ખંડ ૧૩

બક પર્લથી બોગોટા

બક, પર્લ

બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…

વધુ વાંચો >

બકરાં

બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…

વધુ વાંચો >

બકસર

બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન :  તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…

વધુ વાંચો >

બકા

બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…

વધુ વાંચો >

બકાન લીમડો

બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…

વધુ વાંચો >

બકુલ

બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…

વધુ વાંચો >

બકુલબનેર કવિતા

બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…

વધુ વાંચો >

બકુલાદેવી

બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…

વધુ વાંચો >

બકુલેશ

બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…

વધુ વાંચો >

બકોર પટેલ

બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…

વધુ વાંચો >

બર્કેટ, જિયોવાની

Jan 4, 2000

બર્કેટ, જિયોવાની (જ. 1783, મિલાન, ઇટાલી; અ. 1851) : ઇટાલીના નામી કવિ. 1816માં તેમણે ‘લેટરા સૅમિસરિયા ગ્રિસૉત્સોમો’ નામક નાની પુસ્તિકા લખી અને તે ઇટાલીની રોમૅન્ટિક ઝુંબેશ માટે ઘોષણાપત્ર બની ગઈ. રાજકીય કારણસર ધરપકડ થતી ટાળવા તે 1821માં વિદેશમાં ચાલ્યા ગયા અને મુખ્યત્વે ઇંગ્લૅન્ડમાં વસવાટ કર્યો; 1848માં બળવો નિષ્ફળ નીવડતાં તે…

વધુ વાંચો >

બર્કેલિયમ

Jan 4, 2000

બર્કેલિયમ : આવર્ત કોષ્ટક(periodic table)માંની ઍક્ટિનાઇડ અથવા ઍક્ટિનૉઇડ શ્રેણીનું આઠમા ક્રમનું રેડિયોધર્મી, પરાયુરેનિયમ (transuranium) રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા Bk. તેનો કોઈ સ્થાયી (stable) સમસ્થાનિક (isotope) ન હોવાથી પૃથ્વીના પોપડામાં તે મળતું નથી, પણ તેને નાભિકીય (nuclear) પ્રક્રિયાઓ દ્વારા મેળવવામાં આવે છે. આ માટે યોગ્ય લક્ષ્ય (target) પર વીજભારિત કણો કે ન્યૂટ્રૉન…

વધુ વાંચો >

બર્કોફ, જ્યૉર્જ ડેવિડ

Jan 4, 2000

બર્કોફ, જ્યૉર્જ ડેવિડ (જ. 21 માર્ચ 1884, ઓવરીસેલ મિશીગન (overisel MI); અ. 12 નવેમ્બર 1944) : અમેરિકામાં જન્મેલા પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી. તેમણે વિકલ સમીકરણ, ટોપૉલોજીમાં નકશામાં રંગ પૂરવાના સિદ્ધાંતો અને પ્રશિષ્ટ (classical) યંત્રવિદ્યામાં ત્રિપિંડની નિયંત્રિત સમસ્યા (restricted three body problem) વગેરે પર કામ કર્યું હતું. તેમણે ગણિત પરનું પ્રથમ સંશોધનપત્ર અઢાર…

વધુ વાંચો >

બર્કૉવિટ્સ, ડેવિડ

Jan 4, 2000

બર્કૉવિટ્સ, ડેવિડ (જ. આશરે 1953) : માનસિક વિકૃતિ ધરાવતો અમેરિકાનો નામચીન ખૂની. ન્યૂયૉર્કના પોલીસખાતાને લખેલી એક નોંધમાં તેણે પોતાની જાતને ‘સન ઑવ્ સૅમ’ તરીકે ઓળખાવી હતી. 1976–77ના આખા વર્ષ દરમિયાન તેણે ન્યૂયૉર્ક શહેરને ભય અને આતંકના ભરડાથી હચમચાવી મૂક્યું હતું. પ્રેમાલાપમાં મગ્ન થયેલાં યુગલો અથવા એકલદોકલ મહિલાને તે ખૂનનો શિકાર…

વધુ વાંચો >

બર્ગન્ડી

Jan 4, 2000

બર્ગન્ડી : મધ્ય ફ્રાન્સના પૂર્વ ભાગમાં આવેલો ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 46° 50´ ઉ. અ. અને 4° 45´ પૂ. રે. આજુબાજુનો 31,582 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. આ પ્રદેશના લોકોની મુખ્ય પ્રવૃત્તિ દ્રાક્ષના વાવેતરની છે. બર્ગન્ડી તેના દારૂ માટે દુનિયાભરમાં જાણીતું બનેલું છે. અહીં…

વધુ વાંચો >

બર્ગ, પૉલ

Jan 4, 2000

બર્ગ, પૉલ (જ. 30 જૂન 1926, ન્યૂયૉર્ક સિટી) : પ્રથમ નિર્ગમન આર. એન. એ.(transfer RNA)ની શોધ કરનાર તથા પુનર્યોજક ડીએનએ (recombinant DNA) તકનીકની પહેલ કરનાર અમેરિકન આણ્વિક જૈવવૈજ્ઞાનિક. બર્ગે પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટી તથા વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1952માં પીએચ.ડીની પદવી મેળવી. પ્રથમ વૉશિંગ્ટન યુનિવર્સિટી(સેન્ટ લૂઈસ)ની સ્કૂલ ઑવ્ મેડિસિનમાં અધ્યાપનકાર્ય…

વધુ વાંચો >

બર્ગ, મૅક્સ

Jan 4, 2000

બર્ગ, મૅક્સ (જ. 1870; અ. 1947) : પોલૅન્ડના આધુનિક સ્થપતિ. પોલૅન્ડના પશ્ચિમ ભાગમાં અગાઉ બ્રૅસ્લૉ નામે ઓળખાતા આજના વ્રૉકલૉ નગરમાં તેમનાં કેટલાંક મહત્વનાં સ્થાપત્યો આવેલાં છે. બર્ગ વ્રૉકલૉના નગરસ્થપતિ હતા. 1912થી 1923 સુધીમાં તેમણે ‘હાલા લુડોયા’ નામના ભવ્ય સભાખંડની ડિઝાઇન તૈયાર કરી. આ બાંધકામ 1925માં પૂરું થયું. અત્યાર સુધીમાં નિર્માણ…

વધુ વાંચો >

બર્ગમૅન, ઇન્ગ્રિડ

Jan 4, 2000

બર્ગમૅન, ઇન્ગ્રિડ (જ. 29 ઑગસ્ટ 1915, સ્વીડન; અ. 1982) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંવેદનશીલ અભિનેત્રી. માતાનું અવસાન ત્રીજે વર્ષે અને પિતાનું અવસાન ચૌદમે વર્ષે થતાં તેમનો ઉછેર મોટાભાગે સગાંઓએ કર્યો હતો. 1933માં હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા બાદ સ્ટૉકહોમની રૉયલ ડ્રામેટિક થિયેટર સ્કૂલમાં પ્રશિક્ષણ લીધું. સૌંદર્ય અને અભિનય-પ્રતિભા બંનેનો સુભગ સમન્વય હોવાને…

વધુ વાંચો >

બર્ગમૅન, ઇંગમાર

Jan 4, 2000

બર્ગમૅન, ઇંગમાર (જ. 14 જુલાઈ 1918, ઉપસાલા, સ્વીડન; અ. 30 જુલાઈ 2007, ફેરો, સ્વીડન) : સ્વિડિશ ચલચિત્રોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર દિગ્દર્શક. પિતાના અત્યંત કઠોર અનુશાસન હેઠળ તેમનું બાળપણ વીત્યું હતું. બાળપણના આ અનુભવોનું તેમનાં ચિત્રોમાં પ્રતિબિંબ પડતું રહ્યું છે. કારકિર્દીનો પ્રારંભ નાની ઉંમરે રંગમંચથી કર્યો. સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં નાટકોમાં અભિનય ઉપરાંત…

વધુ વાંચો >

બર્ગર, જૉન

Jan 4, 2000

બર્ગર, જૉન (જ. 1926, લંડન) : બ્રિટનના નવલકથાકાર, કલાવિવેચક તથા નાટ્યલેખક. તેમણે ‘સેન્ટ્રલ ઍન્ડ ચેલ્સા સ્કૂલ ઑવ્ આર્ટ’ ખાતે કલાનો અભ્યાસ કર્યો. પછી તેમણે ચિત્રકાર તરીકે તથા ચિત્રકલાના શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પરંતુ થોડા જ વખત પછી તે લેખનપ્રવૃત્તિ તરફ વળ્યા. તેમની માર્કસવાદી વિચારધારા તથા ચિત્રકલાની પાર્શ્વભૂમિકા તેમની નવલકથાના…

વધુ વાંચો >