ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પૉલિશક્રિયા
પૉલિશક્રિયા : વસ્તુની સપાટીને લીસી, ચકચકિત કરવી તે. કોઈ પણ વસ્તુને પૉલિશ કરવાથી તે વધુ આકર્ષક બને છે. અમુક વપરાશની ચીજોમાં પૉલિશક્રિયાનું મહત્ત્વ સવિશેષ હોય છે; દા.ત., ફર્નિચરની ચીજો, ગાડી, ટીવીનું કૅબિનેટ વગેરે. માત્ર વસ્તુ વધુ આકર્ષક બને તે માટે જ પૉલિશક્રિયા કરવામાં આવે છે તેવું નથી. પૉલિશક્રિયાને કારણે વસ્તુની…
વધુ વાંચો >પોલિશ ભાષા અને સાહિત્ય
પોલિશ ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન ભાષાજૂથની પશ્ચિમની સ્લાવ ભાષાઓ પૈકીની અને તેથી ચેક, સ્લોવાક અને જર્મનીની સૉર્બિયન સાથે નિકટનો સંબંધ ધરાવતી ભાષા. પોલૅન્ડના મોટાભાગના લોકો તે બોલે છે અને અમેરિકા, રશિયા અને તેમાંથી છૂટા થઈને સંપૂર્ણ રીતે પ્રજાસત્તાક થયેલાં રાજ્યો ચેકોસ્લોવૅકિયા અને કૅનેડામાં વત્તેઓછે અંશે તેનો ઉપયોગ થાય છે.…
વધુ વાંચો >પૉલિસિલિકેટ ખનિજો (Polysilicate minerals)
પૉલિસિલિકેટ ખનિજો (Polysilicate minerals) : સિલિસિક ઍસિડનું વધુ પ્રમાણ ધરાવતાં ખનિજો. મૅગ્માથી બનતાં ખનિજો આગ્નેય ખનિજો (pyrogenetic minerals) કહેવાય છે. ઑક્સિજન અને સિલિકૉન તત્ત્વો મૅગ્મામાં વિપુલ માત્રામાં રહેલાં હોવાથી તેમાંથી મુખ્યત્વે સિલિકા અને સિલિકેટ ખનિજો બને છે. આ ઉપરાંત થોડાંક ઑક્સાઇડ બને છે અને અન્ય સંયોજનો ઓછા પ્રમાણમાં તૈયાર થતાં…
વધુ વાંચો >પૉલિસૅકેરાઇડ
પૉલિસૅકેરાઇડ : પાંચ કે છ કાર્બન પરમાણુ ધરાવતા મૉનોસૅકેરાઇડ એકમોની લાંબી શૃંખલા ધરાવતા ઊંચા અણુભારવાળા કાર્બોદિત પદાર્થોનો કલીલીય સંકીર્ણોનો વર્ગ. મૉનોસૅકેરાઇડ એકમો એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય ત્યારે પાણી દૂર થઈ પૉલિસૅકેરાઇડ બને છે; દા. ત., હૅકઝોસ મૉનોસૅકેરાઇડ એકમોમાંથી પૉલિસૅકેરાઇડ બનવાની ક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય : nC6H12O6 →…
વધુ વાંચો >પૉલિસ્ટાઇરિન
પૉલિસ્ટાઇરિન : સખત, પારદર્શક કાચ જેવું થરમૉપ્લાસ્ટિક રેઝિન. પૉલિસ્ટાઇરિનની લાક્ષણિકતા તેનો ઉત્તમ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન ગુણધર્મ, પાણી સાથે ઊંચી પ્રતિકારશક્તિ, ઊંચો વક્રીભવનાંક (refractive index), પારદર્શકતા તથા નીચા તાપમાને નરમ થવાનો ગુણધર્મ ગણાવી શકાય. ઇથાઇલ બેન્ઝિનનું ઊંચા તાપમાને ડીહાઇડ્રૉજિનેશન કરવાથી સ્ટાઇરિન બને છે. સ્ટાઇરિનનું મુક્ત-મૂલક ઉદ્દીપકો(પેરૉક્સાઇડ)ની હાજરીમાં જથ્થામાં દ્રાવણમાં તથા જલીય પાયસ…
વધુ વાંચો >પૉલિહેલાઇડ સંયોજનો
પૉલિહેલાઇડ સંયોજનો : અણુદીઠ બે અથવા વધુ હેલોજન પરમાણુ ધરાવતાં હાઇડ્રોકાર્બન સંયોજનો. આમાં પૉલિબ્રોમો, પૉલિક્લોરો તથા પૉલિફ્લોરો સંયોજનો ઉપરાંત મિશ્ર હેલોજન ધરાવતાં સંયોજનો આવી જાય છે. પૉલિઆયોડાઇડ, થોડા અપવાદો સિવાય, સામાન્ય: અસ્થાયી હોય છે. તેથી તેઓનું સંશ્ર્લેષણ કરવું મુશ્કેલ બની રહે છે. પૉલિક્લોરાઇડો અને પૉલિબ્રૉમાઇડો બનાવવા માટે આલ્કેનનું ઊંચા તાપમાને…
વધુ વાંચો >પૉલિંગ લિનસ કાર્લ
પૉલિંગ, લિનસ કાર્લ (જ. 28 ફેબ્રુઆરી 1901, પૉર્ટલૅન્ડ, ઑરેગોન, યુ.એસ.એ.; અ. 19 ઑગસ્ટ 1994) : વીસમી સદીના પ્રખર રસાયણવિદ. તેમના પિતા હેરમૅન વિલિયમ પૉલિંગ તેમને નવ વર્ષના મૂકીને ગુજરી ગયેલા. 15 વર્ષની વયે પૉલિંગે રાસાયણિક ઇજનેર બનવાનું નક્કી કર્યું અને ઑરેગોન સ્ટેટ ઍગ્રિકલ્ચરલ કૉલેજમાં શિષ્યવૃત્તિ સાથે અભ્યાસ કરી, 1922માં બી.એસ.ની…
વધુ વાંચો >પોલીસ
પોલીસ : પ્રજાના જાનમાલના રક્ષણ માટેનું અર્ધલશ્કરી શાસકીય સંગઠન. માનવ જ્યારથી સમૂહોમાં રહેવા લાગ્યો ત્યારથી સમૂહ માટે સલામતીની ચિંતા સમૂહના મુખીઓ કરતા, પછી ગોત્ર વસતાં ગયાં અને તેના રક્ષકોની ફરજો નિશ્ર્ચિત થતી ગઈ. પછી ગામો, શહેરો, રાજ્યો માટે આ સેવાઓ વિસ્તરતી ગઈ. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આવી સેવા માટે રક્ષક અને સેવકોના…
વધુ વાંચો >પોલૅન્ડ
પોલૅન્ડ : મધ્ય યુરોપના મેદાની પ્રદેશમાં બાલ્ટિક સમુદ્રની દક્ષિણે આવેલો દેશ. ભૌ. સ્થાન : તે લગભગ 49o 0’થી 54o 50′ ઉ. અ. અને 14o 07’થી 24o 08′ પૂ. રે. વચ્ચે પૂર્વ-પશ્ચિમ આશરે 704 કિમી. તથા ઉત્તર-દક્ષિણ આશરે 648 કિમી. લંબાઈ-પહોળાઈમાં વિસ્તરેલો છે. દેશનો કુલ વિસ્તાર લગભગ 3,12,677 ચોકિમી. જેટલો છે.…
વધુ વાંચો >પોલેરીમિતિ (polarimetry)
પોલેરીમિતિ (polarimetry) : પ્રકાશત: સક્રિય (optically active) સંયોજન ધરાવતા નમૂનામાંથી તલધ્રુવીભૂત (plane polarized) પ્રકાશ પસાર થાય ત્યારે ધ્રુવીભવનતલના પરિભ્રમણની દિશા અને તેના કોણના માપન ઉપર આધારિત રાસાયણિક વિશ્લેષણની રીત. પ્રકાશીય સમઘટકો(isomers)ના અન્વેષણ માટે, ખાસ કરીને શર્કરાઓના વિશ્લેષણ માટે તે એક અગત્યની પદ્ધતિ છે. પ્રકાશ એ વીજચુંબકીય તરંગસમૂહ ધરાવતું વિકિરણ છે.…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર, અજિત અનંતરાવ
પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >