Industries
અટિરા
અટિરા (સ્થા. ડિસેમ્બર 1947) : બ્રિટનના નમૂના પરથી અમદાવાદમાં સ્થપાયેલી અટિરાના સંક્ષિપ્ત નામે જાણીતી અમદાવાદ કાપડ-ઉદ્યોગની સંશોધન સંસ્થા (Ahmedabad Textile Industries Research Association). ભારતમાં કાપડ-સંશોધનનું પહેલું કેન્દ્ર. કેન્દ્ર-સરકાર, રાજ્ય-સરકાર અને ઉદ્યોગોના મંડળના સહયોગથી અમદાવાદની આ સૌથી જૂની વૈજ્ઞાનિક સંશોધનસંસ્થા ચાલે છે. અમદાવાદના મિલમાલિક મંડળે કાપડ-ઉદ્યોગ માટે સંશોધન-પ્રયોગશાળાની એક રૂપરેખા 1944માં…
વધુ વાંચો >ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇ. ટી. આઇ.)
ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇ. ટી. આઇ.) : ભારતમાં ઉદ્યોગો માટે કારીગરો તૈયાર કરતી સંસ્થા. ઉદ્યોગો માટે તાલીમ પામેલા અર્ધકુશળ અને કુશળ કારીગરો પૂરતી સંખ્યામાં સતત મળી રહે, ઔદ્યોગિક ઉત્પાદનની ગુણવત્તા જળવાઈ રહે, શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહે અને સ્વરોજગાર માટે તેઓ તૈયાર થાય તે હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ સરકાર દ્વારા…
વધુ વાંચો >ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા)
ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા) : સ્થાપના : 1919. ઇજનેરી વિદ્યાની જુદી જુદી શાખાઓ અને ઉદ્યોગોમાં માર્ગદર્શન આપતી તેમજ શૈક્ષણિક કાર્ય કરતી ભારતીય સંસ્થા. સર ટૉમસ હોલૅન્ડના અહેવાલના આધારે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સર ટૉમસ હોલૅન્ડે કૉલકાતા અને મુંબઈના નામાંકિત ઇજનેરોની 3-1-1919ના રોજ એક સભા બોલાવી. ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્…
વધુ વાંચો >ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)
ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા) : 1927માં સ્થપાયેલ અને 1929માં નોંધાયેલી ભારતના રસાયણવિજ્ઞાનીઓના હિતાર્થે કાર્ય કરતી સંસ્થા. રસાયણવિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગોને લગતા વિષયો ઉપર વ્યાખ્યાનો, પરિસંવાદો, સમૂહચર્ચાસભાઓ, સંમેલનો, વિચારગોષ્ઠિઓ વગેરેનું તે આયોજન કરે છે તથા 1929થી ‘ધ જર્નલ ઑવ્ ધ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)’ નામનું દ્વૈમાસિક અને ‘ધ પ્રોસીડિંગ્સ ઑવ્ ધ…
વધુ વાંચો >ઉદ્યોગીકરણ
ઉદ્યોગીકરણ દેશમાં થતા ઉદ્યોગોના વિકાસની પ્રક્રિયા. ઉદ્યોગોના ક્ષેત્રે રોકાયેલા કામદારોની સંખ્યા અને તેમના પ્રમાણમાં વધારો થતો રહે તથા દેશમાં થતી ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં ઔદ્યોગિક ઉત્પાદનનો ફાળો વધતો રહે તેને દેશનું ઉદ્યોગીકરણ કહેવામાં આવે છે. દુનિયાના બધા જ વિકસિત દેશોમાં ખેતીની તુલનામાં ઉદ્યોગોના ક્ષેત્રે વધુ પ્રમાણમાં કામદારો રોકાયેલા હોય…
વધુ વાંચો >ઉદ્યોગો
ઉદ્યોગો જેમાં રોજગારી સર્જાતી હોય એવી ઉત્પાદન-પ્રવૃત્તિ. આ તેનો વ્યાપક અર્થ છે. મર્યાદિત અર્થમાં ખેતી અને સેવાઓનાં (વીમો, વેપાર, શિક્ષણ વગેરે) ક્ષેત્રોને બાદ કર્યાં પછીની ઉત્પાદન-પ્રવૃત્તિ. આ મર્યાદિત અર્થમાં જે ઉત્પાદન-પ્રવૃત્તિઓનો સમાવેશ ઉદ્યોગોમાં કરવામાં આવે છે તેમાં ચાર ક્ષેત્રોનો સમાવેશ થાય છે : (1) યંત્રોત્પાદન (યંત્રો દ્વારા થતું ઉત્પાદન –…
વધુ વાંચો >એરણ (anvil)
એરણ (anvil) : લોખંડનું વિશિષ્ટ આકારનું ગચિયું (block) જેના ઉપર ધાતુને મૂકીને હથોડાની મદદથી ટીપીને જરૂરી આકાર આપવામાં આવે છે. લુહારની એરણ સામાન્યત: ઘડતર લોખંડની બનેલી હોય છે. ક્વચિત્ તે ઢાળેલા લોખંડની પણ બનાવાય છે અને તેની કાર્ય કરવાની સપાટી ર્દઢીભૂત (hardened) સ્ટીલની રાખવામાં આવે છે. પ્રક્ષિપ્ત (projecting) શંકુ આકારના…
વધુ વાંચો >ઑઇલ મિલ (તેલીબિયાં પીલવાની)
ઑઇલ મિલ (તેલીબિયાં પીલવાની) : તેલયુક્ત વનસ્પતિજ પેદાશોમાંથી તેલ કાઢવાનું સંયંત્ર (plant). મનુષ્યને તૈલી પદાર્થનો પરિચય તેણે શિકાર કરેલાં પ્રાણીઓની ચરબી મારફત થયો હોવો જોઈએ એમ માનવાને કારણ છે. હાલમાં પણ આદિવાસીઓ મુખ્યત્વે શિકાર કરેલાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ તૈલી પદાર્થો તરીકે કરે છે. વનસ્પતિ-તેલો મેળવવા માટે કેટલીક યાંત્રિક સગવડો જરૂરી…
વધુ વાંચો >ઔદ્યોગિક ક્રાંતિ
ઔદ્યોગિક ક્રાંતિ : ખેતી અને હસ્તઉદ્યોગો પર આધારિત અર્થતંત્રનું યંત્રો અને યાંત્રિક શક્તિ દ્વારા ચાલતા ઔદ્યોગિક અર્થતંત્રમાં રૂપાંતર. એ પ્રક્રિયાનો પ્રારંભ 18મી સદીમાં સર્વપ્રથમ ઇંગ્લૅન્ડમાં થયો. ત્યાંથી તે ક્રાંતિ દુનિયાના અન્ય દેશોમાં પ્રસરી. આ શબ્દપ્રયોગ પ્રથમ વખત ફ્રાંસના કેટલાક લેખકોએ કરેલો, પરંતુ તેને ઇંગ્લૅન્ડના ઇતિહાસકાર આર્નોલ્ડ ટૉયન્બીએ ચલણી અને લોકપ્રિય…
વધુ વાંચો >ઔષધનિર્માણ ઉદ્યોગ
ઔષધનિર્માણ ઉદ્યોગ ભારતમાં ઔષધનિર્માણ ઉદ્યોગ : ભારતમાં સરકારી આંકડા મુજબ હાલ 20,000 કરતાં વધુ કંપનીઓ ઔષધનિર્માણક્ષેત્રે સક્રિય છે. જોકે ઔષધનિર્માણ-ઉદ્યોગના સંઘમાં 8,000 જેટલી કંપનીઓ સભ્યપદ ધરાવે છે. ભારત સરકારે 24 રાજ્યોમાં જે કંપનીઓને ઔષધનિર્માણ માટે લાઇસન્સ આપેલાં છે. તેમાં 12,526 કંપનીઓ દવાઓ બનાવે છે; 4,354 કંપનીઓ ફૉર્મ્યુલેશન્સ બનાવે છે અને…
વધુ વાંચો >