Political science
અકાલી દળ (સંપ્રદાય)
અકાલી દળ (સંપ્રદાય) : ગુરુદ્વારાઓનો વહીવટ શીખ સમાજને હસ્તક મેળવવા માટે 1920ના ડિસેમ્બરમાં સ્થપાયો હતો. ભારતનો સૌથી જૂનો પ્રાદેશિક પક્ષ. ઈશ્વરની આરાધના એટલે અકાલપુરુષને યાદ કરવા, તે ઉપરથી આ સંપ્રદાયનું નામ અકાલી પડ્યું છે. ગુરુ નાનકદેવના જણાવ્યા મુજબ શીખ લોકો અકાલપુરુષનો જપ કરે છે. ગુરુ નાનકના વિચારો પ્રમાણે આત્મા અમર છે,…
વધુ વાંચો >અગ્નિપથ યોજના
અગ્નિપથ યોજના : દેશના યુવાનોને લશ્કરમાં ભરતી થવાની તક આપતી કેન્દ્ર સરકારની યોજના. 14મી જૂન, 2022ના રોજ ભારત સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાને ટૂર ઑફ ડ્યૂટી પણ કહેવામાં આવે છે. અગ્નિપથ યોજના અંતર્ગત દેશનાં 18થી 21 વર્ષનાં યુવાનો અને યુવતીઓ સૈન્યમાં ચાર વર્ષ માટે ભરતી થઈ શકે…
વધુ વાંચો >અગ્રવાલ, શ્રીમન્નારાયણ
અગ્રવાલ, શ્રીમન્નારાયણ (જ. 17 જુલાઈ 1912, ઇટાવા; અ. 3 જાન્યુઆરી 1978, ગ્વાલિયર) : રાજકીય નેતા અને ગાંધીવિચારના અર્થશાસ્ત્રી. તેઓ અર્થશાસ્ત્ર અને અંગ્રેજી વિષયો સાથે એમ.એ. થયા હતા. વર્ધામાં ઘણો સમય ગાંધીજી સાથે કાર્ય કર્યા બાદ 1942માં ‘ભારત છોડો’ની લડતમાં જોડાયેલા. તેમણે વર્ધામાં સક્સેરિયા કૉલેજની સ્થાપના કરેલી અને તે કૉલેજના આચાર્ય…
વધુ વાંચો >અડવાણી, લાલકૃષ્ણ
અડવાણી, લાલકૃષ્ણ (જ. 8 નવેમ્બર 1927; કરાંચી, પાકિસ્તાન) : ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદ(સિંધ)માં. મુંબઈ યુનિવર્સિટીના કાયદાના સ્નાતક. કૉલેજકાળ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના સ્વયંસેવક બન્યા, અને તેને જીવન સમર્પિત કરી દીધું. સંઘનાં કાર્યો માટે રાજસ્થાનમાં અલવર, ભરતપુર, કોટા વગેરે સ્થળોએ વર્ષો સુધી કાર્ય કર્યું. 1951માં ભારતીય જનસંઘની…
વધુ વાંચો >અદાણી રતુભાઈ
અદાણી રતુભાઈ (જ. 13 એપ્રિલ 1914, જસદણ; અ. 5 સપ્ટે. 1997, રાજકોટ) : રચનાત્મક કાર્યકર, ગુજરાત રાજ્યના મંત્રીમંડળના સભ્ય અને રાષ્ટ્રીય કૉંગ્રેસ નામના અલાયદા પક્ષના સ્થાપક. જસદણ રાજ્યે દાણ માફ કરેલું તેથી અ-દાણી કહેવાયા. 1930માં સોળ વર્ષની વયે ધોલેરા સત્યાગ્રહમાં જોડાયેલા અને બે વર્ષની સખ્ત સજા ભોગવેલી. 1936માં અમરેલી નજીક…
વધુ વાંચો >અધિકારિત વિધાન
અધિકારિત વિધાન (delegated legislation) : સંસદ અથવા ધારાસભાએ અધિકારિત કરેલી સત્તાની રૂએ વહીવટી ખાતા દ્વારા થતું ગૌણ ધારાકીય કાર્ય. અધિકારિત વિધાનનો ખ્યાલ સંસદે અપનાવેલ કાર્યપ્રથાના સંદર્ભમાં અમલમાં આવે છે. આ પ્રથા દ્વારા સંસદ અથવા ધારાસભા તેની કાયદાઘડતરની સત્તા વહીવટી ખાતાને સુપરત કરે છે. ભારતમાં રાજ્ય ‘કલ્યાણ રાજ્ય’ બનતાં તેનું કાર્યક્ષેત્ર…
વધુ વાંચો >અધ્યક્ષ, ધારાગૃહ
અધ્યક્ષ, ધારાગૃહ (speaker) : ભારતમાં લોકસભા તેમજ રાજ્યોનાં ધારાગૃહની સભાનું પ્રમુખસ્થાન ધારણ કરનાર તથા તેનું સંચાલન કરનાર પદાધિકારી. આ સ્થાન વિશિષ્ટ જવાબદારીવાળું છે. તેની ગેરહાજરીમાં ધારાગૃહનું સંચાલન કરનાર ઉપાધ્યક્ષ કહેવાય છે. ધારાસભા પોતાના સભ્યોમાંથી બહુમતીના ધોરણે અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. આ ચૂંટણી લોકસભામાં બંધારણની કલમ 93 મુજબ અને…
વધુ વાંચો >અનામત પ્રથા અને આંદોલનો
અનામત પ્રથા અને આંદોલનો વર્ગીકૃત જાતિઓ અને જનજાતિઓ માટે શિક્ષણસંસ્થાઓ તથા સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં અમુક ટકા જગાઓ અનામત રાખવાની પ્રથા સામે ગુજરાતમાં અને અન્યત્ર ચાલેલાં આંદોલનો. 1981ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં તેની કુલ વસ્તીના 15.75 ટકા અને 7.76 ટકા અનુક્રમે વર્ગીકૃત જાતિઓ અને જનજાતિઓની વસ્તી છે. એટલે કે કુલ વસ્તીનો…
વધુ વાંચો >અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ : ભારતના બંધારણમાં નિર્દિષ્ટ આદિમ ને પછાત વર્ગો માટે પ્રયોજાયેલી સંજ્ઞા. જનજાતિ અથવા આદિવાસી શબ્દ કોઈ એક પ્રદેશમાં રહેતા અને પોતાની જાતને રાજકીય રીતે સ્વાયત્ત ગણાવતા સુગ્રથિત સામાજિક એકમ માટે વપરાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આદિજાતિને પોતાની સ્વતંત્ર બોલી અને સ્વતંત્ર સંસ્કૃતિનાં લક્ષણો પણ હોય…
વધુ વાંચો >અન્નાદુરાઈ સી. એન.
અન્નાદુરાઈ, સી. એન. (જ. 15 સપ્ટે. 1909, હાલનું કાન્ચીપુરમ, તામિલનાડુ; અ. 3 ફેબ્રુ. 1969, ચેન્નાઈ, તામિલનાડુ) : તામિલનાડુના અગ્રણી રાજકીય નેતા. કાંચીપુરમમાં વણકર કુટુંબમાં જન્મેલા કાંજીવરમ્ નટરાજન અન્નાદુરાઈ અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સાથે 1934માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા હતા. એક વર્ષ એક શાળામાં શિક્ષક રહ્યા બાદ પત્રકારત્વ અને રાજકારણમાં પ્રવેશ્યા. અન્ના…
વધુ વાંચો >