Industry Business and Managment

સરદેશમુખી

સરદેશમુખી : જુઓ ચોથ અને સરદેશમુખી.

વધુ વાંચો >

સંઘવી, દિલીપ

સંઘવી, દિલીપ  (જ. 1 ઑક્ટોબર 1955) : એક ભારતીય બિલિયોનર બિઝનેસમૅન અને દેશની સૌથી શ્રીમંત વ્યક્તિઓમાંના એક. તેમણે પ્રદીપ ઘોષની ભાગીદારીમાં સન ફાર્માસ્યુટિકલની સ્થાપના કરી હતી. ભારત સરકારે તેમને 2016માં પદ્મશ્રીનો ઇલકાબ આપ્યો હતો. `ઇન્ડયા ટુડે’ સામયિકે 2017ના ભારતના સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં એમને આઠમો ક્રમાંક આપ્યો હતો. દિલીપ સંઘવી…

વધુ વાંચો >

સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)

સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) : ભારત સરકારના ઠરાવ દ્વારા નૉન-સ્ટેટ્યુટરી તરીકે કાર્ય કરતી સંસ્થા. તેની સ્થાપના 12 એપ્રિલ, 1988ના રોજ થઈ હતી. તે સમયે હર્ષદ મહેતાના કેસ જેવા ભારતીય કૅપિટલ માર્કેટમાં અનેક અનિયમિતતાઓ અને કૌભાંડો પ્રકાશમાં આવ્યાં હતાં. અનિયમિતતાને કારણે રોકાણકારોના હિતની રક્ષા, સિક્યૉરિટીઝ માર્કેટનો વિકાસ અને…

વધુ વાંચો >

સુરેખ આયોજન (linear programming)

સુરેખ આયોજન (linear programming) : વાણિજ્યપ્રવૃત્તિ અથવા ઉત્પાદનકાર્ય કરવા અંગે વિવિધ પ્રકારનાં દબાણો અને મૂંઝવણ ભરેલી સમસ્યાઓ ઊભી થઈ હોય ત્યારે તેમનો ઉકેલ લાવવા માટે કેવા મહત્તમ અથવા લઘુતમ સ્તરે કાર્ય કરવા અંગે નિર્ણય લેવા માટે વિકસાવેલી ગાણિતિક પ્રવિધિ. ધંધાનો મુખ્ય હેતુ મહત્તમ નફાનો હોય છે અને તે માટે ન્યૂનતમ…

વધુ વાંચો >

હરાજી (લીલામ)

હરાજી (લીલામ) : અનેક ખરીદનારાઓની હાજરીમાં નિયત ન્યૂનતમ ભાવથી વેચાણપાત્ર ચીજ કે ચીજો વેચવાની જાહેરાત કરીને સૌથી વધારે બોલી બોલનારને તે વેચી દેવાની પ્રક્રિયા. હરાજી દ્વારા વેચાણની વ્યવસ્થા કરનાર તેમજ તે માટે બોલી બોલાવનાર હરાજી કરનાર તરીકે ઓળખાય છે. હરાજી કરવાનો સૌથી પહેલો નિર્ણય વેચનાર કરે છે. પોતાની ચીજ અથવા…

વધુ વાંચો >

હીરાનંદાની ડૉ. નિરંજન

હીરાનંદાની ડૉ. નિરંજન  (જ. 8 માર્ચ, 1950, મુંબઈ) :  હિરાનંદાની ગ્રૂપના સહ-સ્થાપક અને મૅનેજિંગ ડાયરેક્ટર, ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રના ટોચના 10 દિગ્ગજોમાં સામેલ રિયલ એસ્ટેટ ટાયકૂન. હિરાનંદાની કમ્યુનિટીઝના સ્થાપક. નૅશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ(NAREDCO)ના ચૅરમૅન. મુંબઈમાં ઇએનટી સર્જન અને પદ્મભૂષણ પુરસ્કારવિજેતા ડૉ. લખુમલ હિરાનંદ હિરાનંદાનીના ઘેર જન્મ. પ્રાથમિક શિક્ષણ મુંબઈની…

વધુ વાંચો >

હુસૈન, શહનાઝ

હુસૈન, શહનાઝ (જ. 5 નવેમ્બર, 1944, હૈદરાબાદ) : આયુર્વેદિક સૌંદર્ય પ્રસાધનોનાં પ્રણેતા અને ભારતનાં અગ્રણી મહિલાઉદ્યોગપતિ. વિશ્વભરમાં પ્રશંસા અને ખ્યાતિ મેળવનારાં શહનાઝ હુસૈન પિતા નસીર ઉલ્લાહ બેગ અને માતા સઈદાબેગમનાં તેઓ પુત્રી છે. તેમના પિતા અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેમનાં માતા હૈદરાબાદ નિઝામનાં વંશજ અને ચુસ્ત રૂઢિવાદી મુસ્લિમ હતાં. દસ…

વધુ વાંચો >

હૉથૉર્ન (Hawthorne) પ્રયોગો

હૉથૉર્ન (Hawthorne) પ્રયોગો : અમેરિકાની વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપની – શિકાગોના હૉથૉર્ન નામના કારખાનાના શ્રમજીવીઓએ કામગીરી માટેની જુદી જુદી પરિસ્થિતિમાં કરેલા માનવીય વર્તનનો શ્રેણીબદ્ધ અભ્યાસ કરવા માટે કરવામાં આવેલા પ્રયોગો. કર્મચારીઓના કામની ઉત્પાદકતા અને/અથવા ગુણવત્તા વધારવાના અનેક ઉપાયો પૈકી એક ઉપાય એમને વધારાની ઉત્પાદકતા અને/અથવા ગુણવત્તાના બદલામાં વધારે મહેનતાણું આપવાનો છે.…

વધુ વાંચો >