ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

નેપિયર ઘાસ

Jan 21, 1998

નેપિયર ઘાસ : એકદળી વર્ગમાં આવેલ પોએસી કુળનું તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Pennisetum purpureum Schum. (નેપિયર ઘાસ, હાથીઘાસ) છે. તે બહુવર્ષાયુ (perennial) છે. અને તેનાં થુંબડાં ઝુંડ (clumps) મોટાં 1.0 મી. વ્યાસનાં થાય છે. વળી તેનાં મૂળિયાં ઊંડે સુધી પ્રસરે છે. તેનો  સાંઠો(culm) 2થી 4 મી. લાંબો અને 1.2થી 2.5…

વધુ વાંચો >

નેપિયર, (સર) ચાર્લ્સ જેમ્સ

Jan 21, 1998

નેપિયર, (સર) ચાર્લ્સ જેમ્સ (જ. 10 ઑગસ્ટ 1782, લંડન; અ. 29 ઑગસ્ટ 1853, પૉર્ટસ્મથ, હેમ્પશાયર) : બ્રિટિશ સેનાપતિ, પાકિસ્તાનમાં આવેલ સિંધનો વિજેતા (1843) અને ગવર્નર (1843-47). નેપોલિયનના સમયમાં ફ્રાન્સ સામેના દ્વીપકલ્પીય યુદ્ધ અને 1812ના યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધના યુદ્ધનો તે અનુભવી યોદ્ધો હતો. 1839માં રાજકીય અને સામાજિક સુધારા માટેનું ચાર્ટિસ્ટ આંદોલન…

વધુ વાંચો >

નેપિયર, જૉન

Jan 21, 1998

નેપિયર, જૉન [જ. 1 ફેબ્રુઆરી 1550, મર્કિસ્ટન કેસલ (એડિનબરો પાસે), યુ.કે.; અ. 4 એપ્રિલ 1617, મર્કિસ્ટન કેસલ, યુ.કે.] : સ્કૉટિશ ગણિતશાસ્ત્રી અને બ્રહ્મવિદ્યા (theology) અંગેના લેખક. ગણિતમાં સરળતાથી ગણતરી કરવા માટેના લઘુગણક અંગેના ખ્યાલના શોધક. તેઓ સેંટ ઍન્ડ્રૂઝ યુનિવર્સિટીમાં જોડાયા હતા, પરંતુ ત્યાં ટૂંકા રોકાણ બાદ સ્નાતકની ઉપાધિ મેળવ્યા સિવાય…

વધુ વાંચો >

નેપોલિયન-III

Jan 21, 1998

નેપોલિયન-III (જ. 20 એપ્રિલ 1808, પૅરિસ; અ. 9 જાન્યુઆરી 1873, ચિસલહર્સ્ટ, ઇંગ્લૅન્ડ) : નેપોલિયન બોનાપાર્ટનો ભત્રીજો અને ફ્રેંચ સમ્રાટ. ચાર્લ્સ લુઈ નેપોલિયનનો પિતા લુઈ બોનાપાર્ટ નેપોલિયનનો નાનો ભાઈ હતો. નેપોલિયન બોનાપાર્ટના શાસન વખતે લુઈ બોનાપાર્ટને હોલૅન્ડનો રાજવી બનાવવામાં આવ્યો હતો. 1815માં નેપોલિયન બોનાપાર્ટના પતન પછી બોનાપાર્ટ કુટુંબને (ફ્રાંસમાંથી) દેશનિકાલ કરવામાં…

વધુ વાંચો >

નેપોલિયન બોનાપાર્ટ

Jan 21, 1998

નેપોલિયન બોનાપાર્ટ (જ. 15 ઑગસ્ટ 1769, એજેસીઓ, કૉર્સિકા; અ. 5 મે 1821, સેંટ હેલેના ટાપુ) : ફ્રેન્ચ સેનાપતિ, પ્રથમ કૉન્સલ અને ફ્રાંસનો સમ્રાટ. પિતા કાર્લો બોનાપાર્ટ વ્યવસાયે ધારાશાસ્ત્રી. શરૂઆતમાં કાર્લો કૉર્સિકાને ફ્રેંચ અંકુશમાંથી મુક્ત કરવા માટે સ્થપાયેલા પક્ષનો સભ્ય હતો; પરંતુ પાછળથી તે ફ્રાંસતરફી બન્યો હતો. નેપોલિયને 1779થી પાંચ વર્ષ…

વધુ વાંચો >

નેપ્ચૂન

Jan 21, 1998

નેપ્ચૂન : સૂર્યમંડળનો આઠમો ગ્રહ, જેની શોધ બ્રિટનના ખગોળશાસ્ત્રી ઍડમ્સ અને ફ્રાન્સના ખગોળશાસ્ત્રી લવેર્યેના સંયુક્ત ફાળે જાય છે. તે સૂર્યથી 44.97 લાખ કિમી. સરેરાશ અંતરે આવેલો છે અને તેને સૂર્યની પ્રદક્ષિણા કરતાં 164.80 વર્ષ લાગે છે. નેપ્ચૂન સૂર્યથી ઘણો દૂર હોવાથી તે ઘણો જ ઝાંખો (8th magnitudeનો) દેખાય છે. તેનો…

વધુ વાંચો >

નેપ્ચૂનિયમ

Jan 21, 1998

નેપ્ચૂનિયમ : ઍક્ટિનાઇડ અથવા 5f શ્રેણીનાં તત્વો પૈકીનું એક વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Np, પરમાણુક્રમાંક 93, ઇલેક્ટ્રૉનીય સંરચના [Rn]5f46d17s2 અથવા [Rn]5f57s2 તથા પરમાણુભાર 237.0482. 1940માં મેકમિલન અને એબલસને યુરેનિયમ ઉપર ન્યૂટ્રૉનનો મારો ચલાવી તેને પ્રથમ અનુયુરેનિયમ (transuranium) તત્વ તરીકે મેળવ્યું હતું. ગ્રહ નેપ્ચૂન ઉપરથી તેને નેપ્ચૂનિયમ નામ આપવામાં આવ્યું હતું.…

વધુ વાંચો >

નૅપ્થેલીન

Jan 21, 1998

નૅપ્થેલીન (C10H8) : રંગવિહીન, સ્ફટિકમય, બાષ્પશીલ, ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન, સામાન્ય ભાષામાં તે ડામરની ગોળી (mothballs) તરીકે જાણીતું છે. તેનું ગ.બિં. 80.1° સે તથા ઉ.બિં 218° સે છે. તે પાણીમાં લગભગ અદ્રાવ્ય, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. તેનું બંધારણ બેન્ઝિનનાં બે વલયો જોડીને દર્શાવી શકાય છે. આ ત્રણેય સ્વરૂપો નૅપ્થેલીનનાં સંસ્પંદન (resonance)…

વધુ વાંચો >

નૅપ્થૉલ

Jan 21, 1998

નૅપ્થૉલ : નૅપ્થેલીનનાં મૉનોહાઇડ્રૉક્સી સંયોજનો જેને મૉનોહાઇડ્રિક ફીનોલના સમાનાંતર નૅપ્થેલીન વ્યુત્પન્નો કહી શકાય. ફીનોલના જેવા જ રાસાયણિક ગુણધર્મો ધરાવતા બે નૅપ્થૉલ્સ C10H7OH (α – તથા β – અથવા 1- તથા 2-)રંગકોના મધ્યસ્થીઓ તરીકે વપરાય છે. α-નૅપ્થૉલ : ગ. બિ. 95° સે., ઉ.બિં. 282° સે. તેને α- નૅપ્થાઇલ એમાઇનમાંથી અથવા 1…

વધુ વાંચો >

નેફા

Jan 21, 1998

નેફા : જુઓ, અરુણાચલ પ્રદેશ

વધુ વાંચો >