ખંડ ૧૩

બક પર્લથી બોગોટા

બેસ્મર, હેન્રી (સર)

બેસ્મર, હેન્રી (સર) (જ. 1813, ચાર્લટન, ઇંગ્લૅન્ડ; અ. 1898) : મહત્વના સંશોધક અને ઇજનેર. તેઓ આપમેળે શિક્ષણ પામ્યા હતા. ઉત્કટ સંશોધકવૃત્તિ ધરાવતા હતા. પોતાના પિતાની ટાઇપફાઉન્ડ્રીમાં જ તેમણે ધાતુવિજ્ઞાન આપમેળે શીખી લીધું હતું. 1853થી ’56 દરમિયાન ક્રિમિયન યુદ્ધના પ્રસંગે તોપની તાતી જરૂરત પડવાનો પ્રસંગ ઊભો થયો. આથી તેમને સંખ્યાબંધ શોધો…

વધુ વાંચો >

બેહરિંગ, એમિલ ઍડૉલ્ફ વૉન (Behring Emil Adolf Von)

બેહરિંગ, એમિલ ઍડૉલ્ફ વૉન (Behring Emil Adolf Von) (જ. 15 માર્ચ 1854, મૅન્સ ડૉર્ફ, પ્રશિયા (હાલ જર્મની) અ. 13 માર્ચ 1917, માર્બર્ગ, જર્મની) : ઈ. સ. 1901માં એનાયત થયેલા સૌપ્રથમ નોબેલ પુરસ્કારથી સન્માનિત જર્મન વૈજ્ઞાનિક. તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના આ પુરસ્કાર દ્વારા તેમની રુધિરરસ (blood serum) વડે કરી શકાતી ચેપી…

વધુ વાંચો >

બેહાઇમ, માર્ટિન

બેહાઇમ, માર્ટિન (જ. 1449, ન્યુરેમ્બર્ગ, જર્મની; અ. 1507) : નામી ભૂગોળવિજ્ઞાની તથા નૌકાચાલક. લગભગ 1484માં તેઓ પૉર્ટુગલમાં સ્થાયી થયા. આફ્રિકાના દરિયાકાંઠાનાં અનેક શોધ-સાહસોમાં તેઓ અગ્રેસર રહ્યા અને નિર્ણાયક કામગીરી બજાવી. 1490માં તેઓ ન્યુરેમ્બર્ગ પાછા ફર્યા અને ત્યાં પૃથ્વીના ગોળાનું નિર્માણ કર્યું, જે અત્યારે અસ્તિત્વમાં હોય તેવો સૌથી પ્રાચીન ગોળો છે.…

વધુ વાંચો >

બેહિસ્તુન

બેહિસ્તુન : પશ્ચિમ ઈરાનના કરમનશા પ્રદેશમાં ઝાગ્રોસ પર્વતની તળેટીમાં આવેલાં ગામ અને ઊભો ખડક. પ્રાચીન સમયમાં મિડિયાના પાટનગર એકબતાનાથી બૅબિલોન તરફ જતા માર્ગ પર તે આવેલ હતું. ઈરાનના એકિમિનિસના વંશજ મહાન દરાયસ પહેલા(શાસનકાળ ઈ. પૂ. 522–486)એ તે ખડક ઉપર તેનો જાણીતો શિલાલેખ ત્રણ ભાષામાં કોતરાવ્યો હતો. ક્યુનિફૉર્મ લિપિ ઉકેલવામાં તે…

વધુ વાંચો >

બેહુલા

બેહુલા : બંગાળીમાં રચાયેલ બેહુલાની કથા (સત્તરમી સદી) : ‘મનસામંગલ’ કાવ્યનું છેવટનું અને સૌથી મહત્વનું આખ્યાન. ‘ક્ષેમાનંદ’–કેતકાદાસ એના રચયિતા છે. બંગાળના ઇતિહાસના અંધારા સૈકાઓમાં સંસ્કૃતમાં લખનારા પંડિતો અને કવિઓ મૌન બની ગયા હતા ત્યારે અગમપંથના ગાયકો અને લોકદેવતાઓના ચારણો ચૂપ નહોતા; તેઓ સ્થાનિક પુરાણકથાઓ, આખ્યાનો, લોકદેવતાઓની આસપાસ વણાયેલી અને એકબીજીમાં…

વધુ વાંચો >

બેહેરા, રામચંદ્ર

બેહેરા, રામચંદ્ર (જ. 2 નવેમ્બર 1945, બારહાટીપુરા, જિ. કેઓન્ઝાર, ઓરિસા) : ઊડિયા વાર્તાકાર તથા નવલકથાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ગોપપુર’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ.(1969)ની અને ઉત્કલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.(1986)ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ હિંદી તેમજ…

વધુ વાંચો >

બૅંક ખાતાં

બૅંક ખાતાં : બૅંકિંગ સેવા પ્રાપ્ત કરવા માટે ઇચ્છુક હોય તેવા સમાજના વિવિધ આર્થિક સ્તરના ગ્રાહકોની જરૂરિયાતને અનુરૂપ બૅંકના હિસાબી ચોપડામાં ખોલવામાં આવતાં ખાતાં. બૅંકો સમાજના જુદા જુદા વર્ગોમાંથી થાપણો એકત્રિત કરીને તેમાંથી ધિરાણ કરે છે. બૅંકે થાપણો ઉપર ચૂકવેલા વ્યાજ કરતાં લોન લેનાર ગ્રાહકો  પાસેથી તેને મળેલા વ્યાજનો તફાવત…

વધુ વાંચો >

બૅંક ડ્રાફ્ટ

બૅંક ડ્રાફ્ટ : કોઈ એક બૅંકની એક શાખાએ તે જ બૅંકની બીજી શાખાને લેખિત સૂચના દ્વારા તેમાં જણાવેલી નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યક્તિને ચૂકવી આપવા માટે કરેલો આદેશ. કોઈ એક વ્યક્તિ અન્ય સ્થળે રહેતી બીજી વ્યક્તિને સહેલાઈથી નાણાં મોકલવા માગે તો તે વ્યક્તિ કાં તો પોતાનું ખાતું હોય તે બૅંકમાં અથવા…

વધુ વાંચો >

બૅંક થાપણ વીમા યોજના

બૅંક થાપણ વીમા યોજના : જુઓ થાપણ વીમાયોજના

વધુ વાંચો >

બૅંક-દર

બૅંક-દર : મધ્યસ્થ બૅંક જે દરે વ્યાપારી બૅંકોના પ્રથમકક્ષાના વિનિમય પત્રો કે માન્ય જામીનગીરીઓ વટાવી આપે તે દરને બૅંક-દર અથવા પુન:વટાવ-દર કહે છે. બૅંક-દરમાં ફેરફાર દ્વારા બજારના વ્યાજના દર અને શાખના પ્રમાણ ઉપર અસર પાડી શકાય છે. અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ પ્રવર્તતી હોય અને વધતાં જતાં ધિરાણોને પરિણામે ભાવોમાં સતત વધારો…

વધુ વાંચો >

બક, પર્લ

Jan 1, 2000

બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…

વધુ વાંચો >

બકરાં

Jan 1, 2000

બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…

વધુ વાંચો >

બકસર

Jan 1, 2000

બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન :  તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…

વધુ વાંચો >

બકા

Jan 1, 2000

બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…

વધુ વાંચો >

બકાન લીમડો

Jan 1, 2000

બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…

વધુ વાંચો >

બકુલ

Jan 1, 2000

બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…

વધુ વાંચો >

બકુલબનેર કવિતા

Jan 1, 2000

બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…

વધુ વાંચો >

બકુલાદેવી

Jan 1, 2000

બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…

વધુ વાંચો >

બકુલેશ

Jan 1, 2000

બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…

વધુ વાંચો >

બકોર પટેલ

Jan 1, 2000

બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…

વધુ વાંચો >