ખંડ ૧૪
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ
બ્રેકિનરિજ, જૉન સી
બ્રેકિનરિજ, જૉન સી (જ. 1821, લેક્સિકૉન નજીક, કેનટકી અમેરિકા; અ. 1875) : અમેરિકાના ઉપ-પ્રમુખ. 1847 સુધી તેમણે વકીલાતનો વ્યવસાય કર્યો. તે પછી તેઓ મેક્સિકન યુદ્ધ માટે રચાયેલા સ્વયંસેવક દળના મેજર તરીકે પસંદગી પામ્યા હતા. 1851થી 1855 સુધી તેઓ અમેરિકાની કૉંગ્રેસના સભ્ય રહ્યા. 1856માં તેઓ બુચનાનના શાસનકાળ દરમિયાન ઉપ-પ્રમુખપદે સ્થાન પામ્યા.…
વધુ વાંચો >બ્રેક્ટન, હેન્રી દ
બ્રેક્ટન, હેન્રી દ (જ. ?; અ. 1268) : મધ્યયુગીન અંગ્રેજ ન્યાયવિદ. બ્રિટિશ ન્યાયશાસ્ત્રના પિતામહ તરીકે તેઓ કાયદાશાસ્ત્રમાં ઓળખાય છે. તેઓ પાદરી બન્યા અને થોડાક સમય માટે ઇંગ્લૅન્ડના રાજાની સેવામાં રહ્યા. એમાં ખાસ તો એમનું પ્રસિદ્ધ પુસ્તક ‘De legibus et con suetu dinibus Angiae (‘On the Laws and Customs of England’)…
વધુ વાંચો >બ્રેખ્ત, આર્નોલ્ડ
બ્રેખ્ત, આર્નોલ્ડ (જ. 26 જાન્યુઆરી 1884, લુબેક, જર્મની; અ. 11 સપ્ટેમ્બર 1977, યુટીન, પશ્ચિમ જર્મની) : જર્મનીમાંથી દેશનિકાલ પામેલ લોકસેવક, વિચારક અને અગ્રણી રાજ્યશાસ્ત્રી. રાજ્યશાસ્ત્રના વૈજ્ઞાનિક સિદ્ધાંતોના ગૂઢ અર્થો પ્રગટ કરવા અંગે તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. જર્મનીની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા બાદ તેઓ 1906માં લિપઝિગ યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રના સ્નાતક બન્યા.…
વધુ વાંચો >બ્રેખ્ત, બર્ટોલ્ટ
બ્રેખ્ત, બર્ટોલ્ટ (જ. 10 ફેબ્રુઆરી 1898, ઑગ્સબર્ગ, જર્મની; અ. 14 ઑગસ્ટ 1956, ઇસ્ટ બર્લિન) : જર્મન નાટ્યકાર, કવિ. વીસમી સદીની રંગભૂમિ પર સૌથી વધુ પ્રભાવક અને લોકપ્રિય આ નાટ્યકારે નાટ્યલેખન, અભિનય અને દિગ્દર્શનને સૈદ્ધાંતિક રીતે પણ સામાજિક ર્દષ્ટિકોણ આપ્યો; એથી વીસમી સદીના ઉત્તરાર્ધના નટ-પ્રેક્ષક સંબંધને નવું પરિમાણ મળ્યું. સદીના પૂર્વાર્ધની…
વધુ વાંચો >બ્રેગનો નિયમ
બ્રેગનો નિયમ (Braggs’s law) : સ્ફટિકની રચનાને લગતા અભ્યાસ માટે જરૂરી નિયમ. λ તરંગલંબાઈ ધરાવતાં એક્સ–કિરણોની સમાન્તર કિરણાવલી(beam)ને સ્ફટિકના સમતલો ઉપર આપાત કરવામાં આવે છે, ત્યારે ભિન્ન-ભિન્ન સમતલોમાં રહેલા પરમાણુઓ વડે તેનું પરાવર્તન થાય છે. પાસે પાસેના ક્રમિક સમતલો વડે પરાવર્તન પામેલાં એક્સ–કિરણો વચ્ચે વ્યતિકરણ (interference) થતું હોય છે. બ્રેગના…
વધુ વાંચો >બ્રેગ, વિલિયમ લૉરેન્સ
બ્રેગ, વિલિયમ લૉરેન્સ (જ. 31 માર્ચ 1890, એડીલેઇડ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા; અ. 1 જુલાઈ, 1971, લંડન) : ઍક્સ–કિરણોના માધ્યમ દ્વારા સ્ફટિકોની સંરચનાના વિષદ વિશ્લેષક અને અંગ્રેજ ભૌતિકવિજ્ઞાની. તેઓ પોતાના પિતા સાથે કામ કરીને વિજ્ઞાનજગતમાં સુપ્રસિદ્ધ બન્યા હતા તેમણે ઉચ્ચશિક્ષણ ઑસ્ટ્રેલિયા તેમજ ઇંગ્લૅંન્ડમાં ટ્રિનિટી કૉલેજ કૅમ્બ્રિજ ખાતે લીધું હતું. યુવાનવયે જ તેઓ…
વધુ વાંચો >બ્રેગ, વિલિયમ હેન્રી
બ્રેગ, વિલિયમ હેન્રી (જ. 2 જુલાઈ 1862, વેસ્ટવર્ડ, કંબરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 10 માર્ચ 1942, લંડન) : એક્સ-કિરણો વડે સ્ફટિક-સંરચનાનું વિશદ વિશ્લેષણ કરનાર પ્રસિદ્ધ ભૌતિકવિજ્ઞાની. તેઓ પોતાના પુત્ર સાથે રહીને જીવનભર શોધખોળો કરતા રહ્યા અને ‘બ્રેગ પિતાપુત્ર’ની જોડી રૂપે ભૌતિકવિજ્ઞાનમાં એક વિશેષ છાપ મૂકતા ગયા. તેમણે ઉચ્ચશિક્ષણ કિંગ્ઝ કૉલેજ-લંડન તેમજ ટ્રિનિટી-કૉલેજ…
વધુ વાંચો >બ્રેઝનેવ, લિયોનિદ ઇલીચ
બ્રેઝનેવ, લિયોનિદ ઇલીચ (જ. 19 ડિસેમ્બર 1906, કામેન્સકોય, યુક્રેન; અ. 10 નવેમ્બર 1982, મૉસ્કો) : સોવિયેત રાજપુરુષ, સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રી અને સરકારના વડા. તેઓ 17 વર્ષની વયે સામ્યવાદી યુવક સંઘમાં જોડાયા. 1929માં સામ્યવાદી પક્ષના ઉમેદવાર-સભ્ય અને 1931માં પક્ષના સભ્ય બન્યા. 1935માં મેટાલર્જિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થઈ તેમણે પોલાદના કારખાનામાં…
વધુ વાંચો >બ્રેઝનેવ સિદ્ધાંત
બ્રેઝનેવ સિદ્ધાંત : ‘સમાજવાદ ભયમાં મુકાય ત્યારે સોવિયેત સંઘનો દરમિયાનગીરી કરવાનો અધિકાર’ પ્રસ્થાપિત કરવા રજૂ થયેલ સિદ્ધાંત. રશિયાના અગ્રણીમુત્સદ્દી અને 1964થી 82 સુધી સોવિયેત સામ્યવાદી પક્ષના વડા રહેલા બ્રેઝનેવે આ સિદ્ધાંત પ્રતિપાદિત કરેલો હોવાથી એ ‘બ્રેઝનેવ સિદ્ધાંત’ના નામથી જાણીતો થયો હતો. વીસમી સદીના સાઠીના દસકા દરમિયાન અમેરિકા અને સોવિયેત સંઘ…
વધુ વાંચો >બ્રેટિસ્લાવા (પ્રેસબર્ગ)
બ્રેટિસ્લાવા (પ્રેસબર્ગ) : અગાઉના ચેકોસ્લોવૅકિયાના સ્લાવાક સોશિયાલિસ્ટ રિપબ્લિકનું પાટનગર તથા પશ્ચિમ સ્લોવૅકિયા વિસ્તારનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 48° 09´ ઉ. અ. અને 17° 07´ પૂ. રે. પર વિયેનાથી પૂર્વમાં 56 કિમી. અંતરે ડેન્યૂબ નદીને કાંઠે વસેલું છે. પ્રાગ પછીના બીજા ક્રમે આવતું તે દેશનું મોટું શહેર ગણાય છે.…
વધુ વાંચો >બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…
વધુ વાંચો >બૉચિયોની, અમ્બર્તો
બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…
વધુ વાંચો >બોજ-બીબાં
બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…
વધુ વાંચો >બૉ, જૉયી
બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…
વધુ વાંચો >બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર
બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…
વધુ વાંચો >બોઝ, આનંદમોહન
બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…
વધુ વાંચો >બોઝ, ખુદીરામ
બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…
વધુ વાંચો >બોઝ, જગદીશચંદ્ર (સર)
બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) : બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…
વધુ વાંચો >બોઝ, દેવકી
બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…
વધુ વાંચો >બોઝ, નંદલાલ
બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…
વધુ વાંચો >