હેમન્તકુમાર શાહ

અગરતલા

અગરતલા : ભારતના ત્રિપુરા રાજ્યનું પાટનગર અને સૌથી મોટું શહેર.આ શહેર હાઓરા નદીને કિનારે વસેલું છે. ભૌગોલિક સ્થાન અને આબોહવા : 23 50´ ઉ. અ. અને 91 23´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની પૂર્વે આશરે 2 કિમી. દૂર બાંગ્લાદેશની સીમા આવેલી છે. આ શરેહની ઉત્તરે ડુંગરાળ હારમાળા આવેલી છે. અહીંની…

વધુ વાંચો >

અગિયારી

અગિયારી : જરથુસ્ત્ર ધર્મનું પવિત્ર સ્થળ. અગિયારીના, તેમના પવિત્ર અગ્નિ(આતશ)ના પ્રકારો મુજબ ત્રણ દરજ્જા છે : ‘આતશે દાદગાહ’, ‘આતશ-એ-આદરાન’ અને ‘આતશે બહેરામ’. આતશની સેવા માટે નિયુક્ત થયેલા દસ્તૂર (ધર્મગુરુ) સિવાય કોઈ જઈ શકતા નથી. અગિયારીની અંદર દર્શન કરવા માટે અન્ય ધર્મીઓને છૂટ હોતી નથી. સોની, લુહાર અને કુંભારની ભઠ્ઠીઓનો અગ્નિ…

વધુ વાંચો >

અગ્નિ પર ચલન

અગ્નિ પર ચલન : સાંકડી ખાઈમાં તળિયે પાથરેલા અંગારાઓના પાતળા થર પર ચાલવાની પ્રથા. ભારતીય ઉપખંડ, મલેશિયા, જાપાન, ચીન, ફિજી, તાહિતી, ન્યૂઝીલૅન્ડ, મોરિશિયસ, બલ્ગેરિયા, સ્પેન વગેરેમાં પ્રચલિત ધાર્મિક પ્રણાલી. પ્રાચીન ભારત, ચીન અને ગ્રીસમાં પણ આ પ્રણાલીનું અસ્તિત્વ હતું. પૂજારી, સાધુઓ અથવા ભક્તો કેટલીક વાર અંગારાઓના જાડા થર પર પણ…

વધુ વાંચો >

અગ્રવાલ, શ્રીમન્નારાયણ

અગ્રવાલ, શ્રીમન્નારાયણ (જ. 17 જુલાઈ 1912, ઇટાવા; અ. 3 જાન્યુઆરી 1978, ગ્વાલિયર) : રાજકીય નેતા અને ગાંધીવિચારના અર્થશાસ્ત્રી. તેઓ અર્થશાસ્ત્ર અને અંગ્રેજી વિષયો સાથે એમ.એ. થયા હતા. વર્ધામાં ઘણો સમય ગાંધીજી સાથે કાર્ય કર્યા બાદ 1942માં ‘ભારત છોડો’ની લડતમાં જોડાયેલા. તેમણે વર્ધામાં સક્સેરિયા કૉલેજની સ્થાપના કરેલી અને તે કૉલેજના આચાર્ય…

વધુ વાંચો >

અચલપુર

અચલપુર : આ શહેર મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જિલ્લામાં આવેલું છે. આ શહેર એલિચપુર અને ઇલિયાચપુર તરીકે પણ ઓળખાતું હતું. તે વિદર્ભ પ્રદેશમાં આવેલું છે. ભૌગોલિક સ્થાન, પરિવહન અને વસ્તી : અચલપુર 21 16´ ઉ. અ. અને 77 31´ પૂ. રે. પર આવેલું છે. જેનો વિસ્તાર 35 ચો. કિમી. જેટલો છે. જ્યારે વસ્તી…

વધુ વાંચો >

અજમેર

અજમેર : ભારતના રાજસ્થાનનો જિલ્લો અને તેનું વડું મથક. વિસ્તાર : આશરે 8,481 ચોકિમી. વસ્તી : જિલ્લો 25,08,000 (2011); શહેર 5,42,321 (2011). રાજપૂત શાસક અજયદેવે અગિયારમી સદીમાં અજમેરની સ્થાપના કરી હતી. ભારતના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વીરાજ પાસેથી સુલતાન મુઇજુદ્દીન મહમ્મદ ઘોરીએ એ જીતી લીધું. 1193માં તે દિલ્હીના ગુલામ વંશના રાજ્ય…

વધુ વાંચો >

અજિતનાથ

અજિતનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં બીજા ક્રમના તીર્થંકર. ઇક્ષ્વાકુ વંશના વિનીતા નગરીના રાજા જિતશત્રુ અને તેની પત્ની વિજયાના પુત્ર અજિતનાથનો જન્મ મહા સુદ આઠમના રોજ થયો હતો. તેઓ ચૈત્ર સુદ પાંચમના રોજ નિર્વાણ પામ્યા હતા. અજિતનાથે ઘણા લાંબા સમય સુધી રાજ કર્યા બાદ ગૃહત્યાગ કરી 12 વર્ષ છૂપા વેશે…

વધુ વાંચો >

અડીલાબાદ (આદિલાબાદ)

અડીલાબાદ (આદિલાબાદ) : ભારતના આંધ્ર પ્રદેશનો જિલ્લો અને તેનું વડું મથક. વિસ્તાર : 16,133 ચોકિમી. અડીલાબાદ જિલ્લો ગોદાવરી અને પેન્ગંગા નદીઓની વચ્ચે આવેલો, જંગલોવાળો ઉચ્ચ પ્રદેશ (656 મીટર) છે. સાગનું લાકડું અહીં બહુ થાય છે. વસ્તી : જિલ્લો 20,80231 (1991). અડીલાબાદ શહેર હૈદરાબાદથી 260 કિમી. ઉત્તરે આવેલું છે. તે કૃષિપેદાશોના…

વધુ વાંચો >

અડોની

અડોની : આંધ્રપ્રદેશમાં હૈદરાબાદથી નૈર્ઋત્યે 225 કિમી. દૂર મુંબઈ–મદ્રાસ રેલમાર્ગ પર કુર્નૂલ જિલ્લામાં આવેલું શહેર. વસ્તી : 1,35,718 (1991). અડોની વિજયનગરના મધ્યયુગીન હિંદુ સામ્રાજ્યનો ગઢ ગણાતું. પછીથી 1792માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ટીપુ સુલતાન વચ્ચે યુદ્ધ થયું ત્યાં સુધી મુસ્લિમ શાસકોએ તેના પર અંકુશ જમાવ્યો હતો. પછી તે હૈદરાબાદના…

વધુ વાંચો >

અદાણી રતુભાઈ

અદાણી રતુભાઈ (જ. 13 એપ્રિલ 1914, જસદણ; અ. 5 સપ્ટે. 1997, રાજકોટ) : રચનાત્મક કાર્યકર, ગુજરાત રાજ્યના મંત્રીમંડળના સભ્ય અને રાષ્ટ્રીય કૉંગ્રેસ નામના અલાયદા પક્ષના સ્થાપક. જસદણ રાજ્યે દાણ માફ કરેલું તેથી અ-દાણી કહેવાયા. 1930માં સોળ વર્ષની વયે ધોલેરા સત્યાગ્રહમાં જોડાયેલા અને બે વર્ષની સખ્ત સજા ભોગવેલી. 1936માં અમરેલી નજીક…

વધુ વાંચો >