Industry Business and Managment
તાતા, રતન નવલ
તાતા, રતન નવલ (જ. 28 ડિસેમ્બર 1937 સૂરત, ગુજરાત; અ. 9 ઑક્ટોબર 2024 મુંબઈ, મહારાષ્ટ્ર) : તાતા જૂથના પૂર્વ અધ્યક્ષ. તેમનો જન્મ ડાયમંડ કેપિટલ સૂરતના પારસી પરિવારમાં થયેલો. માતા સૂની તાતા. પિતા નવલ તાતા. રતન દસ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા અલગ થઈ ગયેલા. તેમનાં પિતા એ સિમોન તાતા…
વધુ વાંચો >દફતરી, શરયૂ
દફતરી, શરયૂ (જ. 8 નવેમ્બર 1933) : ભારતનાં એક પ્રમુખ વ્યવસાયી મહિલા. પિતાનું નામ લાલચંદ હીરાચંદ અને માતાનું નામ લલિતાબાઈ. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયાં છે. અનેક ઔદ્યોગિક કાર્યકર્તાઓમાં અગ્રણી રહ્યાં છે. ઔદ્યોગિક એન્જિનિયરિંગ, પી.ઈ.આર.ટી. અને મૂલ્ય વિશ્લેષણમાં વ્યાપક અનુભવ તથા વિશેષજ્ઞતા તેમણે પ્રાપ્ત કરી છે. તેમણે…
વધુ વાંચો >નાનજી, પ્રાણલાલ દેવકરણ
નાનજી, પ્રાણલાલ દેવકરણ (જ. 11 જૂન 1894, પોરબંદર; અ. 22 જુલાઈ 1956, મુંબઈ) : જાણીતા ઉદ્યોગપતિ, બૅન્કર અને દાતા. તેઓ શેઠ દેવકરણ નાનજીના બીજા પુત્ર હતા. 1911માં જયવતીબહેન સાથે લગ્ન. તેઓ મુંબઈમાં આવેલી દેવકરણ નાનજી બૅન્કિંગ કંપની, દેવકરણ નાનજી વીમા કંપની અને દેવકરણ નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક હતા. દેવકરણ નાનજીના…
વધુ વાંચો >નૅશનલ સ્ટૉક એક્સચેન્જ
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ : હર્ષદ મહેતાના કૌભાંડ પછી કૅપિટલ માર્કેટમાં પારદર્શિતા લાવવા માટે ફેરવાની સમિતિની ભલામણ અનુસાર અગ્રણી નાણાકીય સંસ્થાઓએ 27 નવેમ્બર, 1992ના રોજ કરેલી સ્થાપના. સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) એ 1993ના એપ્રિલમાં તેને સ્ટૉક એક્સચેન્જ તરીકે માન્યતા આપી હતી. 1994 માં હોલસેલ ડેટ માર્કેટથી તેનાં કાર્યનો…
વધુ વાંચો >પટેલ, પંકજ આર
પટેલ, પંકજ આર. (જ. 16 માર્ચ 1953) : ઝાઇડસ લાઇફસાયન્સીસ લિમિટેડ બોર્ડના અધ્યક્ષ. જે એક નવાચાર (ઇનૉવેશન) આધારિત વૈશ્વિક જીવન વિજ્ઞાન કંપની છે. એક દિગ્ગજના રૂપમાં વ્યાપક રૂપે જાણીતા શ્રી પંકજ પટેલે નવાચારને ઉત્તેજન આપ્યું છે અને અપૂરતી સ્વાસ્થ્યસેવા આવશ્યકતાઓના ઉપચાર માટે દુનિયામાં પહેલી અને ભારતમાં પહેલી દવાઓનું બીડું ઝડપ્યું…
વધુ વાંચો >પાહવા, ઓમકાર સિંહ
પાહવા, ઓમકાર સિંહ (જ. 10 ઑગસ્ટ 1952) : એવોન સાઇકલના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર અને એક સફળ ઉદ્યોગપતિ. ભારતના સાઇકલ-ઉદ્યોગમાં મોટું પરિવર્તન લાવનાર પાહવાને 2025માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમનો જન્મ એવોન સાઇકલની સ્થાપના કરનારા પરિવારમાં થયો હતો. 1973માં તેમણે લુધિયાણાની સરકારી કૉલેજમાંથી બેચરલ ઑફ આર્ટ્સની ડિગ્રી…
વધુ વાંચો >પ્રેમજી, રિશદ
પ્રેમજી, રિશદ (જ. 9 જાન્યુઆરી, 1977, મુંબઈ, ભારત) : દુનિયાના છ ખંડોમાં કાર્યરત અને આશરે 2,50,000 કર્મચારીઓ ધરાવતાં ભારતનાં અગ્રણી બહુરાષ્ટ્રીય કૉર્પોરેટ ગ્રૂપ વિપ્રોના એક્ઝિક્યુટિવ ચૅરમૅન. પિતા વિપ્રો ગ્રૂપના સ્થાપક અઝિમ પ્રેમજી અને માતા યાસ્મીન પ્રેમજી. પિતા અઝિમ પ્રેમજી અને માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સને રિશદ આદર્શ માને છે. મુંબઈની કૅથેડ્રલ…
વધુ વાંચો >બજાજ, નીરજ
બજાજ, નીરજ (જ. 10 ઓક્ટોબર, 1954, મુંબઈ) : દેશમાં 100 વર્ષથી વધારે સમયથી કાર્યરત પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત ઔદ્યોગિકગૃહ બજાજ પરિવારના સભ્ય, બજાજા ગ્રૂપના એક પ્રમોટર, બજાજ ઑટો લિમિટેડના ચૅરમૅન, બજાજ હોલ્ડિંગ્સ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટના વાઇસ ચૅરમૅન, સ્ટીલ કંપની મુકુન્દના મૅનેજિંગ ડાયરેક્ટર. દેશના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સ્વ. રાહુલ બજાજના પિતરાઈ ભાઈ અને ભારતીય…
વધુ વાંચો >બજાજ, સંજીવ
બજાજ, સંજીવ (જ. 2 નવેમ્બર, 1969, પુણે, ભારત) : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ, ઑટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ વગેરે વિવિધતાસભર ઉદ્યોગોમાં કાર્યરત ભારતીય બહુરાષ્ટ્રીય કૉર્પોરેટ જૂથ બજાજ ગ્રૂપની ધિરાણ સેવાના વ્યવસાયની માલિક કંપની બજાજ ફિનસર્વ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને ગાંધીજીના અંતેવાસી જમનાલાલ બજાજના પૌત્ર અને બજાજ ગ્રૂપનો ઝડપથી વિકાસ કરનાર…
વધુ વાંચો >બંગા, અજયપાલ સિંહ
બંગા, અજયપાલ સિંહ (જ. 10 નવેમ્બર 1959 પુણે, જિ. ખડકી, મહારાષ્ટ્ર) : વર્લ્ડ બૅન્ક સમૂહના અધ્યક્ષ. ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બૅન્કના14મા અધ્યક્ષ બન્યા છે. વિશ્વ બૅન્કના 25 સભ્યોના કાર્યકારી બોર્ડે અજય બંગાને અધ્યક્ષના રૂપમાં પાંચ વર્ષના કાર્યકાળ માટે પસંદ કર્યા છે તેમનો કાર્યકાળ 2 જૂન 2023થી શરૂ થયો છે…
વધુ વાંચો >