ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર, અજિત અનંતરાવ

પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પૉવેલ સેસિલ ફ્રાન્ક

Jan 26, 1999

પૉવેલ, સેસિલ ફ્રાન્ક (જ. 5 ડિસેમ્બર 1903, ટોનબ્રિજ, કૅન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 9 ઑગસ્ટ 1969, મિલાન પાસે, ઇટાલી) : ન્યૂક્લીય પ્રક્રિયાના અભ્યાસ માટે તેમણે વિકસાવેલી ફોટોગ્રાફિક પદ્ધતિ અને તેની મદદથી કરેલી ‘મેસૉન’ની શોધ માટે 1950ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારના વિજેતા. પૉવેલના પિતા તથા દાદાનો વ્યવસાય બંદૂક બનાવવાનો હતો અને તેમનાં માતા શાળા-શિક્ષકનાં…

વધુ વાંચો >

પોશાક

Jan 26, 1999

પોશાક વિશ્વમાં સર્વત્ર માણસો દ્વારા રક્ષા, શોભા કે બીજા કોઈ હેતુથી શરીર ઢાંકવા માટે વપરાતાં આવરણ. તેમાં માથાનાં તથા પગનાં આવરણ પણ આવી જાય છે. આવાં આવરણ કાપડનાં અથવા અન્ય પદાર્થનાં અથવા તેમનાં મિશ્રણોનાં અને સીવેલાં અથવા વગર સીવેલાં હોય છે. પુરાતત્ત્વવિદોનું અનુમાન છે કે આશરે એક લાખ કરતાં વધારે…

વધુ વાંચો >

પોષકતત્ત્વો

Jan 26, 1999

પોષકતત્ત્વો : જુઓ, ‘આહાર અને પોષણ’

વધુ વાંચો >

પોષકસ્તર (tapetum)

Jan 26, 1999

પોષકસ્તર (tapetum) : પરાગાશયની દીવાલનું સૌથી અંદરનું સ્તર. તે લઘુબીજાણુજનન(microporogenesis)ની ચતુષ્ક (tetrad) અવસ્થાએ મહત્તમ વિકાસ સાધે છે. તે બીજાણુજનક (sporogenous) પેશીને સંપૂર્ણ આવરે છે અને નોંધપાત્ર દેહધાર્મિક મહત્ત્વ ધરાવે છે; કારણ કે તેના દ્વારા બીજાણુજનક પેશીને બધું જ પોષક દ્રવ્ય મળે છે. તે એક જ સ્તરનું બનેલું હોય છે અને…

વધુ વાંચો >

પોષણ (nutrition)

Jan 26, 1999

પોષણ (nutrition) : કાર્યશક્તિ અને બંધારણાત્મક ઘટકો માટે તેમજ જૈવી પ્રક્રિયા દરમિયાનની લઘુતમ જરૂરિયાતોને પહોંચી વળવા સજીવો વડે પર્યાવરણમાંથી ગ્રહણ કરવામાં આવતા પદાર્થો. પોષકતત્વો તરીકે ઓળખાતા આ પદાર્થોના રૂપાંતરણથી સજીવનું શરીર જૈવી ક્રિયાઓ માટે અગત્યની કાર્યશક્તિ મેળવે છે; શરીરના બંધારણને લગતા જૈવી અણુઓનું નિર્માણ કરે છે અને એ રીતે શરીરમાં…

વધુ વાંચો >

પોષણ

Jan 26, 1999

પોષણ : જુઓ, લેખ ‘આહાર અને પોષણ’

વધુ વાંચો >

પોષણ નવજાતશિશુ(neonate)નું

Jan 26, 1999

પોષણ, નવજાતશિશુ(neonate)નું : નવા જન્મેલા બાળકનું પોષણ. ગર્ભશિશુ (foetus) તેની ઊર્જા(શક્તિ)ની જરૂરિયાત માટે માતાના લોહીમાંના ગ્લુકોઝ પર આધાર રાખે છે. જન્મ પછી થોડાક કલાક માટે નવજાત શિશુ તેના સ્નાયુ અને યકૃત(liver)માં સંગ્રહાયેલા ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનાવીને ઉપયોગ કરે છે. પરંતુ નવજાત શિશુનું યકૃત હજુ પૂરું વિકસેલું ન હોવાને કારણે તે પ્રોટીન…

વધુ વાંચો >

પોષણ-માધ્યમ (nutrient medium)

Jan 26, 1999

પોષણ-માધ્યમ (nutrient medium) : બૅક્ટેરિયા, ફૂગ જેવા સૂક્ષ્મ જીવો તેમજ વાનસ્પતિક કે પ્રાણીજન્ય કોષોનાં જતન, સંગ્રહ, વૃદ્ધિ કે ગુણન માટે પ્રયોગશાળામાં વપરાતાં પોષકતત્વયુક્ત સંવર્ધન-માધ્યમો. જરૂરિયાત અનુસાર વિવિધ સૂક્ષ્મ જીવો કે કોષોનાં વિશિષ્ટ ખોરાકનાં માધ્યમો રચાય છે. તેમાં પર્યાવરણ પણ એક મહત્ત્વનું પરિવર્તનબળ હોય છે. દેહધાર્મિક પ્રક્રિયા માટે આવશ્યક એવા ન્યૂનતમ…

વધુ વાંચો >

પોષણ સહાયકારી (assisted nutrition)

Jan 26, 1999

પોષણ, સહાયકારી (assisted nutrition) : જે દર્દી મોં વાટે ખોરાક ન લઈ શકે તેનું જીવન ટકાવવા અપાતા પોષણની પદ્ધતિઓ. તે બે પ્રકારની હોય છે : આંત્રમાર્ગી (enteral) અને પરાંત્રમાર્ગી (parenteral). નાકમાંથી જઠરમાં નાંખેલી નળી દ્વારા કે જઠરમાં કે આંતરડામાં કાણું પાડીને નખાયેલી નળી દ્વારા સીધેસીધો જઠર કે આંતરડામાં ખોરાક પહોંચાડાય…

વધુ વાંચો >

પોષધશાલા

Jan 26, 1999

પોષધશાલા : જૈન ઉપાશ્રય કે અપાસરો. આત્માને પોષક ધર્મક્રિયા કરવાનું સ્થાન. સામાન્યત: જૈન મુનિઓ એક સ્થાને લાંબો સમય રહેતા નથી. તેઓ પાદ-વિહારી હોય છે અને ગામેગામ વિચરતા રહી ધર્મોપદેશ આપતા રહે છે. વિહાર દરમિયાન નાનુંમોટું રોકાણ તેઓ કરે છે. ચોમાસાના ચાર માસ તો તેઓ વિહાર કરતા જ નથી અને એક…

વધુ વાંચો >