૧૨.૨૫
ફિશ ટેલ પામથી ફૂગ
ફુલેવર
ફુલેવર : દ્વિદળી વર્ગના બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn. var. bocrytis (હિં., બં. ફુલકપી; મ. ગુ. ફુલકોબી; અં. કૉલીફ્લાવર) છે. ફુલેવર કૉલવટર્સ નામના જંગલી કોબીની જાતિના વંશજમાંથી આવેલ છે. ફુલેવરનો ઉદભવ સાયપ્રસ અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના પ્રદેશોમાં થયો હોવાનું મનાય છે. આકૃતિવિજ્ઞાન(morphology)ની ર્દષ્ટિએ શાક માટે…
વધુ વાંચો >ફુલેવરના રોગો
ફુલેવરના રોગો : ફુલેવર નામની શાકભાજીને થતા ધરુનો સુકારો, કાળો સડો, પાનનાં ટપકાં, ઝાળ, પીંછછારો અને સફેદ ગેરુ જેવા રોગો. (1) ધરુનો સુકારો : આ રોગ ફુલેવર ઉપરાંત ધરુ ઉછેરી ઉગાડાતા અન્ય પાકોના ધરુવાડિયામાં જોવા મળે છે. જ્યાં ધરુ ઉપર જમીનજન્ય કે બીજજન્ય પરોપજીવી ફૂગ આક્રમણ કરે છે, તેથી ફેર-રોપણી…
વધુ વાંચો >ફુલે, સાવિત્રીબાઈ
ફુલે, સાવિત્રીબાઈ (જ. 3 જાન્યુઆરી 1831, નાયગાંવ, જિ. સાતારા; અ. 10 માર્ચ 1897, પુણે) : પતિના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્રમાં સ્ત્રીમુક્તિ-આંદોલનની પહેલ કરનાર અગ્રણી સમાજસુધારક. માળી જ્ઞાતિના એક સુખી ખેડૂત પરિવારમાં જન્મ. ઔપચારિક શિક્ષણથી વંચિત. નવ વર્ષની ઉંમરે જ્યોતિબા ફુલે (182790) સાથે લગ્ન. જ્યોતિબા પાછળથી મહાત્મા ફુલે નામથી ખ્યાતનામ બન્યા. તેઓ…
વધુ વાંચો >ફુવારા (fountains)
ફુવારા (fountains) : સાંકડા નિર્ગમ (exit) દ્વારા દબાણ અને પરપોટા સહિત નીકળતી જલધારાઓ. પુષ્પોથી મઘમઘતા ઉદ્યાનને વધારે સુંદર અને જીવંત બનાવવા માટેનું તે સાધન ગણાય છે. પક્ષીઓનો કલરવ અને બાળકોનો કિલકિલાટ પણ ઉદ્યાનને જીવંતતા બક્ષે છે. વહેતા પાણીને રમ્ય શોભા આપવાનો સૌપ્રથમ પ્રયાસ ઈ. પૂ. 3000 વર્ષ પૂર્વે થયો હતો.…
વધુ વાંચો >ફુશુન
ફુશુન : ઈશાન ચીનમાં આવેલા મંચુરિયાનું એક શહેર. ભૌગોલિક સ્થાન : 41° 52´ ઉ. અ. અને 123° 53´ પૂ. રે. તે લિયાઓનિંગ પ્રાંતના શેનયાંગ(મુકડેન)થી પૂર્વમાં 45 કિમી. દૂર હુન (ઝુન) નદી પર આવેલું છે. આ શહેરના વિકાસમાં રશિયા અને જાપાનનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. તે તેનાં કોલસા-ક્ષેત્રો માટે ચીનમાં તેમજ…
વધુ વાંચો >ફુસી
ફુસી (ઈ. પૂ. 2900) : પ્રાચીન દંતકથા મુજબ ચીનનો પ્રથમ સમ્રાટ. તે પાઓ સી અથવા મી સી તરીકે પણ ઓળખાય છે. તેનો જન્મ દૈવી માનવામાં આવે છે. તેણે પ્રાણીઓને કેળવ્યાં, તેની પ્રજાને ખોરાક રાંધતાં, જાળ વડે માછલીઓ પકડતાં અને લોખંડનાં હથિયારો વડે શિકાર કરતાં શીખવ્યું. તેણે ચીનમાં લગ્ન કરવાની પ્રથા…
વધુ વાંચો >ફુંડીનો ઉપસાગર
ફુંડીનો ઉપસાગર : કૅનેડાના ન્યૂ બ્રન્સવિક અને નોવા સ્કોશિયા પ્રદેશોને અલગ પાડતો ઉપસાગર. ઉત્તર આટલાંટિક મહાસાગરનો તે નાનકડો ફાંટો છે. આ ઉપસાગર તેના મુખપ્રદેશ પાસે આશરે 100 કિમી. જેટલો પહોળો છે. તેની લંબાઈ 240 કિમી. જેટલી છે. ઈશાન-ભાગમાં તે બે ફાંટામાં વિભાજિત થાય છે, ઉત્તર ફાંટો ચિગ્નેટો ઉપસાગર અને પૂર્વ…
વધુ વાંચો >ફૂકો, ઝ્યાં બર્નાર્ડ-લિયૉન
ફૂકો, ઝ્યાં બર્નાર્ડ-લિયૉન (જ. 18 સપ્ટેમ્બર 1819, પૅરિસ, ફ્રાંસ; અ. 11 ફેબ્રુઆરી 1868) : ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની. તેમણે પ્રકાશનો વેગ માપવા માટે અત્યંત ચોકસાઈવાળી કાર્યપદ્ધતિ (technique) વિકસાવી. ઉપરાંત તેમણે પ્રાયોગિક રીતે પણ પુરવાર કર્યું કે પૃથ્વી પોતાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ(axis)ની આસપાસ ભ્રમણ (rotation) કરે છે. આમ તો તેમણે પોતે તબીબી…
વધુ વાંચો >ફૂગ
ફૂગ ક્લૉરોફિલરહિત, સુકોષકેન્દ્રી (cukaryotic), એકકોષી અથવા બહુકોષી, ઘણુંખરું તંતુમય સુકાય (thallus) ધરાવતા, મૃતોપજીવી (saprobes) કે પરોપજીવી (parasites) બીજાણુધારક સજીવો. તે બહુ થોડા અપવાદો બાદ કરતાં સૅલ્યુલોસ અથવા કાઇટિનની અથવા બંનેની કે અન્ય કાર્બોદિતોની બનેલી કોષદીવાલ ધરાવે છે. મિસિતંતુ (mycelium) : તેનો સુકાય આધારતલમાં બધી દિશામાં ફેલાતા જાલમય બહુશાખિત તંતુઓનો બનેલો…
વધુ વાંચો >ફિશ ટેલ પામ
ફિશ ટેલ પામ : એકદળી વર્ગના એરિકેસી કુળનું એક તાડવૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Caryota urens L. (અં. Fish tail Palm, Indian sago palm, wine palm, ગુ. શિવજટા) છે. તેનાં પર્ણો માછલીની પૂંછડીના આકારનાં થાય છે. તેથી તેને ‘ફિશ ટેલ પામ’ કહે છે. તેનાં પુષ્પોની સેરો ઝૂમખામાં એકાદ મીટર સુધી લટકતી…
વધુ વાંચો >ફિશર, અર્ન્સ્ટ ઑટો
ફિશર, અર્ન્સ્ટ ઑટો (જ. 10 નવેમ્બર 1918, મ્યુનિક) : જર્મન રસાયણવિદ. ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપકના પુત્ર ફિશરે મ્યુનિક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં અભ્યાસ કરી 1952માં ત્યાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. 1957થી 1964 દરમિયાન તેમણે મ્યુનિક યુનિવર્સિટીમાં અકાર્બનિક રસાયણના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું અને 1964માં ઇનૉર્ગૅનિક કૅમિસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટના નિયામક પણ બન્યા. ફિશરનું અકાર્બનિક સંકીર્ણો…
વધુ વાંચો >ફિશર, ઇર્વિંગ
ફિશર, ઇર્વિંગ (જ. 1867; અ. 1947) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. નાણાકીય અને ગણિતબદ્ધ અર્થશાસ્ત્રના ક્ષેત્રે તેમનું પ્રદાન મહત્વનું છે. તેમણે ગણિતશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી હતી અને તેથી આર્થિક સિદ્ધાંતો અને સમસ્યાઓના વિશ્લેષણમાં તેમણે ગણિતીય પદ્ધતિઓનો બહોળો ઉપયોગ કર્યો હતો. 1898–1935ના લગભગ ચાર દાયકા દરમિયાન તેઓ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર…
વધુ વાંચો >ફિશર, એમિલ હરમાન
ફિશર, એમિલ હરમાન (જ. 9 ઑક્ટોબર 1852; અ. 15 જુલાઈ 1919, બર્લિન) : જર્મન કાર્બનિક રસાયણવિદ અને કુદરતી પેદાશોના રસાયણના નિષ્ણાત. ફિશરનો જન્મ કોલોન નજીક એક ઊન કાંતવાની મિલ તથા આસવની ફૅક્ટરી ધરાવતા વેપારીને ત્યાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ યુનિવર્સિટી-પ્રવેશ માટે તેમની ઉંમર નાની પડતી હોવાથી કાકાના…
વધુ વાંચો >ફિશર, રૉબર્ટ (બૉબી) જેમ્સ
ફિશર, રૉબર્ટ (બૉબી) જેમ્સ (જ. 9 માર્ચ 1943, શિકાગો; અ. 17 જાન્યુઆરી 2008, આઇસલૅન્ડ) : શતરંજ અથવા ચેસની રમતમાં વિશ્વવિજેતા બનનાર સમર્થ ખેલાડી. 1949માં બૉબી ફિશરનું કુટુંબ ન્યૂયૉર્ક રાજ્યના બ્રુકલિન શહેરમાં વસવા આવ્યું ત્યારે બૉબી ફિશરથી છ વર્ષ મોટી એની બહેન જોન ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી પ્લાસ્ટિકનો ચેસનો સેટ પોતાના નાના ભાઈને…
વધુ વાંચો >ફિશર, વેલ્ધી
ફિશર, વેલ્ધી (જ. 1879, રોમ, ઇટાલી; અ. 16 ડિસેમ્બર 1980, સાઉથબરી, યુનાઇટેડ સ્ટેટ્સ) : જન્મ લુહાર પિતા અને શિક્ષિકા માતાને ત્યાં. યશસ્વી વિદ્યાર્થીકાળ પતાવી સ્નાતિકા થઈ શિક્ષિકા બન્યાં. યુરોપી સંસ્થાનવાદ ત્યારે ઉગ્ર ચરણમાં હતો ત્યારે વેટિકનની આજ્ઞાથી ખ્રિસ્તી ધર્માંતરણ વ્યાપક રૂપે ચાલતું હતું. વેલ્ધી એક એવા ખ્રિસ્તી સંઘમાં જોડાયા. 1906થી…
વધુ વાંચો >ફિશર, સર રોનાલ્ડ
ફિશર, સર રોનાલ્ડ (જ. 17 ફેબ્રુઆરી 1890, લંડન; અ. 29 જુલાઈ 1962, એડેલેઇડ, ઑસ્ટ્રેલિયા) : બ્રિટિશ જનીનવિદ્યાવિદ અને ચિરપ્રતિષ્ઠિત (classical) આંકડાશાસ્ત્રીય પૃથક્કરણના સહસંશોધક. ફિશરે આંકડાશાસ્ત્રનું સંમાર્જન અને વિકાસ કર્યાં. પ્રયોગ–અભિકલ્પ (design), પ્રસરણ(variance)નું પૃથક્કરણ, લઘુપ્રતિદર્શ(sample)ની યથાતથ સાર્થકતા–કસોટીઓ અને મહત્તમ સંભાવિત (likely-hood) ઉકેલો વગેરે આંકડાશાસ્ત્રમાં તેમનાં પ્રમુખ યોગદાનો છે. તેમણે વિશેષત: જૈવિક…
વધુ વાંચો >ફિશર, હાન્સ
ફિશર, હાન્સ (જ. 27 જુલાઈ 1881, હોક્સ્ટ, ફૅન્કફર્ટ ઑન મેઇન પાસે, જર્મની; અ. 31 માર્ચ, 1945, મ્યુનિક હોક્સ્ટ, જર્મની) : જર્મન જૈવ અને કાર્બનિક-રસાયણવિદ; પૉર્ફિરિનના સંશ્લેષણકર્તા. તેમના પિતા રસાયણની એક કંપનીના ડિરેક્ટર હતા. ફિશરે રસાયણશાસ્ત્રનું શિક્ષણ મારબુર્ગમાં લીધું હતું અને ત્યાંથી 1904માં તેમણે પીએચ.ડી.ની પદવી મેળવી. ત્યારબાદ 1908માં મ્યુનિકમાંથી ઔષધવિજ્ઞાન(medicine)માં…
વધુ વાંચો >ફીચર સંસ્થા
ફીચર સંસ્થા : અખબારો અને સામયિકોને વિવિધ વિષયો અંગે લેખસામગ્રી (features) પૂરી પાડવાનું કામ કરતી સંસ્થા. દેશની બે પ્રમુખ સમાચાર-સંસ્થાઓ પી.ટી.આઇ. અને યુ.એન.આઇ. પણ ફીચર-સેવા ચલાવે છે. આમાં આર્થિક, રાજકીય, સામાજિક તથા વાણિજ્ય, વિજ્ઞાન અને રમતગમત જેવાં વિવિધ ક્ષેત્રો ને વિષયોના નિષ્ણાતો અને પીઢ પત્રકારોની કલમે લખાયેલા ઘટના તથા વિષયની…
વધુ વાંચો >ફીચ, રાલ્ફ
ફીચ, રાલ્ફ (જ. 1550; અ. 4 ઑક્ટોબર, 1611 લંડન) : ભારત તથા અગ્નિએશિયાનો પ્રવાસ કરનાર પ્રથમ અંગ્રેજોમાંનો એક; લંડનનો વેપારી. ફેબ્રુઆરી 1583માં જૉન ન્યૂબેરી, જૉન એલ્ડર્ડ, વિલિયમ લિડીઝ, જેમ્સ સ્ટોરી અને ફીચ રાલ્ફ જહાજમાં પ્રવાસ શરૂ કરીને સિરિયા ગયા. ત્યાંથી તેઓ બગદાદ તથા બસરા થઈને ઈરાની અખાતના જાણીતા નગર હોરમઝ…
વધુ વાંચો >