અસરો
મૉન્ટસેરૅટનું જ્વાળામુખી-પ્રસ્ફુટન અને તેની અસરો : કૅરિબિયન સમુદ્રના લઘુ ઍન્ટિલીઝના ટાપુ મૉન્ટસેરૅટમાં 1995ના જુલાઈમાં ચાર સૈકા સુધી શાંત રહેલો જ્વાળામુખી એકાએક ક્રિયાશીલ બની ગયો. શરૂઆતમાં તો થોડાક ધડાકા થયા, પછી તો કલાકના 160 કિમી.ના વેગથી વરાળ, વાયુઓ, ભસ્મ, ખડકટુકડા અંદરથી બહાર ફેંકાતાં ગયાં. નજીકની ટાર નદીખીણ ખરાબામાં ફેરવાઈ ગઈ. આજુબાજુનાં…
વધુ વાંચો >મૉન્ટાના
મૉન્ટાના : યુ.એસ.ના વાયવ્ય ભાગમાં રૉકી પર્વત વિસ્તારમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 110° 00´ પ. રે.ની આજુબાજુનો 3,80,848 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ કરતાં લગભગ બમણી છે. યુ.એસ.નાં રાજ્યોમાં વિસ્તારની ર્દષ્ટિએ તે ચોથા ક્રમે આવે છે,…
વધુ વાંચો >મૉન્ટિસીલાઇટ
મૉન્ટિસીલાઇટ (Monticellite) : ઑલિવિન સમૂહનું ખનિજ. રાસા. બંધારણ : CaMgSiO4. સ્ફ. સ્વ. : નાના પ્રિઝ્મૅટિક સ્ફટિકો કે કણ સ્વરૂપમાં મળે. રંગ : રંગવિહીનથી રાખોડી. કઠિનતા : 5. વિ. ઘ. 3.2. પ્રકા.-સંજ્ઞા : –Ve, 2V = 75°. પ્રકા. અચ. : α = 1.65, β = 1.66, γ = 1.67. પ્રકાશીય દિક્સ્થિતિ…
વધુ વાંચો >મોન્ટે અલ્બાન
મોન્ટે અલ્બાન : મેક્સિકોમાં આવેલ પ્રાચીન ઝેપોટેક સંસ્કૃતિનું કેન્દ્ર. મેક્સિકોમાં ઓકાસાકા નગરની નજીક પ્રાચીન મૉન્ટે અલ્બાન નગરમાંથી ઈ. સ. પૂ. 8મી સદીના પિરામિડો. ભૂગર્ભમાર્ગો, 170 જેટલી કબરો વગેરેના અવશેષો મળી આવ્યા છે. આ સ્થળ ટેકરા ઉપર આવેલું હતું. આ અવશેષો ત્યાંની ઝેપોટેક સંસ્કૃતિના છે. બીજા તબક્કામાં ઈ. સ. 300થી 900ના…
વધુ વાંચો >મૉન્ટે કાર્લો
મૉન્ટે કાર્લો : ફ્રાંસના અગ્નિકોણમાં આવેલું મૉનાકોની હકૂમત હેઠળનું નગર તથા પ્રવાસીઓના મનોરંજન માટેનું વિહારધામ. ભૌગોલિક સ્થાન : 43° 44´ ઉ. અ. અને 7° 25´ પૂ. રે.. તે ફ્રાંસના નાઇસ (Nice) નગરથી 14 કિમી. અંતરે, મૉનાકો નગરથી ઈશાન તરફ, ભૂમધ્ય સમુદ્રકાંઠા પર, મેરિટાઇમ આલ્પ્સની તળેટી પર વસેલું છે. ઓગણીસમી સદીના…
વધુ વાંચો >મૉન્ટેગ્યુ, ઍશલી
મૉન્ટેગ્યુ, ઍશલી (જ. 28 જૂન 1905, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 26 નવેમ્બર 1999 ન્યૂ જર્સી ) : જાણીતા માનવવંશશાસ્ત્રી. તેમણે લંડન, ફ્લૉરેન્સ તથા કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. વેલકમ હિસ્ટરી મ્યુઝિયમ – લંડન, ન્યૂયૉર્ક યુનિવર્સિટી, હૅનેમાન મેડિકલ કૉલેજ તથા રુટર્જસ યુનિવર્સિટી ખાતે વિવિધ પદ સંભાળ્યાં અને સંશોધનકાર્ય જારી રાખ્યું (1949–55). માનવની જૈવ…
વધુ વાંચો >મૉન્ટેગ્યુ, જ્યૉર્જ
મૉન્ટેગ્યુ, જ્યૉર્જ (જ. 1753, વિલ્ટશાયર ઇંગ્લૅન્ડ; અ. 1815) : આંગ્લ પ્રકૃતિવિશારદ. લશ્કરી કારકિર્દીમાં નિષ્ફળતા મળવાથી તથા તેમના લગ્નના પરિણામે પોતાની જાગીર ગુમાવવી પડે એ રીતે તેમને હાડમારી અને વેદના ભોગવવાં પડવાથી તેમનું ચિત્ત પક્ષીવિજ્ઞાનના અભ્યાસ તરફ વળ્યું. તે ડેવન રહેવા ચાલ્યા ગયા અને ત્યાં રહીને તેમણે તેમનું અધિકૃત અને વિખ્યાત…
વધુ વાંચો >મૉન્ટે બેલો ટાપુઓ
મૉન્ટે બેલો ટાપુઓ : હિન્દી મહાસાગરમાં ઑસ્ટ્રેલિયા નજીક આવેલા પરવાળાંના નાના નાના ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 20° 25´ દ. અ. અને 115° 32´ પૂ. રે.ની આજુબાજુ, ઑસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારાથી દૂર ડૅમ્પિયર દ્વીપસમૂહની પશ્ચિમે 100 કિમી. તથા પ્રેસ્ટનની ભૂશિરથી 80 કિમી.ને અંતરે તે આવેલા છે. અહીંના બધા જ ટાપુઓ વસ્તીવિહીન છે;…
વધુ વાંચો >