ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

નાણાપરિમાણનો સિદ્ધાંત

Jan 9, 1998

નાણાપરિમાણનો સિદ્ધાંત : ભાવસપાટીમાં અથવા નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોની સમજૂતી  આપતો એક સિદ્ધાંત. આ સિદ્ધાંતનો પાયાનો અભિગમ નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોની સમજૂતી નાણાંના જથ્થામાં થતા ફેરફારોના આધારે આપવાનો છે. જેમ વસ્તુનું મૂલ્ય માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે તેમ નાણાંનું મૂલ્ય પણ સમાજમાં નાણાંની માંગ અને પુરવઠા દ્વારા નક્કી…

વધુ વાંચો >

નાણાપંચ

Jan 9, 1998

નાણાપંચ : જુઓ, કેન્દ્ર (સંઘ) રાજ્ય સંબંધો

વધુ વાંચો >

નાણાબજાર

Jan 9, 1998

નાણાબજાર : ટૂંકા ગાળાની મૂડી પૂરી પાડતું બજાર. ઔદ્યોગિક અને વેપારી વિકાસ માટે લાંબા ગાળાનાં અને ટૂંકા ગાળાનાં – એમ બે પ્રકારનાં ધિરાણોની જરૂર પડે છે. લાંબા ગાળાની મૂડી પૂરી પાડતા બજારને મૂડીબજાર કહેવામાં આવે છે જ્યારે ટૂંકા ગાળા માટે ભિન્ન ભિન્ન સ્વરૂપે ધિરાણ પૂરું પાડતી પેઢીઓ અને સંસ્થાઓના સમૂહને…

વધુ વાંચો >

નાણાવટી, કમલેશ

Jan 9, 1998

નાણાવટી, કમલેશ (જ. 21 મે 1950, અમદાવાદ) : ગુજરાતના જાણીતા તરવૈયા અને કોચ. બી.કૉમ., એલએલ.બી. થયા પછી તરણસ્પર્ધામાં રસ લેતા. 1968થી 1973 સુધી રાજ્યકક્ષાએ વિજેતાપદ જાળવી રાખ્યું. 1973માં લંડનના વિન્ડરમિયરમાં યોજાયેલી લાંબી તરણસ્પર્ધામાં ભાગ લીધો. 1975માં ગુજરાત રાજ્યનો સરદાર પટેલ ઍવૉર્ડ મેળવ્યો. 1977માં ભારતીય વૉટર પોલો ટીમના કૅપ્ટન બન્યા અને…

વધુ વાંચો >

નાણાવટી, મણિબહેન

Jan 9, 1998

નાણાવટી, મણિબહેન (જ. 27 ફેબ્રુઆરી 1905, ડેરોલ, ગુજરાત; અ. 2000, મુંબઈ) : ગુજરાતી સમાજસેવિકા. જન્મ કાપડના વેપારી શેઠ ચુનીલાલ ઝવેરીને ત્યાં. ચુનીભાઈની સમાજમાં ભારે પ્રતિષ્ઠા હતી. તે પ્રામાણિક વેપારી હતા અને જૂની પરંપરા અનુસાર સામાજિક કામોમાં સદા સક્રિય રહેતા હતા. મણિબહેનના દુર્ભાગ્યે તેઓ આવાં સંસ્કારી માતાપિતાનું સુખ નાનપણમાં જ ખોઈ…

વધુ વાંચો >

નાણાવટું

Jan 9, 1998

નાણાવટું : વ્યાજ, વટાવ વગેરેથી નાણાંની હેરફેર કે ધીરધાર કરતો નાણાવટીનો કે શરાફનો ધંધો. ભારતમાં નાણાવટાનો ઇતિહાસ બહુ જ પ્રાચીન છે. ગૌતમ, બૃહસ્પતિ અને બોધાયને વ્યાજના દરનો ઉલ્લેખ કર્યો છે. મનુના કાયદામાં નાણાંની ધીરધારનો અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વ્યાજવટાવનો ઉલ્લેખ છે. મુઘલોના સમયમાં દેશના જુદા જુદા ભાગોમાં જુદી જુદી ધાતુનાં ચલણો…

વધુ વાંચો >

નાણાવાદ

Jan 10, 1998

નાણાવાદ : સમગ્રલક્ષી આર્થિક સિદ્ધાંત અને નીતિ અંગેનો એક પ્રભાવશાળી નીવડેલો અભિગમ. આ અભિગમમાં નાણાકીય રાષ્ટ્રીય આવકની સપાટી નક્કી કરતા મુખ્ય પરિબળ તરીકે નાણાંના પુરવઠા પર ભાર મૂકવામાં આવ્યો છે. નાણાં માટેની માંગ સ્થિર રહે છે એ તેનું પાયાનું અનુભવમૂલક પ્રતિપાદન છે. ભૂમિકા : મૂડીવાદી દેશોમાં પ્રવર્તતી આર્થિક અસ્થિરતા માટે…

વધુ વાંચો >

નાણાવિભ્રમ

Jan 10, 1998

નાણાવિભ્રમ : વ્યક્તિ વિવિધ આર્થિક પરિમાણોનાં નાણાકીય મૂલ્યોને નજર સમક્ષ રાખે અને વધેલા ભાવો પ્રમાણે તેમનાં વાસ્તવિક મૂલ્યોને ધ્યાનમાં ન લે તો તે નાણાવિભ્રમથી પીડાય છે એમ કહેવાય. દા. ત. સીંગતેલની કિંમત 1961માં એક કિગ્રા.ના રૂ. 2 હતી અને 1996માં તે રૂ. 40 હતી એ હકીકતને વ્યક્તિ ધ્યાનમાં લે, પરંતુ…

વધુ વાંચો >

નાણું

Jan 10, 1998

નાણું : વિનિમયના માધ્યમ તરીકે સર્વસામાન્ય રીતે સ્વીકારાતી  અસ્કામત. સાદા શબ્દોમાં કહીએ તો પોતાની ચીજવસ્તુઓ અને સેવાઓના બદલામાં જે અસ્કામત લોકો સામાન્ય રીતે સ્વીકારતા હોય તેને નાણાં તરીકે ઓળખવામાં આવે છે. વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ વ્યાપક બન્યો તે પહેલાં ચીજવસ્તુઓનો વિનિમય સાટાપદ્ધતિથી કરવામાં આવતો હતો, એટલે કે વસ્તુની સામે…

વધુ વાંચો >

નાતાલ

Jan 10, 1998

નાતાલ : ક્વાઝુલુ નાતાલ તરીકે ઓળખાતો દક્ષિણ આફ્રિકાનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 20’થી 31° 05’ દ. અ. અને 28° 40’થી 32° 50’ પૂ. રે. વચ્ચે આવેલો છે. દક્ષિણ આફ્રિકા દેશના ચાર પ્રાંતો પૈકી તે સૌથી નાનો છે, જે દેશના કુલ વિસ્તારનો માત્ર આઠ ટકા ભાગ ધરાવે છે.…

વધુ વાંચો >