બર્ક, રૉબર્ટ ઓ’ હારા

January, 2000

બર્ક, રૉબર્ટ ઓ’ હારા (જ. 1820, સેંટ ક્લૅરન્સ, આયર્લૅન્ડ; અ. 1861) : ઑસ્ટ્રેલિયા ખૂંદી વળનાર સાહસિક પ્રવાસી. તેમણે બેલ્જિયમમાં અભ્યાસ કર્યો. 1840માં  ઑસ્ટ્રેલિયાના લશ્કરમાં સેવા આપી. 1848માં આઇરિશ કૉન્સ્ટેબ્યુલરીમાં જોડાયા અને 1853માં સ્થળાંતર કરીને ઑસ્ટ્રેલિયા જઈ વસ્યા. બર્ક તથા વિલ્સના સાહસલક્ષી પ્રવાસોના નેતા તરીકે ઉત્તરથી દક્ષિણ તરફના દિશામાર્ગે ઑસ્ટ્રેલિયા ખંડને ઓળંગનાર તે સર્વપ્રથમ શ્વેત સાહસખેડુ બની રહ્યા. વળતા પ્રવાસ દરમિયાન બર્ક અને વિલ્સ એ બંને સાહસિકો ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હતા.

મહેશ ચોકસી