ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બરૉક કલાશૈલી
બરૉક કલાશૈલી : ઈ. સ. 1600થી 1750 સુધી વિસ્તરેલી પશ્ચિમ યુરોપની એક કળાપ્રણાલી. પોર્ટુગીઝ શબ્દ ‘બારોકો’ (Baroco) પરથી ઊતરી આવેલો શબ્દ ‘બરૉક’ (Baroque) મૂળમાં ફ્રેંચ ઝવેરીઓ વાપરતા હતા; તેનો અર્થ ‘ખરબચડું મોતી’ એવો થાય છે. આ કળાપ્રણાલી આમ તો નવજાગરણકાળ અને રીતિવાદનાં વલણોનો જ વિસ્તાર છે; પરંતુ ગતિમયતા અને વિગતપ્રાચુર્યના…
વધુ વાંચો >બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરી, વડોદરા (1894)
બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરી, વડોદરા (1894) : ગુજરાતનું સદીજૂનું અનન્ય સંગ્રહાલય. બહુહેતુક વિશાળ સંગ્રહ ધરાવતા ગુજરાતના આ સૌથી મોટા રાજ્ય સંગ્રહાલયની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળ દરમિયાન થઈ હતી. પ્રજાવત્સલ રાજાએ પ્રજામાં વિજ્ઞાન અને કલા-ર્દષ્ટિ વિકસે એ માટે તેની રચના કરી હતી. વિવિધ દેશોની વિશિષ્ટ કલાકૃતિઓ અને હસ્તકળાના…
વધુ વાંચો >બરોળ (spleen) અને બરોળ-ઉચ્છેદન (splenectomy)
બરોળ (spleen) અને બરોળ-ઉચ્છેદન (splenectomy) : બરોળ : પેટના ડાબા અને ઉપરના ભાગમાં આવેલો લંબગોળ પિંડ જેવો અવયવ. તેને પ્લીહા પણ કહે છે. તે શરીરના લસિકાભ-તનુતન્ત્વી તંત્ર (lymphoreticular system) નામના રોગપ્રતિકારક તંત્રનો અવયવ ગણાય છે. શરીરની લસિકાભ-પેશી(lymphatic tissue)નો મોટો જથ્થો તેમાં આવેલો છે. તેની લંબાઈ આશરે 12 સેમી. છે. પેટના…
વધુ વાંચો >બરૌની
બરૌની : બિહાર રાજ્યના બેગુસરાઈ જિલ્લામાં બેગુસરાઈની તદ્દન નજીક વાયવ્યમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 25° 30´ ઉ. અ. અને 85° 58´ પૂ. રે. ગંગા નદીની ઉત્તર તરફ વસેલું આ નગર બેગુસરાઈ સાથે ભળી જઈ તેના એક ભાગરૂપ બની રહ્યું છે. અગાઉ ઝલ્દાભજ તરીકે અહીંનો એક ભાગ 1961માં ફૂલવાડિયા વિભાગ…
વધુ વાંચો >બર્ક, એડમંડ
બર્ક, એડમંડ (જ. 12 જાન્યુઆરી 1729, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 9 જુલાઈ 1797, બકિંગશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ રાજનીતિજ્ઞ, ચિંતક, પત્રકાર અને અપ્રતિમ વક્તા. તેમણે ટ્રિનિટી કૉલેજ–ડબ્લિન (1744) અને ત્યારબાદ મિડલ ટેમ્પલ, લંડનમાં અભ્યાસ કર્યો હતો. ક્વેકર સંપ્રદાયની શાળામાં શિક્ષણ લીધું હોવાથી સ્વતંત્ર વિચારશક્તિ કેળવાઈ હતી. કાયદાની વિદ્યાશાખાના અભ્યાસમાં તેમને રસ ન…
વધુ વાંચો >બર્ક, રૉબર્ટ ઓ’ હારા
બર્ક, રૉબર્ટ ઓ’ હારા (જ. 1820, સેંટ ક્લૅરન્સ, આયર્લૅન્ડ; અ. 1861) : ઑસ્ટ્રેલિયા ખૂંદી વળનાર સાહસિક પ્રવાસી. તેમણે બેલ્જિયમમાં અભ્યાસ કર્યો. 1840માં ઑસ્ટ્રેલિયાના લશ્કરમાં સેવા આપી. 1848માં આઇરિશ કૉન્સ્ટેબ્યુલરીમાં જોડાયા અને 1853માં સ્થળાંતર કરીને ઑસ્ટ્રેલિયા જઈ વસ્યા. બર્ક તથા વિલ્સના સાહસલક્ષી પ્રવાસોના નેતા તરીકે ઉત્તરથી દક્ષિણ તરફના દિશામાર્ગે ઑસ્ટ્રેલિયા ખંડને…
વધુ વાંચો >બર્કલી
બર્કલી : પશ્ચિમ કૅલિફૉર્નિયામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 37° 52´ ઉ. અ. અને 122° 16´ પ. રે. તે સાન ફ્રાન્સિસ્કોના ઉપસાગર પર, સાન ફ્રાન્સિસ્કો શહેરથી 13 કિમી. અંતરે અલામેડા પરગણામાં આવેલું છે. આ શહેર અત્યંત સુંદર છે. તે ઉપસાગરના કિનારા પાસેથી શરૂ થાય છે અને શહેરની પૂર્વ તરફ આવેલી…
વધુ વાંચો >બર્કલી, જ્યૉર્જ
બર્કલી, જ્યૉર્જ (જ. 1695; અ. 1753) : આયર્લૅન્ડના ઍંગ્લિકન ચર્ચના બિશપ, આઇરિશ ફિલસૂફ. બર્કલી ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાંથી 19 વર્ષની વયે સ્નાતક થયા હતા. 1707માં તે જ સંસ્થામાં તેઓ ‘ફેલો’ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારપછીનાં છ વર્ષોમાં જ તેમણે તત્વજ્ઞાનમાં યુવાન વયે જ વિવિધ ગ્રંથો દ્વારા મહત્વનું યોગદાન કર્યું હતું. તેમનાં…
વધુ વાંચો >બર્ક-વાઇટ, માર્ગારેટ
બર્ક-વાઇટ, માર્ગારેટ (જ. 1906, ન્યૂયૉર્ક સિટી; અ. 1971) : અમેરિકાનાં નામી મહિલા ફોટો-જર્નાલિસ્ટ. તેમણે અભ્યાસ કોલંબિયા યુનિવર્સિટી ખાતે કર્યો. તે પછી તેમણે ઔદ્યોગિક ક્ષેત્રના અને સ્થાપત્ય વિષયના ફોટોગ્રાફર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. 1936માં ‘લાઇફ’ સામયિક શરૂ થયું ત્યારે તેનાં સ્ટાફ-ફોટોગ્રાફર અને સહતંત્રી બન્યાં. ‘લાઇફ’ સામયિક માટે તેમણે બીજા વિશ્વયુદ્ધના વિગત-સમાચાર…
વધુ વાંચો >બર્કિટ, માઇલ્સ સી.
બર્કિટ, માઇલ્સ સી. : વિશ્વના પ્રથમ પંક્તિના પ્રાગ્-ઇતિહાસવિદ્. તેમણે પ્રાગ્-ઇતિહાસ સંબંધી અભ્યાસ અને સંશોધનમાં પ્રાગ્-ઇતિહાસ અને પ્રાચીન આબોહવાના તબક્કા નક્કી કરી નવી કેડી કંડારી હતી. યુરોપમાં ખાસ કરીને ફ્રાંસમાંથી મળેલાં ઓજારો, ગુફાચિત્રો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રાગ્-ઇતિહાસ વિશે ઊંડો અભ્યાસ કર્યો. ભારતમાં 1930 આસપાસ તેમણે આંધ્રપ્રદેશમાં પ્રાગ્-ઐતિહાસિક સર્વેક્ષણ કરી ઉત્તરઅશ્મકાલીન (upper…
વધુ વાંચો >બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >