હરીશ રઘુવંશી
કરિયાવર
કરિયાવર : 1948માં રજૂ થયેલું સાગર મૂવીટોનનું ચલચિત્ર. તે પારંપરિક લોકકથાને કચકડે મઢે છે. એક ગામમાં નિર્માણ પામેલા મંદિરમાં, ઘડામાં પુરાયેલા નાગદેવતાને પ્રસન્ન કરે તે બત્રીસલક્ષણી નારને હાથે મૂર્તિસ્થાપન થાય તેવી શરત છે. એ રીતે ખેડૂતકન્યા રાજુ, નાગદેવતાને પ્રસન્ન કરે છે. ભીડ પડે ત્યારે વાંસળી વગાડવાથી નાગદેવતા પ્રત્યક્ષ થશે તેવું…
વધુ વાંચો >કલ્યાણપુર – સુમન
કલ્યાણપુર, સુમન (જ. 28 જાન્યુઆરી 1937, ઢાકા, બ્રિટીશ ઇન્ડિયા, હાલ બાંગ્લાદેશ) : મરાઠી અને હિંદી ફિલ્મોનાં પાર્શ્વગાયિકા. મૂળ નામ સુમન હેમાડી. તેમને નાનપણથી જ સંગીતની રુચિ હતી. સુમન કલ્યાણપુરના પિતા શંકર રાવ હેમાડી મેંગલોર, કર્ણાટક ખાતેના એક સંભ્રાંત સારસ્વત બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયેલા હતા. હેમાડી (Hemmady) કર્ણાટક રાજ્યના ઉડિપી જિલ્લાના કુંદાપુર તાલુકાનું…
વધુ વાંચો >કાદુ મકરાણી
કાદુ મકરાણી : ગુજરાતી ચલચિત્ર. ગુજરાત રાજ્યની અલગ રચના થવા સાથે 1960માં સાધના ફિલ્મ્સે નિર્માણ કરેલું ‘કાદુ મકરાણી’ રજૂઆત પામ્યું. તેના નિર્માતા ચાંપશીભાઈ નાગડા હતા. ગુણવંતરાય આચાર્યની કથા પર આધારિત આ ફિલ્મનું દિગ્દર્શન મનહર રસકપૂરે કર્યું હતું. ગીત-સંગીત અવિનાશ વ્યાસનાં હતાં. મુખ્ય કલાકારોમાં અરવિંદ પંડ્યા, શાલિની, ચાંપશીભાઈ, મહેશ દેસાઈ, ભૂદો…
વધુ વાંચો >કાશીનો દીકરો
કાશીનો દીકરો (રજૂઆત – 1979) : સિને ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને નરેશ પટેલનિર્મિત ગુજરાતી રંગીન ચલચિત્ર. વિનોદિની નીલકંઠની નવલિકાને આધારે તૈયાર થયેલા આ બોલપટમાં પટકથા-સંવાદ પ્રબોધ જોશીનાં અને દિગ્દર્શન કાંતિ મડિયાનું હતું. કથામાં આધુનિક ગુજરાતી કવિઓનાં ઉત્તમ ગીતોને પસંદ કરીને સંગીતકાર ક્ષેમુ દિવેટિયાએ સંગીતબદ્ધ કર્યાં હતાં. રાગિણી, રાજીવ, રીટા ભાદુરી, ગિરીશ…
વધુ વાંચો >ચંડીદાસ
ચંડીદાસ : બંગાળી ફિલ્મ. તે બંગાળી ભાષામાં પ્રથમવાર બંગાળની પ્રસિદ્ધ નિર્માણસંસ્થા ન્યૂ થિયેટર્સ દ્વારા નિર્માણ પામી. તેની પટકથા દેવકી બોઝની હતી અને નિર્દેશન પણ તેમણે જ કર્યું હતું. ફિલ્મના તસવીરકાર તરીકે બંગાળના પ્રસિદ્ધ કૅમેરામૅન નીતિન બોઝ હતા પાછળથી તે નિર્દેશક તરીકે પણ ખૂબ જાણીતા થયા. 24 સપ્ટેમ્બર 1932ના રોજ રજૂઆત…
વધુ વાંચો >ચાર ચક્રમ
ચાર ચક્રમ : 1932માં રણજિત મૂવીટોન દ્વારા નિર્મિત હાસ્યરસનું પ્રથમ બોલતું-ગાતું ચિત્રપટ. ફિલ્મની પટકથા જયંત દેસાઈ અને જિતુભાઈ મહેતાની હતી અને તેનું હિન્દી રૂપાંતર એસ. એલ. શ્રીવાસ્તવ ‘અનુજ’ દ્વારા કરાયું હતું. ‘ચાર ચક્રમ’ના નિર્દેશક જયંત દેસાઈ હતા. સંગીતનિર્દેશન ઉસ્તાદ ઝંડેખાંસાહેબનું હતું. ફિલ્મના કલાકારોમાં ઘોરી, ઈ. બીલીમોરિયા, કેકી અડાજણિયા, દીક્ષિત, ઈશ્વરલાલ,…
વધુ વાંચો >ચારુલતા
ચારુલતા : ‘ભારતરત્ન’ અને ઑસ્કાર એવૉર્ડ વિભૂષિત સત્યજિત રાયનું ચલચિત્ર. 1964માં રજૂઆત પામેલ આ બંગાળી ચલચિત્રને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક, શ્રેષ્ઠ નિર્દેશન માટેનો બર્લિન પુરસ્કાર, શ્રેષ્ઠ ચલચિત્ર તરીકેનો 1965નો અકાપુલ્કોનો પુરસ્કાર અને બર્લિનનો કૅથલિક પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. સત્યજિત રાય રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યથી પ્રભાવિત હતા. તેમણે ‘ઘરે બાહિરે’, ‘ચારુલતા’, ‘તીન કન્યા’ અને…
વધુ વાંચો >જાગીરદાર, ગજાનન
જાગીરદાર, ગજાનન (જ. 2 એપ્રિલ 1907, અમરાવતી; અ. 13 ઑગસ્ટ 1988, મુંબઈ) : બહુવિધ પ્રતિભા ધરાવતા ચલચિત્રઅભિનેતા, નિર્માતા, નિર્દેશક. પિતા તેમને અધ્યાપક બનાવવા માગતા હતા. પણ અભિનેતા બનવા માટે એમ.એ.નો અભ્યાસ પડતો મૂકી તે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની નટમંડળીમાં સામેલ થયા; પરંતુ ચલચિત્રજગતનું વિશેષ આકર્ષણ હોવાથી 1930માં દિગ્દર્શક ભાલજી પેંઢારકરના સહાયક તરીકે…
વધુ વાંચો >જીવનપલટો (1948)
જીવનપલટો (1948) : વેન્ગાર્ડ પિક્ચર્સનું પ્રથમ ગુજરાતી ચિત્રપટ. નિર્માણ : જયંતીલાલ સંઘવી, દિગ્દર્શન : હીરાલાલ ડૉક્ટર તથા અમૃતલાલ ઠાકર, કથાનક : હીરાલાલ ડૉક્ટર તથા જયંતીલાલ સંઘવી, પટકથા : હીરાલાલ ડૉક્ટર, સંગીત : અવિનાશ વ્યાસ, ગીતકાર : અવિનાશ વ્યાસ, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પં. સ્વરૂપ વ્યાસ, પં. બાલમ. પ્રમુખ કલાકારો : નિરૂપા રૉય,…
વધુ વાંચો >જીવનો જુગારી
જીવનો જુગારી : ગુણવંતરાય આચાર્યની નવલકથા પર આધારિત ગુજરાતી ચલચિત્ર. નિર્માણસંસ્થા : ચંદન ચિત્ર, નિર્માણવર્ષ : 1963 નિર્માતા : કુમાર દવે; પટકથા અને દિગ્દર્શન : દિનેશ રાવલ; સંવાદ : જિતુભાઈ મહેતા; છબીકલા : પ્રતાપ દવે; નૃત્યનિર્દેશક : ચેતનકુમાર તથા ગીત-સંગીત : નિનુ મઝુમદાર, મુખ્ય પાર્શ્વગાયકો : પ્રદીપજી, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર…
વધુ વાંચો >