Industry Business and Managment

અંબાણી મુકેશ

અંબાણી મુકેશ (જ 19 એપ્રિલ 1957) : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર તથા એશિયાના સૌથી ધનિકોની યાદીમાં  પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ. એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓની ફોર્બ્સ ઈન્ડિયાની ઑક્ટોબર  2023ની યાદીમાં પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ થયેલા મુકેશ ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર  છે. ફોર્બ્સ ઇન્ડિયા મુજબ મુકેશ…

વધુ વાંચો >

ઑલ્ટમેન, સેમ

ઑલ્ટમેન, સેમ (જ. 22 એપ્રિલ, 1985, શિકાગો, અમેરિકા) :  અમેરિકન ઉદ્યોગસાહસિક, રોકાણકાર અને વર્ષ 2019થી ઓપનAIના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઇઓ). આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI – કૃત્રિમ બૌદ્ધિકતા)ની તેજીના યુગમાં દુનિયામાં ટૅક્નૉલૉજી ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ઉદ્યોગસાહસિકોમાં સામેલ. હાલ દુનિયામાં વધુ ને વધુ ઉપયોગ થઈ રહેલું ચૅટબોટ સૉફ્ટવેર ચૅટGPT એ ઓપનAIની માલિકીનું છે, જે…

વધુ વાંચો >

કમ્પાની, નિમેષ

કમ્પાની, નિમેષ (જ. 30 સપ્ટેમ્બર, 1946, મુંબઈ) : ભારતીય અબજોપતિ ઇન્વેસ્ટમેન્ટ બૅંકર અને ફાઇનાન્શિયર. જે. એમ. ફાઇનાન્શિયલ ગ્રૂપ ઑફ કંપનીઝના નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન. ભારતમાં ટોચના 100 ધનિકોમાં સામેલ. ઉદય કોટક, હેમેન્દ્ર કોઠારી સાથે ઇન્વેસ્ટમેન્ટ બૅંકિંગમાં ભારતીય લીડરના “Three Ks”માં નિમેષ કમ્પાનીની ગણતરી થાય છે. કહેવાય છે કે, રિલાયન્સ અને તાતા ગ્રૂપની…

વધુ વાંચો >

કોટક, ઉદય

કોટક, ઉદય (જ. 15 માર્ચ 1959, મુંબઈ) : ભારતના અગ્રણી અને સૌથી ધનિક બેંકર. દેશમાં ખાનગી ક્ષેત્રની ટોચની કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક. પરિવાર મધ્યમ વર્ગીય ગુજરાતી. સંયુક્ત પરિવારમાં ઉછેર  થયો. પિતા સુરેશ કોટક અને માતા ઇન્દિરા કોટક. પરિવાર કપાસ અને અન્ય ખેત ઉત્પાદનોના વેપારમાં સંપૂર્ણપણે સંકળાયેલો છે. સુરેશ કોટક ‘કોટન મૅન…

વધુ વાંચો >

ગાંધી, પ્રવીણચંદ્ર

ગાંધી, પ્રવીણચંદ્ર (જ. 25 ઑગસ્ટ 1922; અ. 9 માર્ચ 2010) : દેના બૅન્કના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર. પિતાનું નામ વરજીવન અને માતાનું નામ ગુણવંતીબહેન. 1969માં રાષ્ટ્રીયકરણ થયા પછી કસ્ટોડિયનપદે નિમાયા. પ્રવીણચંદ્ર ગાંધીની વૈવિધ્યપૂર્ણ – દશકોની કારકિર્દીમાં તેઓ ભારતીય ભાષાનાં અખબારોના સંગઠન, ઇન્ડિયન ન્યૂઝ પેપર્સ સોસાયટી, પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા, ભારતીય…

વધુ વાંચો >

ગોદરેજ, અરદેશર

ગોદરેજ, અરદેશર  (જ. 1868, અ. 1936, મુંબઈ) : ગોદરેજ ઔદ્યોગિક સામ્રાજ્યના સ્થાપક. વીસમી સદીના મહાન પારસી ઉદ્યોગપતિ. ભારતમાં તાળાં ઉદ્યોગમાં પરિવર્તનનો પવન ફૂંકનાર સ્વદેશી ઉદ્યોગપતિ. ભારતમાં તિજોરીનો પર્યાય બનેલી ગોદરેજની તિજોરીના નિર્માતા. દુનિયામાં પહેલી વાર વનસ્પતિ સાબુ બનાવીને સાબુઉદ્યોગમાં એક નવો જ ચીલો ચાતરનાર ઇનૉવેટર. વ્યક્તિગત રીતે કરકસરમાં માનતા, પરંતુ…

વધુ વાંચો >

ચંદરયા, મણિલાલ પ્રેમચંદ

ચંદરયા, મણિલાલ પ્રેમચંદ (જ. 1 માર્ચ, 1929 જ. નૈરોબી-) : ભારતીય મૂળના કેન્યાના ઉદ્યોગપતિ અને આફ્રિકન વ્યાપાર જગતના રાજા. તેમના પિતા સૌરાષ્ટ્રના વતની હતા, પરંતુ વેપાર માટે નૈરોબી ગયા. ત્યાં પ્રોવિઝન્સની દુકાન કરી પછી કેન્યા ગયા. તેમણે નાગરામાં પ્રોવિઝન્સ સ્ટોરની સ્થાપના કરી પછી મોમ્બાસામાં તેનો વિસ્તાર કર્યો. મણિલાલે નૈરોબી અને…

વધુ વાંચો >

જિંદાલ, સજ્જન

જિંદાલ, સજ્જન (જ. 5 ડિસેમ્બર 1959, કોલકાતા) : જેએસડબલ્યુ ગ્રૂપ ઓફ કંપનીઝના ચૅરમૅન અને ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ. ગ્રૂપની વિવિધ કંપનીઓ સ્ટીલ, ખાણ-ખનીજ, ઊર્જા, સિમેન્ટ, રમતગમત, માળખાગત સુવિધા તેમજ સૉફ્ટવેર ડેવલપમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કાર્યરત. પિતા ભારતીય ઉદ્યોગપતિ અને સાંસદ ઓમ પ્રકાશ જિંદાલ. માતા સાવિત્રી જિંદાલ, જેઓ વર્ષ 2021માં ભારતની ધનિક મહિલાઓમાં ટોચનું…

વધુ વાંચો >

ઝુનઝુનવાલા, રાકેશ

ઝુનઝુનવાલા, રાકેશ (જ. 5 જુલાઈ, 1960, હૈદરાબાદ; અ. 14 ઑગસ્ટ, 2022, મુંબઈ) : ‘ભારતીય વૉરેન બફેટ’ અને ‘દલાલ સ્ટ્રીટના નવા બિગબુલ’ તરીકે પ્રસિદ્ધ, અબજોપતિ રોકાણકાર, સ્ટૉક ટ્રેડર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. 1985માં રૂ. 5,000ના રોકાણ સાથે દલાલ સ્ટ્રીટની સફર શરૂ કરનાર ઝુનઝુનવાલાનું અવસાન થયું તે સમયે તેમના પૉર્ટફોલિયોનું મૂલ્ય 5.8 અબજ…

વધુ વાંચો >

તાતા, રતન નવલ

તાતા, રતન નવલ (જ. 28 ડિસેમ્બર 1937 સૂરત, ગુજરાત; અ. 9 ઑક્ટોબર 2024 મુંબઈ, મહારાષ્ટ્ર) : તાતા જૂથના પૂર્વ અધ્યક્ષ. તેમનો જન્મ ડાયમંડ કેપિટલ સૂરતના પારસી પરિવારમાં થયેલો. માતા સૂની તાતા. પિતા નવલ તાતા. રતન દસ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા અલગ થઈ ગયેલા. તેમનાં પિતા એ સિમોન તાતા…

વધુ વાંચો >