ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બૃહત્કથામંજરી
બૃહત્કથામંજરી (ઈ. સ. અગિયારમી સદી) : ક્ષેમેન્દ્રે રચેલી ગુણાઢ્યરચિત બૃહત્કથાનો સંક્ષેપરૂપ ગ્રંથ. મૂળ પૈશાચી ભાષામાં લખાયેલી ગુણાઢ્યની બૃહત્કથા પરથી ક્ષેમેન્દ્ર અને સોમદેવે સંસ્કૃતમાં અનુક્રમે ‘બૃહત્કથામંજરી’, ‘કથાસરિત્સાગર’ની રચના કરી. ક્ષેમેન્દ્ર બૃહત્કથાને 18 ‘લંભક’માં વિભાજિત કરે છે. તે 75 હજાર શ્લોકો ધરાવે છે, જે સોમદેવના ‘કથાસરિત્સાગર’ના કરતાં 21 હજાર વધારે છે. શૌર્ય…
વધુ વાંચો >બૃહત્કલ્પભાષ્ય
બૃહત્કલ્પભાષ્ય : જૈન ધર્મનું જાણીતું ભાષ્ય. ‘કલ્પસૂત્ર’ કે ‘બૃહત્કલ્પસૂત્ર’ જૈનોનું એક છેદસૂત્ર છે. તેને ‘કલ્પાધ્યયન’ પણ કહે છે. તેના ઉપરનું આ ભાષ્ય વિ. સં. 645(ઈ. સ. 589)માં સંઘદાસગણિ ક્ષમાશ્રમણે રચ્યું. આ ભાષ્ય તથા તેના ઉપરની મલયગિરિ અને ક્ષેમકીર્તિની ટીકાઓનું સંપાદન મુનિ પુણ્યવિજયજીએ કર્યું છે અને તે આત્માનન્દ જૈન સભા, ભાવનગરે…
વધુ વાંચો >બૃહત્ કાવ્યદોહન
બૃહત્ કાવ્યદોહન : મધ્યકાલીન ગુજરાતી પદ્યરચનાઓનો અષ્ટગ્રંથી સંગ્રહ : ગ્રંથ 1 (1886), ગ્રંથ 2 (1887), ગ્રંથ 3 (1888), ગ્રંથ 4 (1890), ગ્રંથ 5 (1895), ગ્રંથ 6 (1901), ગ્રંથ 7 (1911), ગ્રંથ 8 (1913). સંપાદક : ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853–1912). પ્રકાશન : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ. કુલ 10 ગ્રંથમાં પ્રગટ કરવા ધારેલ…
વધુ વાંચો >બૃહત્ પિંગળ
બૃહત્ પિંગળ (1955) : ગુજરાતી કવિતાના સંદર્ભમાં પિંગળશાસ્ત્રની સર્વગ્રાહી ચર્ચા કરતો પ્રશિષ્ટ ગ્રંથ. ‘બૃહત્ પિંગળ’ રા. વિ. પાઠકના ગુજરાતી પિંગળના અધ્યયન અને સંશોધનનો નિચોડ આપતો, પંદર પ્રકરણો અને વીસ પરિશિષ્ટોમાં વહેંચાયેલો લગભગ સાત સો પૃષ્ઠોમાં વિસ્તરેલો ઉત્તમ ગ્રંથ છે. તેમણે પિંગળની ર્દષ્ટિએ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કવિતાની અને ખાસ કરીને…
વધુ વાંચો >બૃહત્ પોષક તત્વો
બૃહત્ પોષક તત્વો : વનસ્પતિના પોષણ માટે વધારે પ્રમાણમાં આવશ્યક પોષક તત્વો. જરૂરિયાતના સંદર્ભમાં પોષક તત્વોને મુખ્ય બે પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) બૃહત્ પોષક તત્વો (macronutrients) : તેઓ વિશેષ પ્રમાણમાં જરૂરી હોય છે. હાઇડ્રોજન, કાર્બન, ઑક્સિજન, નાઇટ્રોજન, પોટૅશિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ અને સલ્ફર બૃહત્ પોષક તત્વો છે.…
વધુ વાંચો >બૃહત્સર્વાનુક્રમણી
બૃહત્સર્વાનુક્રમણી : વેદનાં સૂક્તોના ઋષિઓ, છંદો, દેવતા, અનુવાક્, સૂક્ત વગેરેની સૂચિઓનો ગ્રંથ. ‘સર્વાનુક્રમણી’માં વેદના ઋષિ, મંત્ર, દેવતા અને વિષયને સૂક્ત તથા અનુવાકના ક્રમ પ્રમાણે એકત્રિત કરવામાં આવ્યા છે. ‘બૃહત્સર્વાનુક્રમણી’માં આ ચારેય વિષયોને એકસાથે રાખવામાં આવ્યા છે. પ્રાચીન કાળમાં મૌખિક પઠન–પાઠન–પદ્ધતિ હતી; અભ્યાસુને તેમજ અધ્યાપકને તે તત્કાલીન સંદર્ભમાં સહાયરૂપ બનતી હતી.…
વધુ વાંચો >બૃહત્સંહિતા
બૃહત્સંહિતા (ઈ. સ. 505) : વરાહમિહિરે વૃદ્ધ વયે રચેલો ફલિત જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ. એનો અનુવાદ અરબી ભાષામાં બરૂનીએ કર્યો છે. આ ગ્રંથ મૂળ પ્રત ઉપરથી ડૉ. કર્નેએ સૌપ્રથમ છાપ્યો. અંગ્રેજી ભાષાન્તર રૉયલ એશિયાટિક સોસાયટીએ તેના પાંચમા પુસ્તક તરીકે પ્રગટ કર્યું. બિબ્લિઑથેકા ઇંડિકા(કલકત્તા)એ મૂળ ‘બૃહત્સંહિતા’ પ્રગટ કરી. તેની સાથે મૂળ અને ભાષાન્તર…
વધુ વાંચો >બૃહદારણ્યક ઉપનિષદ
બૃહદારણ્યક ઉપનિષદ : જુઓ ઉપનિષદ
વધુ વાંચો >બૃહદ્ જાતક
બૃહદ્ જાતક : જ્યોતિષશાસ્ત્રનો એક જાણીતો ગ્રંથ. રચયિતા વરાહમિહિર. જન્મસ્થળ ઉજ્જૈન. પિતા આદિત્ય. ગુરુ પણ એ જ. સૂર્યવંશી બ્રાહ્મણકુળ. ઇષ્ટદેવ સૂર્ય. છઠ્ઠી સદીના પૂર્વભાગમાં જન્મેલા આ જ્યોતિષાચાર્યે સૂર્યસિદ્ધાંતના અનેક ગ્રંથોની રચના કરી છે. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રની ત્રણ શાખાઓ સિદ્ધાંત, સંહિતા અને હોરામાં નિપુણતા પ્રાપ્ત કરી અજોડ જ્યોતિર્વિદનું સ્થાન પ્રાપ્ત કર્યું…
વધુ વાંચો >બૃહદ્ દેવતા
બૃહદ્ દેવતા (ઈ. પૂ. આઠમી સદી) : વૈદિક દેવતાઓ વિશે માહિતી આપતો ગ્રંથ. ‘બૃહદ્દેવતા’માં ઋગ્વેદની દેવતાઓ(‘દેવતા’ શબ્દ સ્ત્રીલિંગ છે)ની બૃહદ્ એટલે કે સવિસ્તર, લગભગ સંપૂર્ણ સૂચિ ઉપલબ્ધ છે; પરંતુ ‘દેવતાનુક્રમણી’ ગ્રંથની જેમ, આ ગ્રંથ, દેવતા-સૂચિ પૂરતો જ મર્યાદિત નથી. મહદંશે અનુષ્ટુપ છંદમાં, કૌશિક નામના વૈદિક પંડિતે રચેલા મનાતા ‘બૃહદ્ દેવતા’માં…
વધુ વાંચો >બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >