ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
માર્કસ, રુડોલ્ફ આર્થર
માર્કસ, રુડોલ્ફ આર્થર (જ. 21 જુલાઈ 1923, મૉન્ટ્રિયલ, કૅનેડા) : રસાયણશાસ્ત્રમાં અતિઉત્તેજિત પ્રાયોગિક વિકાસ (highly stimulated experimental developments) માટે 1992ના વર્ષના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારવિજેતા. તેઓ મેકગિલ યુનિવર્સિટીમાંથી 1943માં ગ્રૅજ્યુએટ થયા અને 1946માં તેમણે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1988માં તેમને ડી.એસસી.ની માનાર્હ પદવી પ્રાપ્ત થયેલી. 1983માં પણ આવી જ પદવીથી તેમને…
વધુ વાંચો >માર્ક, હર્માન ફ્રાન્સિસ
માર્ક, હર્માન ફ્રાન્સિસ (જ. 3 મે 1895, વિયેના, ઑસ્ટ્રિયા; અ.?) : જાણીતા જર્મન વિજ્ઞાની. હર્માન માર્કનો વિદ્યાભ્યાસ વિયેના વિશ્વવિદ્યાલયમાં થયો. 1921માં તેમણે પીએચ.ડી. અને 1956માં ડૉક્ટર ઑવ્ નૅચરલ સાયન્સની અને તે પછી 1942માં અપસલા વિશ્વવિદ્યાલયની પીએચ.ડી., 1949માં લીગ વિશ્વવિદ્યાલયની ડૉક્ટર ઑવ્ એન્જિનિયરિંગની પદવીઓ મેળવી 1957માં લોવેલ ટૅકનૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટની ડૉક્ટરેટ તથા…
વધુ વાંચો >માર્કંડેય, કમલા
માર્કંડેય, કમલા (જ. 1924) : ઇંગ્લૅન્ડમાં વસતાં ભારતીય નવલકથાકાર. તેમનો ઉછેર દક્ષિણ ભારતમાં થયો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે પત્રકાર તરીકેની કામગીરી બજાવી હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈન્ય માટે અગત્યનું કાર્ય કર્યું હતું. લગ્ન પછી તેઓ કમલા પૂર્ણેયા ટેલરના નામે બ્રિટનમાં સ્થાયી થયાં છે. તેઓ…
વધુ વાંચો >માર્કંડેયપુરાણ
માર્કંડેયપુરાણ : ભારતીય પુરાણસાહિત્યમાંનું એક જાણીતું પુરાણ. પ્રસિદ્ધ અઢાર પુરાણોમાં માર્કંડેયપુરાણ સાતમું છે. તેમાં કુલ 136 અધ્યાયો છે. આ અધ્યાયોને 1થી 9, 10થી 44, 45થી 77, 78થી 93 અને 94થી 136 –એમ પાંચ વિભાગોમાં વહેંચી શકાય. છેલ્લો અધ્યાય પ્રથમ વિભાગની ફલશ્રુતિ જેવો છે. પ્રથમ વિભાગના અ. 1થી 9માં માર્કંડેય ઋષિ…
વધુ વાંચો >માર્કેટિંગ (વિપણન)
માર્કેટિંગ (વિપણન) : ઉત્પાદનને ઉત્પાદકને ત્યાંથી શરૂ કરી વપરાશકર્તા સુધી પહોંચાડવા માટેની તમામ પ્રવૃત્તિઓનો સમાહાર. સામાન્ય અર્થમાં માર્કેટિંગ એટલે વેચાણ એવી સમજ પ્રવર્તે છે, જે અધૂરી છે. કોઈ પણ ઉત્પાદનનો હેતુ વપરાશ છે. માર્કેટિંગમાં ગ્રાહકની જરૂરિયાત, ઇચ્છા અને માંગને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. તે અનુસાર ઉત્પાદન, આયોજન અને વિકાસ…
વધુ વાંચો >માર્કોની, ગુલ્યેલ્મૉ
માર્કોની, ગુલ્યેલ્મૉ (જ. 1874, બોલોન્યા, ઇટાલી; અ. 1937) : પ્રસિદ્ધ ઇટાલિયન સંશોધક, વિજ્ઞાની અને ઇલેક્ટ્રિકલ ઇજનેર. તેણે જગતને બિનતારી (wireless) સંચારની અણમોલ ભેટ આપી છે. માર્કોની વિદ્યાર્થી-અવસ્થાથી જ જિજ્ઞાસુ હતા. જોકે તેઓ બોલોન્યા યુનિવર્સિટીની પ્રવેશ-પરીક્ષામાં નિષ્ફળ ગયેલા. ત્યારપછી તેમણે જાતે વૈજ્ઞાનિક અભ્યાસ આગળ ધપાવ્યો. ઓગણીસમી સદીના એક ભૌતિકવિજ્ઞાની હાન્રિખ હર્ટ્ઝ(Hertz)ની…
વધુ વાંચો >માર્કોવા, ડેમ ઍલિસિયા
માર્કોવા, ડેમ ઍલિસિયા (જ. 1910, લંડન, ઇંગ્લૅન્ડ) : પ્રમુખ બૅલે-નૃત્યાંગના (ballerina). તેમણે કાર્નેગો સોસાયટી તથા વિક-વેલ્સ બૅલે તરફથી નૃત્ય-કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. ત્યારપછી ઍન્ટન ડૉલિન સાથે સહયોગમાં કાર્ય કર્યું; તેના પરિણામે 1935માં માર્કોવા ડૉલિન નામક નૃત્ય-સંસ્થાની સ્થાપના થઈ. તેમણે બંનેએ સાથે વિશ્વભરમાં નૃત્યપ્રયોગો રજૂ કર્યા. 1963માં તેમનું ‘ડેમ’ના ખિતાબ વડે…
વધુ વાંચો >માર્કોસ, ઇમેલ્ડા રૉમૅનુલ્ઝ
માર્કોસ, ઇમેલ્ડા રૉમૅનુલ્ઝ (જ. 2 જુલાઈ 1931, ટૅક્લૉબૅન, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડ ઇ. માર્કોસનાં મહત્વાકાંક્ષી પત્ની અને સત્તાધારી વ્યક્તિ. તે ગર્ભશ્રીમંત પરિવારનાં પુત્રી હતાં. 1953માં તેઓ ‘મિસ મનીલા’નું બિરુદ જીત્યાં હતાં અને 1954માં માર્કોસ સાથે લગ્ન કર્યું હતું. 1966માં તેઓ પ્રમુખના મહેલમાં રહેવા ગયા પછી ઉત્તરોત્તર વધતી જતી તેમની…
વધુ વાંચો >માર્કોસ, ફર્ડિનાન્ડ એફિલિન
માર્કોસ, ફર્ડિનાન્ડ એફિલિન (જ. 11 સપ્ટેમ્બર 1917, સારાત, ફિલિપાઇન્સ; અ. 28 સપ્ટેમ્બર 1989, હવાઈ, અમેરિકા) : ફિલિપાઇન્સના પ્રમુખ તથા જમણેરી રાજકારણી. તેઓ ફિલિપાઇન્સના ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ અને પુન: ચૂંટણીમાં વિજેતા બનનાર એકમાત્ર પ્રમુખ હતા. યુવાવયે 1935માં પિતાના ખૂનીની હત્યા કરવાનો આરોપ તેમના પર મુકાયેલો, જેનાથી તેઓ 1939માં મુક્ત થયા. આ…
વધુ વાંચો >માકર્યુઝ, હર્બર્ટ
માકર્યુઝ, હર્બર્ટ (જ. 19 જુલાઈ 1898, બર્લિન, જર્મની; અ. 29 જુલાઈ 1979, સ્ટર્નબર્ગ, પૂર્વ જર્મની) : જર્મન બૌદ્ધિક અને અમેરિકન સામાજિક રાજકીય ચિંતક. બર્લિનના ફાઇબર્ગમાં તેમણે અભ્યાસ કર્યો અને ત્યાંથી 1922માં ડૉક્ટરેટ મેળવ્યા બાદ ફ્રૅંકફર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ રિસર્ચની સ્થાપના કરી. આ સંસ્થા માર્કસવાદના અભ્યાસનું કેંદ્ર બની. જર્મનીમાં હિટલર સત્તા…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >