હસમુખ માણેકલાલ પટેલ

ગુપ્તચર તંત્ર (intelligence network)

ગુપ્તચર તંત્ર (intelligence network) : યુદ્ધના કે શાંતિના ગાળા દરમિયાન દેશના સંરક્ષણની ર્દષ્ટિએ ઉપયુક્ત ગણાતી માહિતી ગુપ્ત રાહે પ્રાપ્ત કરવાની કાર્યરીતિ. તેમાં આંતરિક અને બાહ્ય બંને પ્રકારની માહિતીનો સમાવેશ થતો હોવા છતાં વિદેશો વિશેની અને તેમાં પણ જે દેશો સાથે રાજદ્વારી સંબંધો સારા ન હોય અથવા વણસ્યા હોય તેવા દેશોની…

વધુ વાંચો >

ગૃહરક્ષક દળ

ગૃહરક્ષક દળ : રાજ્યના પોલીસ દળનું સહાયક સ્વૈચ્છિક અર્ધલશ્કરી દળ. સૌપ્રથમ 6 ડિસેમ્બર 1946ના રોજ જૂના મુંબઈ પ્રાંતમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. માર્ચ 1959માં કેન્દ્ર સરકારના ગૃહ ખાતાએ દરેક રાજ્યને કાનૂનસ્થાપિત (statutory) સ્વૈચ્છિક સંગઠનો રચવા જણાવેલ. 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે દરેક રાજ્યમાં તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં, તે…

વધુ વાંચો >

જાતિ-ઉચ્છેદ

જાતિ-ઉચ્છેદ : કોઈ જાતિ, નૃવંશીય, ધાર્મિક કે રાજકીય જૂથનું ઇરાદાપૂર્વક તથા યોજનાબદ્ધ નિકંદન. 1933–45 દરમિયાન યુરોપમાં બનેલી ઘટનાઓના સંદર્ભમાં રાફેલ લૅમકિન નામના પોલિશ-અમેરિકન વિદ્વાને ગ્રીક શબ્દ ‘genos’ એટલે કે જાતિવિષયક જૂથ તથા લૅટિન શબ્દ ‘cide’ એટલે કે હત્યા આ બે જુદા જુદા શબ્દોના મિશ્રણથી ‘genocide’ શબ્દ 1944માં પ્રચલિત કર્યો. માનવજાતિના…

વધુ વાંચો >

જિનીવા સમજૂતી (Geneva Conventions)

જિનીવા સમજૂતી (Geneva Conventions) : યુદ્ધ દરમિયાન માંદા તથા ઈજા પામેલા સૈનિકોને રાહત આપવા તથા તેમની સાથે માનવીય વ્યવહાર કરવા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે સધાયેલી સમજૂતી. મૉનિયર તથા ડૉક્ટર હેન્રી ડૂનાં નામના 2 સ્વિસ નાગરિકોના પ્રયાસોના પરિણામે 26 ઑક્ટોબર 1863ના રોજ જિનીવા ખાતે મળેલી 14 રાષ્ટ્રોની પરિષદમાં આ સમજૂતી સધાયેલી હતી.…

વધુ વાંચો >

ટૅન્ક

ટૅન્ક : પોલાદના અત્યંત મજબૂત બખ્તરી આવરણવાળી રણગાડી. તે ત્વરિત ગતિએ સ્થળાંતર કરનાર, લોખંડી ચક્રોને સમાંતર અને અનંત પાટા ઉપર ગતિ આપનાર, મોટા જથ્થામાં શક્તિશાળી દારૂગોળાને દૂરના કે નજીકના ધાર્યા નિશાન ઉપર પ્રહાર કરીને ફેંકનાર, મોટા  નાળચાવાળી તોપને યુદ્ધભૂમિમાં સહેલાઈથી આમતેમ ફેરવનાર લશ્કરી વાહન છે. ત્રણ કે ચાર સૈનિકો દ્વારા…

વધુ વાંચો >

તલવાર

તલવાર : સામસામી લડાઈમાં પ્રાચીન કાળથી વપરાતું ધાતુનું બનેલું શસ્ત્ર. તેના ધારદાર પાનાની લંબાઈ, પહોળાઈ તથા આકાર ભિન્ન ભિન્ન હોય છે. ચપ્પાં, ખંજર તથા છરા કરતાં તલવારની લંબાઈ વધારે હોય છે. તેના હાથા કે મૂઠને રક્ષણાત્મક વેષ્ટન હોય છે. ઈ. સ. પૂ. 3000 વર્ષમાં કાંસ્ય યુગ દરમિયાન ખંજર અને તલવાર…

વધુ વાંચો >

તોપ

તોપ : લશ્કરની પરિભાષામાં ગોળા ફેંકવાની નળીના અંદરના ભાગમાં 30 મિમી. અથવા તેનાથી વધુ વ્યાસ ધરાવતું શસ્ત્ર. તોપ તરીકે ઓળખાતાં તમામ યુદ્ધ આયુધોનાં વિકાસ, સંચાલન તથા જાળવણીના કૌશલને તોપવિદ્યા (gunnery) કહેવામાં આવે છે. આધુનિક તોપોમાં પ્રવેગક તરીકે સ્ફોટક દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવે છે; પરંતુ અગાઉના પ્રક્ષેપકોમાં વળ, તાણ અને પ્રતિભાર(counter…

વધુ વાંચો >

દાહકો

દાહકો (incendiaries) : યુદ્ધમાં ઉપયોગમાં લેવાતાં આગ લગાડવા માટેનાં વિનાશકારી સાધનો. તે મુખ્યત્વે યુદ્ધ દરમિયાન અને ક્યારેક આગ લગાડવા અથવા ભાંગફોડ માટે કામમાં લેવાય છે. વિવિધ ઘટકોનો ઉપયોગ કરી તે બનાવવામાં આવે છે. કેટલાંક દાહકો હવાના સંપર્કને કારણે આપોઆપ સળગી ઊઠે છે, જ્યારે બીજાં કેટલાંક દાહકો જુદા જુદા ઘટકો ભેગા…

વધુ વાંચો >

ધનુષ્યબાણ

ધનુષ્યબાણ : બે અંશોનું બનેલું, પ્રાચીન કાળથી જાણીતું અસ્ત્ર. તેમાં, ઘણુંખરું નરમ લાકડાના દંડને સહેજ વાળીને બંને છેડાને જોડતી દોરી બાંધીને બનાવેલા પ્રક્ષેપક સાધનને ધનુષ્ય કે કામઠું કહે છે અને તેના વડે લાંબા અંતરે ફેંકાતા નાના ભાલા જેવા અસ્ત્રને બાણ કે તીર કહે છે. અતિ પ્રાચીન કાળથી શિકાર, લડાઈ તથા…

વધુ વાંચો >

નાઇટ્રોગ્લિસરીન (ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ)

નાઇટ્રોગ્લિસરીન (ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ) : નાઇટ્રોજનનું 18.5 % જેટલું ઊંચું પ્રમાણ ધરાવતું પ્રબળ નાઇટ્રોવિસ્ફોટક અને ડાઇનમાઇટનો મુખ્ય ઘટક. રાસાયણિક સૂત્ર C3H5(ONO2)3. 1846માં ઇટાલિયન રસાયણજ્ઞ અસ્કાનિયો સોબ્રેરોએ 10° સે. અથવા તેથી નીચા તાપમાને રહેલા સાંદ્ર નાઇટ્રિક અને સલ્ફયુરિક ઍસિડના મિશ્રણમાં ધીમે ધીમે ગ્લિસરીન ઉમેરતા જઈ તે મેળવેલું. નાઇટ્રોગ્લિસરીન, ઍસિડ મિશ્રણ ઉપર ઉપલા…

વધુ વાંચો >