ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >બિલાસપુર (હિ. પ્ર.)
બિલાસપુર (હિ. પ્ર.) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 31° 12´ 30´´થી 31° 35´ 30´´ ઉ. અ. અને 76° 23´ 45´´થી 76° 55´ 40´´ પૂ. રે. વચ્ચેનો 1,167 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 42 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…
વધુ વાંચો >બિલિયર્ડ
બિલિયર્ડ : એક વિદેશી રમત. આ રમતનું ઉદભવસ્થાન ફ્રાન્સ ગણાય છે. ઇંગ્લૅન્ડમાં આ રમત અંગ્રેજ ઉમરાવો પોતાનાં મકાનોમાં મનોરંજન માટે રમતા હતા. પછી આ રમત મકાનોમાંથી ક્લબોમાં રમાવા લાગી. ઇંગ્લૅન્ડમાંથી ભારતના રાજાઓ બિલિયર્ડની રમતને ભારતમાં લાવ્યા. સાધનસંપન્ન વ્યક્તિઓ ફુરસદના સમયમાં મનોરંજન માટે આ રમત રમતા. એકલી વ્યક્તિ પણ કલાકોના કલાકો…
વધુ વાંચો >બિલ્મા
બિલ્મા : પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશની ઈશાનમાં અગાદેઝ વિસ્તારમાં ચાડ સરોવરની ઉત્તરે આશરે 480 કિમી. અંતરે આવેલો રણદ્વીપ (18° 30´ ઉ. અ. અને 13° 30´ આજુબાજુ) તથા તે જ નામ ધરાવતું નગર (18° 46´ ઉ. અ. અને 12° 50´ પૂ. રે.). રણદ્વીપ : આ રણદ્વીપ 96 કિમી. લંબાઈનો અને 16…
વધુ વાંચો >બિલ્વાદિ ચૂર્ણ
બિલ્વાદિ ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. તે વિવિધ પ્રકારના અતિસારના રોગોમાં વપરાય છે. તેમાં કાચા બીલીના ફળનો ગર્ભ, લજામણીનાં બીજ, શુદ્ધ કરેલ ભાંગ, કડાછાલ, જાયફળ, જાવંત્રી, ખસખસના દાણા, લીંડીપીપર, મોચરસ (એટલે કે શીમળાના ઝાડનો ગુંદર), જાંબુડાની છાલ, આંબાની છાલ, મહુડાની છાલ, જેઠીમધ, સુગંધી વાળો, ધાણા, જીરું, સૂંઠ અને ધાવડીનાં ફૂલ –…
વધુ વાંચો >બિલ્હણ
બિલ્હણ : સંસ્કૃત ભાષાના કાશ્મીરી મહાકવિ. તેઓ ‘વિક્રમાંકદેવચરિત’, ‘ચૌરપંચાશિકા’ અને ‘કર્ણસુંદરી’ના રચયિતા છે. જ્યેષ્ઠ કલશ અને નાગદેવીના પુત્ર. કોણમુખનગરમાં જન્મ, જે કાશ્મીરમાં પ્રવરપુર નજીકનું સ્થળ છે. બિલ્હણ સ્વયં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રના વિદ્વાન હતા. તેમના પિતાએ પણ પતંજલિના ‘મહાભાષ્ય’ પર ટીકા રચી હતી. કલશના રાજ્યકાળ દરમિયાન બિલ્હણ યશ અને નસીબ માટે…
વધુ વાંચો >બિશપ
બિશપ : ખ્રિસ્તી ધર્મના વડા અધિકારી. કૅથલિક અને ઍન્ગલિકન્સના ધર્મસંઘના માળખામાં બિશપ એક પદાધિકારી છે; દા.ત., કૅથલિક સંપ્રદાયમાં સર્વોચ્ચ સ્થાને પોપ છે. સંપ્રદાય હેઠળના સમગ્ર વૈશ્વિક વિસ્તારને સફળ સંચાલન માટે, ભૌગોલિક સીમાડાઓના અનુસંધાનમાં જુદા જુદા ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. આ ભાગને ધર્મપ્રાંત કહેવામાં આવે છે. હાલ ગુજરાતમાં ત્રણ કૅથલિક…
વધુ વાંચો >બિશપ, જે. એમ.
બિશપ, જે. એમ. : ઈ. સ. 1989ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારવિજેતા. એચ. ઈ. વૅર્મસ (Varmus) અને જે. એમ. બિશપને કૅન્સર કરતા જનીનો અંગેના સંશોધનને કારણે આ સન્માન પ્રાપ્ત થયું છે. તેમણે સાનફ્રાન્સિસ્કો ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં સિત્તેરના દાયકાના મધ્યભાગમાં વિવિધ પ્રયોગો કરીને જનીનો અને કૅન્સર વચ્ચેનો સંબંધ શોધવા…
વધુ વાંચો >બિશિ, પ્રમથનાથ
બિશિ, પ્રમથનાથ (જ. 1901; અ. 1985) : બંગાળી કવિ, નવલકથાકાર, વાર્તાકાર. શાળા અને કૉલેજનું શિક્ષણ શાંતિનિકેતનમાં. રવીન્દ્રનાથનાં ચેતના અને પરિવેશને તેમની જ ભૂમિકામાં આત્મસાત કરવાની જેમને ઉત્તમ તકો સાંપડેલી એવા લેખકોમાંના એક. બિશિની આરંભની કવિતામાં કેટલાંક સૉનેટ છે, જે પહેલાં ‘બંગશ્રી’માં પ્રકટ થયાં હતાં અને પછી 3 નાના સંગ્રહો –…
વધુ વાંચો >બિશ્નુપુર
બિશ્નુપુર : મણિપુર રાજ્યના દક્ષિણ-મધ્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 38´ ઉ. અ., 93° 46´ પૂ. રે. વચ્ચેનો માત્ર 496 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાન તરફ ઇમ્ફાલ જિલ્લો, પૂર્વ તરફ થૌબલ (ચાઉબલ) જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્ય…
વધુ વાંચો >બિશ્વાસ, અનિલ
બિશ્વાસ, અનિલ (જ. 7 જુલાઈ 1914, ગામ બારીસાલ, હાલ બાંગ્લાદેશ) : ભારતીય ચલચિત્રોના પાર્શ્વગાયનના પ્રણેતાઓ પૈકીના એક. નાટકોમાં સંગીત આપીને કારકિર્દીની શરૂઆત કરનાર અનિલ બિશ્વાસે ચલચિત્રોમાં સંગીત આપવાનો પ્રારંભ કર્યો ત્યારે ચલચિત્રો પણ રંગભૂમિના સંગીતથી પ્રભાવિત હતાં. તેમણે ચલચિત્રોને રંગભૂમિના સંગીતથી મુક્ત કરવાનું કામ કર્યું. ગરીબ પરિવારમાં જન્મેલા અનિલ બિશ્વાસને…
વધુ વાંચો >