ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બુદ્ધચરિત
બુદ્ધચરિત : બુદ્ધના જીવન વિશે સંસ્કૃત ભાષામાં મહાકવિ અશ્વઘોષે રચેલું મહાકાવ્ય. પ્રસ્તુત મહાકાવ્ય (ઈ.સ.ની પ્રથમ સદી) ભગવાન બુદ્ધના જીવન અને ઉપદેશને રજૂ કરે છે. ‘બુદ્ધચરિત’ના તિબ્બતી અને ચીની ભાષામાં જે અનુવાદો થયા છે તેમાં 28 સર્ગો છે. જ્યારે મૂળ સંસ્કૃતમાં 17 સર્ગો છે. જોકે કેવિલ 13 અને 14મા સર્ગના કેટલાક…
વધુ વાંચો >બુદ્ધદત્ત
બુદ્ધદત્ત : જાણીતા બૌદ્ધ ટીકાકાર. બૌદ્ધ મૂળગ્રંથોના ત્રણ અતિપ્રસિદ્ધ ટીકાકારોમાં તેમનો સમાવેશ થાય છે. ઈસવી સનના પાંચમા શતકમાં દક્ષિણના ચોળ રાજાઓના રાજ્યમાં કાવેરીતટે ઉરગપુર(ઉરિયાઊર)માં તેઓ જન્મેલા અને દક્ષિણ ભારતના નૂતન વૈષ્ણવ સુધારક વેણ્હુદાસ (વિષ્ણુદાસ) કે કણ્હદાસે (કૃષ્ણદાસ) કાવેરીને કિનારે ખાસ ઊભા કરેલા પ્રખ્યાત મઠમાં રહીને જ તેમણે તેમની બધી કૃતિઓ…
વધુ વાંચો >બુધ
બુધ (Mercury) : સૂર્યથી નજીકમાં નજીક આવેલો સૌરમંડળનો ગ્રહ. તેનો વ્યાસ 4,876 કિમી. અને સૂર્યથી તેનું અંતર 5.79 x 107 (= 5.79 કરોડ) કિમી. છે. બુધ કદમાં નાનો છે અને ઝળહળતા સૂર્યની ખૂબ નજીક છે. તેથી આ ગ્રહને પૃથ્વી ઉપરથી જોવા માટે દૂરબીન અનિવાર્ય છે. વર્ષ દરમિયાન કેટલીક વખત બુધ…
વધુ વાંચો >બુધ (મૂર્તિવિધાન)
બુધ (મૂર્તિવિધાન) : હિંદુ ખગોળશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રમાંના નવ ગ્રહ તરીકે જાણીતા ગ્રહો પૈકીનો એક. ગ્રહો કેટલાંક મંદિરોમાં પૂજાતા હોવાથી ત્યાં એમની મૂર્તિઓ જોવામાં આવે છે. બુધને સામાન્યપણે ચંદ્રનો પુત્ર ગણવામાં આવે છે. તેની મૂર્તિ સિંહાસન પર બેઠેલી હોય છે. તેને પીળાં પુષ્પોનો હાર, સોનાના અલંકારો પહેરાવાય છે. બુધના શરીનો વર્ણ…
વધુ વાંચો >બુધગુપ્ત
બુધગુપ્ત (ઈ. સ. 477–495 દરમિયાન હયાત) : ગુપ્ત વંશનો સમ્રાટ. સ્કંદગુપ્ત પછી તેનો ભાઈ પુરુગુપ્ત ગાદી પર આવ્યો. તેના પછી તેનો પુત્ર બુધગુપ્ત, ઈ. સ. 477માં સત્તાસ્થાને આવ્યો. હ્યુ-એન-ત્સાંગના મત મુજબ તે શક્રાદિત્ય = મહેન્દ્રાદિત્ય કુમારગુપ્ત 1નો પુત્ર હતો. તેણે ઈ. સ. 477થી 495 સુધી રાજ્ય કર્યું હતું એમ તેના…
વધુ વાંચો >બુદ્ધિ અને બુદ્ધિમાપન
બુદ્ધિ અને બુદ્ધિમાપન મનની એક શક્તિ અને તેનું માપન. બુદ્ધિ મનની એક શક્તિ ગણાય છે. પરંતુ એના સ્વરૂપ અંગે અનેક મતમતાંતર છે. કેટલાક મનોવિજ્ઞાનીઓ બુદ્ધિને મનની એક સાર્વત્રિક શક્તિ માને છે, જે દરેક મનુષ્યને તેના જન્મથી મળે છે. એ કુદરતી શક્તિ વાતાવરણની અસરથી તેના આવિર્ભાવમાં ભિન્ન દેખાય છે, પણ તેની…
વધુ વાંચો >બુદ્ધિધન નિસ્સરણ
બુદ્ધિધન નિસ્સરણ (brain drain) : કોઈ પણ દેશના નિષ્ણાત લોકો (એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો, ટૅકનિશિયનો અને જુદા જુદા વિષયમાં નામાંકિત વ્યક્તિઓ) પોતાનો દેશ છોડીને વધારે આવક મેળવવા માટે થોડાં વર્ષો કે કાયમ માટે બીજા દેશોમાં નોકરી-ધંધા સ્વીકારી ત્યાં સ્થળાંતર કરે તે. બુદ્ધિધન નિસ્સરણને માનવમૂડીની નિકાસ પણ કહી શકાય. બુદ્ધિધન નિસ્સરણ એ…
વધુ વાંચો >બુદ્ધિપ્રકાશ
બુદ્ધિપ્રકાશ (1854થી ચાલુ) : ગુજરાત વિદ્યાસભા(અગાઉની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)નું ગુજરાતી મુખપત્ર. 1818માં ગુજરાતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના પછી 1846માં ઍલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બ્સ અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ તરીકે આવ્યા. ઇતિહાસમાં તેમજ ઇતિહાસને લગતાં તથા અન્ય પ્રકારનાં પુસ્તકોનો સંગ્રહ કરવાનો તેમને ભારે શોખ હતો. ગુજરાતની પ્રજામાં વિદ્યા-કેળવણીનો પ્રસાર થાય, તેમને માટે પુસ્તકો સુલભ બને,…
વધુ વાંચો >બુદ્ધિસાગરસૂરિ
બુદ્ધિસાગરસૂરિ (જ. 31 જાન્યુઆરી 1874, વિજાપુર; અ. 9 જૂન 1925, વિજાપુર) : જૈન ધર્મના સુપ્રસિદ્ધ કવિ, લેખક, શાસ્ત્રવિશારદ, યોગનિષ્ઠ તપસ્વી આચાર્ય. દીક્ષા પૂર્વેનું નામ બેચરદાસ શિવાભાઈ પટેલ. જ્ઞાતિએ કડવા પાટીદાર. વિજાપુરની ગ્રામશાળામાં ગુજરાતી છ ચોપડી સુધી અભ્યાસ. ધીમે ધીમે સ્વપ્રયત્ને સંસ્કૃત અને પ્રાકૃત શીખ્યા. પિતૃપક્ષે શિવપૂજક અને માતૃપક્ષે વૈષ્ણવ ધર્મના…
વધુ વાંચો >બુનબુન (લછમન રૈના)
બુનબુન (લછમન રૈના) (જ. 1812; અ. 1884) : કાશ્મીરી લેખક. ફારસી મહાકાવ્ય ‘શાહનામા’નું ‘સમનામા’ નામે કાશ્મીરીમાં રૂપાંતર કરનાર ‘બુનબુન’ (તખલ્લુસ) કાશ્મીરી સાહિત્યના અગ્રગણ્ય કવિ છે. રૂપાંતર કરતાં, એમણે મૂળ ફારસીના માળખાનું એવું પરિવર્તન કર્યું છે, કે એ કાવ્ય પૂર્ણાંશે કાશ્મીરી લાગે. પાત્રોનાં નામો, સ્થળવર્ણનો, અલંકારો, રીતરિવાજો અને સમગ્ર વાતાવરણ કાશ્મીરનું…
વધુ વાંચો >બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >