ખંડ ૧૩

બક પર્લથી બોગોટા

બક્ષિસ

બક્ષિસ (gift) : મિલકતની તબદીલીનો એક પ્રકાર. મિલકતના વેચાણ (sale) અને વિનિમય(exchange)માં તબદીલી કે ફેરબદલો અવેજ સાટે થાય છે, પરંતુ બક્ષિસ દ્વારા વ્યવહારમાં માલિકીહકની ફેરબદલી વિના અવેજે થાય છે, જે કાયદેસર ગણાય છે. બક્ષિસનો વ્યવહાર દ્વિપક્ષીય છે. કરાર કરવાને સક્ષમ વ્યક્તિ બક્ષિસ કરી શકે છે. બક્ષિસ કરનારને દાતા (donor) અને…

વધુ વાંચો >

બક્ષિસવેરો

બક્ષિસવેરો : બક્ષિસ આપનારે આખા વર્ષ દરમિયાન આપેલી કુલ બક્ષિસ ઉપર ભારત સરકાર દ્વારા એક સમયમાં વસૂલ કરવામાં આવતો અને હવે રદ કરવામાં આવેલો કર. બક્ષિસવેરા ધારા – 1958ના આધારે ભારતમાં તા. 1–4–1958થી બક્ષિસવેરો ઉઘરાવવામાં આવતો હતો. આ કાયદો જમ્મુ-કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડતો હતો. બક્ષિસવેરો વસૂલ કરવા…

વધુ વાંચો >

બક્ષી, ઉપેન્દ્ર

બક્ષી, ઉપેન્દ્ર (જ. 9 નવેમ્બર 1938, રાજકોટ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ભારતના ન્યાયવિદ. પિતાનું નામ વિષ્ણુપ્રસાદ, માતાનું નામ મુક્તાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1959માં ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ., 1962માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. તથા 1967માં એલએલ.એમ. અને અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ જ્યુરિસ્ટિક સાયન્સની પદવી મેળવી. તેમની કાયદાશાસ્ત્રના…

વધુ વાંચો >

બક્ષી, ગજેન્દ્ર

બક્ષી, ગજેન્દ્ર (જ. 4 ફેબ્રુઆરી 1946) : શાસ્ત્રીય સંગીતના ગુજરાતના જાણીતા ગાયક. પિતા ભૂપતરાય ઉચ્ચ કક્ષાના ગાયક, તબલાવાદક તથા ચિત્રકામના શોખીન હતા. કલારસિક તથા સંગીતમય કૌટુંબિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો. છ વર્ષની વયથી ગ્રામોફોન રેકર્ડ સાંભળીને ગજેન્દ્રભાઈને જાગેલો શાસ્ત્રીય ગાયનનો શોખ દસ વર્ષે તબલાવાદન તથા ગાયનના અભ્યાસ સાથે પોષાવા…

વધુ વાંચો >

બક્ષી, ગુલામ મહંમદ 

બક્ષી, ગુલામ મહંમદ  (જ. જુલાઈ 1907) : આઝાદીના લડવૈયા, કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રવાદી નેતા. પિતા શકીલ અહમદ બક્ષી. કિશોરાવસ્થામાં પર્વતખેડુ બનવાનો શોખ હોવાથી લદ્દાખ અને સ્કાર્ફના પહાડો તેઓ ખૂંદી વળ્યા હતા. આથી તેમનું શરીર તાલીમબદ્ધ અને કસાયેલ હતું. પ્રારંભે અખિલ હિંદ ચરખા સંઘના સભ્ય હતા. શિક્ષક તરીકે તેમણે વ્યાવસાયિક…

વધુ વાંચો >

બક્ષી, ચન્દ્રકાન્ત કેશવલાલ

બક્ષી, ચન્દ્રકાન્ત કેશવલાલ (જ. 20 ઑગસ્ટ 1932, પાલનપુર, ગુજરાત; અ. 25 માર્ચ 2006 અમદાવાદ) : ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને પત્રકાર. પિતા વેપાર માટે કોલકાતા આવ્યા તે પછી ઈ.સ. 1948 સુધી વિવિધ કારણોસર બક્ષીપરિવારને કોલકાતા-પાલનપુરમાં અસ્થાયીપણે રહેવાનું બન્યું. 1952માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થઈને બક્ષી કોલકાતામાં સ્થિર થયા. 1956માં એલએલબી. અને…

વધુ વાંચો >

બક્ષી પંચ

બક્ષી પંચ : 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ પૂર્વેથી પરાધીનતાને પડકાર ફેંકનાર જૂથોને બ્રિટિશ સલ્તનત અને દેશી રાજાઓ વખતોવખત ગુનાહિત ધારા યા વટહુકમ બહાર પાડી અંકુશિત કરતા હતા. આવાં જૂથોની અલગ નામાવલી રાખવામાં આવતી હતી. તેમને સામૂહિક દંડ થતો હતો તેમજ તેમને માટે સામૂહિક હાજરીની પ્રથાનો અમલ પણ શરૂ થયો હતો. આવાં…

વધુ વાંચો >

બક્ષી, રામપ્રસાદ પ્રેમશંકર

બક્ષી, રામપ્રસાદ પ્રેમશંકર (જ 20 જૂન 1894, જૂનાગઢ; અ. 22 માર્ચ 1987, મુંબઈ) : ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ પરંપરાના વિવેચક, સંપાદક અને અનુવાદક. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં. 1910માં મૅટ્રિક. 1914માં સંસ્કૃતના વિષય સાથે બી.એ. 1915થી મુંબઈમાં નિવાસ. તેમણે શાળાના આચાર્ય તેમજ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. 1976–77માં તેઓ…

વધુ વાંચો >

બક્ષી, હંસરાજ

બક્ષી, હંસરાજ (જ. ઈ. સ. 1662, પન્ના, મ.પ્ર.; અ.) : બુંદેલખંડના મહારાજા છત્રસાલના પૌત્ર સભાસિંહના દીવાન કવિ. પિતા કાયસ્થ કેશવરાય પણ પન્નારાજ્યના પદાધિકારી હતા. બક્ષીજી હિંદી સાહિત્ય અને નિજાનંદ (પ્રણામી) ધર્મના માન્ય વિદ્વાન હતા. તેમણે દશ ગ્રંથોની રચના કરી છે. એમાં (1) ‘સ્નેહસાગર’, (2) ‘વિરહવિલાસ’, (3) ‘બારહમાસા’, (4) ‘તેરમાસા’ તેમજ…

વધુ વાંચો >

બખલે, ભાસ્કર બુવા

બખલે, ભાસ્કર બુવા (જ. 17 ઑક્ટોબર 1869, કઠોર, જિ. વડોદરા; અ. 8 એપ્રિલ 1922, પુણે) : ઉત્તર હિંદુસ્તાની સંગીતની એક આગવી શૈલીના ગાયક. નાનપણમાં સંસ્કૃત શીખવાના ઇરાદાથી તેઓ વડોદરા ગયા અને ત્યાંની રાજારામ શાસ્ત્રીની સંસ્કૃત પાઠશાળામાં દાખલ પણ થયા. પરંતુ સંગીત પ્રત્યે અધિક રુચિ હોવાથી તેઓ કીર્તનકાર વિષ્ણુ બુવા પિંગળે…

વધુ વાંચો >

બક, પર્લ

Jan 1, 2000

બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…

વધુ વાંચો >

બકરાં

Jan 1, 2000

બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…

વધુ વાંચો >

બકસર

Jan 1, 2000

બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન :  તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…

વધુ વાંચો >

બકા

Jan 1, 2000

બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…

વધુ વાંચો >

બકાન લીમડો

Jan 1, 2000

બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…

વધુ વાંચો >

બકુલ

Jan 1, 2000

બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…

વધુ વાંચો >

બકુલબનેર કવિતા

Jan 1, 2000

બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…

વધુ વાંચો >

બકુલાદેવી

Jan 1, 2000

બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…

વધુ વાંચો >

બકુલેશ

Jan 1, 2000

બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…

વધુ વાંચો >

બકોર પટેલ

Jan 1, 2000

બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…

વધુ વાંચો >