હસમુખ વ્યાસ

રાજ્યવર્ધન (પ્રથમ)

રાજ્યવર્ધન (પ્રથમ) (શાસનકાળ ઈ. સ. 549 – આશરે 600) : પુષ્પભૂતિ વંશનો થાણેશ્વરનો બીજો રાજા. હર્ષના બાંસખેડા અને મધુવન તામ્રપત્રો તેમજ સોનપત અને નાલંદા  મુદ્રા-મહોર પરથી થાણેશ્વરના પુષ્પભૂતિ રાજવંશના પ્રારંભિક રાજાઓની જે સૂચિ મળે છે, તેમાં પ્રથમ નામ છે નરવર્ધનનું. આનો ઉત્તરાધિકારી વજ્રિણીદેવીનો પુત્ર, તે રાજ્યવર્ધન (પ્રથમ). અભિલેખોમાં તેને ‘પરમાદિત્યભક્ત’…

વધુ વાંચો >

રાજ્યવર્ધન (દ્વિતીય)

રાજ્યવર્ધન (દ્વિતીય) (શાસનકાળ : ઈ. સ. 604 – આશરે 606) : પુષ્પભૂતિ વંશના પ્રભાકરવર્ધનનો જ્યેષ્ઠ પુત્ર અને હર્ષવર્ધનનો ભાઈ. ઉત્તર ભારતમાં થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના પ્રભાકરવર્ધનનાં યશોમતી રાણીથી થયેલ ત્રણ સંતાન તે રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને પુત્રી રાજ્યશ્રી. ઉત્તરાધિકારી રાજ્યવર્ધન(જન્મ આશરે ઈ. સ. 586માં)ને પ્રારંભથી જ સંસાર તરફ વિરક્તિ હતી. તેના યુવરાજકાળ…

વધુ વાંચો >

રાજ્યશ્રી

રાજ્યશ્રી (જ. આશરે ઈ. સ. 590) : થાણેશ્વરના રાજા પ્રભાકરવર્ધનની પુત્રી અને સમ્રાટ હર્ષની બહેન. તેનાં લગ્ન કનોજના મૌખરિવંશના શાસક ગ્રહવર્મા સાથે થયેલાં. લગ્નસમયે તે માત્ર 12-13 વર્ષની હતી તો ગ્રહવર્મા આધેડ વયના હતા. સ્પષ્ટતયા આ એક રાજકીય લગ્ન-સંબંધ હતો. આનાથી થાણેશ્વર અને કનોજ વચ્ચે મૈત્રી સ્થપાઈ. ભારતનાં આ બંને…

વધુ વાંચો >

રાવ, ગંગાદાસ

રાવ, ગંગાદાસ (રાજ્યકાળ ઈ. સ. 1442  આશરે 1451) : મધ્યકાલીન ગુજરાતનાં સૌથી આબાદ નગરોમાંના એક ચાંપાનેરનો રાજા. રાજસ્થાનના રણથંભોરના શાસક ખીચી ચૌહાણ હમ્મીરદેવના વંશજ ગંગાદાસના પિતા ત્ર્યંબકદાસે ક્યાં સુધી રાજ્ય કર્યું તે જાણી શકાતું નથી, પણ પુત્ર ગંગાદાસ અથવા ગંગેશ્વર સુલતાન મુહમ્મદ- શાહ બીજાનો સમકાલીન હતો. ઈ. સ. 1449માં સુલતાને…

વધુ વાંચો >

રાવ પૂંજો

રાવ પૂંજો (શાસનકાળ ઈ. સ. 1404-1428) : ઇડરના રાવ રણમલ્લનો પુત્ર. તે પિતાના જેવો જ પરાક્રમી, શૂરવીર ને મહત્વાકાંક્ષી હતો. તે ગાદીએ બેઠો ઈ. સ. 1404માં. એણે અહમદશાહ 1લા સામે બળવો કરનારા અમીરોને સાથ આપ્યો. બળવાખોર ફીરોજખાન અને તેનો ભાઈ હેબતખાન છ હજારના સૈન્ય સાથે રાવ પૂંજા સાથે ભળી ગયા.…

વધુ વાંચો >

રાવ રણમલ

રાવ રણમલ (શાસનકાળ ઈ. સ. 1346-1404) : ઇડરના રાઠોડ વંશનો પ્રતાપી રાજા. તે મારવાડના રાઠોડ સોનગજીના વંશજ ખરહતજીનો પુત્ર હતો. રાવ રણમલ ઇડરની ગાદીએ આવ્યો ત્યારે પાટણમાં દિલ્હીના સુલતાનોના સૂબા(નાઝિમ)ઓની સત્તા સ્થિર થઈ ચૂકી હતી. જોકે તેઓની વચ્ચે અવારનવાર સત્તાની ખેંચતાણ ચાલ્યા કરતી હતી. આવી સ્થિતિમાં રણમલે ઇડરને મજબૂત બનાવવાના…

વધુ વાંચો >

વત્સ, માધવસ્વરૂપ

વત્સ, માધવસ્વરૂપ : સિંધુ સંસ્કૃતિના પ્રખ્યાત નગર મોહેં-જો-દડોના ખોદકામ દરમિયાન (1923-1926) જૉન માર્ટાલના પ્રમુખ સહાયક. આ પછીથી હડપ્પાના ખોદકામના એક વિભાગનું સ્વતંત્ર સંચાલન પણ તેમણે કરેલું. 1926થી 1934 દરમિયાન એમણે કરેલ ખોદકામમાં અનેક મહત્વની બાબતો પ્રકાશમાં આવી. હડપ્પાના ટીંબા-Fનું લગભગ સંપૂર્ણ અને સ્વતંત્ર ઉત્ખનન વત્સનું રહ્યું છે. લે આઉટ ઑવ્…

વધુ વાંચો >

વિલ્કિન્સ ચાર્લ્સ

વિલ્કિન્સ ચાર્લ્સ (ઈ. સ. 1798, ન્યૂયૉર્ક, યુ. એસ.; અ. 1877) : અમેરિકન નૌકા-અધિકારી અને પ્રસિદ્ધ દરિયાઈ પુરાવિદ. ચાર્લ્સે અભ્યાસ પૂર્ણ કરી અમેરિકાના નૌકાખાતામાં સામાન્ય અધિકારી તરીકે (1818) કારકિર્દીની શરૂઆત કરી. ક્રમશ: બઢતી મેળવતા જતાં ઈ. સ. 1830માં નવી શરૂ કરાયેલ દરિયાઈ વેધશાળાના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા બાદ અમેરિકન સરકાર દ્વારા અપાયેલ…

વધુ વાંચો >

વૂલી, લિયૉનાર્ડ

વૂલી, લિયૉનાર્ડ (જ. 1880; અ. 1960) : પ્રખ્યાત બ્રિટિશ પુરાવિદ. પૂરું નામ સર વૂલી ચાર્લ્સ લિયૉનાર્ડ. ડૉ. વૂલીનું પ્રમુખ સંશોધન ‘ઉર’નું ખોદકામ ગણાય છે (1922-28). વર્તમાન ઇરાક(જૂનું નામ મેસોપોટામિયા)ના દક્ષિણે ફરાત નદીના કિનારે આવેલા સુમેરિયન નગર ‘ઉર’(Ur)નું વૂલીએ પદ્ધતિસરનું ખોદકામ કરી રાજા-રાણીની અકબંધ કબરો સહિતનું આખુંય માળખું પ્રકાશમાં આણ્યું. રાણી-રાજા(પ્રથમ…

વધુ વાંચો >

વ્હિલર, મોર્ટિમર

વ્હિલર, મોર્ટિમર (જ. 1890; અ. 1976) : પુરાતત્વ-ખોદકામ-પદ્ધતિને સુયોજિત વૈજ્ઞાનિક સ્વરૂપ આપનાર પ્રસિદ્ધ પુરાવિદ. મધ્યમવર્ગીય સ્કૉટિશ પરિવારમાં જન્મેલ વ્હિલરનું પૂરું નામ રૉબર્ટ એરિક મોર્ટિમર વ્હિલર. અભ્યાસ પૂરો કર્યા પછીથી રૉયલ કમિશન ઑવ્ હિસ્ટૉરિકલ મ્યુઝિયમમાં જુનિયર સંશોધક તરીકે જોડાયા બાદ પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં એમણે ફ્રાન્સ અને ઇટાલીના મોરચે તોપદળમાં કામ…

વધુ વાંચો >