હરિપ્રસાદ ગં. શાસ્ત્રી

અજયપાલ

અજયપાલ : ગુજરાતના સોલંકી વંશના રાજા કુમારપાલનો ભત્રીજો અને ઉત્તરાધિકારી (1172–1176). એ પરમ માહેશ્વર હતો. જૈન પ્રબંધોમાં એને જૈનધર્મવિરોધી નિરૂપ્યો છે. તેણે શાકંભરીના રાજા સોમેશ્વરને વશ કરીને કર આપતો કર્યો હતો, એ તેનું વિશિષ્ટ પરાક્રમ ગણાયું છે. અજયપાલને મેવાડના રાજા સામંતસિંહ સાથે સંઘર્ષ થયેલો. અજયપાલ ભીલસા તથા નર્મદાતટ પ્રદેશ પર…

વધુ વાંચો >

અજાતશત્રુ

અજાતશત્રુ :મગધના હર્યંક વંશનો પ્રસિદ્ધ રાજા. બિંબિસાર(શ્રેણિક)નો પુત્ર, જે જૈન પરંપરામાં કૂણિક તરીકે ઓળખાયો છે. એણે એના પિતાને કેદ કરેલા ને એ પુત્રના હાથે કે આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો હતો. અજાતશત્રુએ કોસલના રાજા પ્રસેનજિતને હંફાવ્યો ને કાશીની જાગીર પાછી મેળવી. પછી અમાત્ય વસ્સકારને વૈશાલી મોકલી ભેદનીતિ વડે લિચ્છવીઓમાં ફાટફૂટ પડાવી.…

વધુ વાંચો >

અજિતસિંહ

અજિતસિંહ : જોધપુરના રાઠોડ મહારાજા. મુઘલ બાદશાહ ફર્રુખસિયરના રાજ્યકાળમાં 1715માં તેઓ ગુજરાતના સૂબેદાર નિમાયા હતા. એમણે પોતાના નાયબ તરીકે વિજયરાય ભંડારીને મોકલેલા અને થોડા મહિના બાદ પોતે અમદાવાદમાં રહ્યા હતા. એમનો વહીવટ પ્રજામાં અપ્રિય હતો. એ સૌરાષ્ટ્રમાં ખંડણી વસૂલ લેવા ગયા તે દરમિયાન રૈયતની ફરિયાદ પરથી બાદશાહે અન્ય સૂબેદારની નિમણૂક…

વધુ વાંચો >

અભિલેખ

અભિલેખ : કોતરેલું લખાણ. શિલા પર કોતરેલા લખાણને ‘શિલાલેખ’ કહે છે. એ મુદ્રા, શૈલ, ફલક, તકતી, સ્તંભ, યષ્ટિ, પાળિયા, ભાણ્ડ, મંજૂષા, સમુદગક, ગુફાભિત્તિ કે પ્રતિમા રૂપે હોય છે. માટી, ઈંટ-મુદ્રાંક, મૃદભાણ્ડ, શંખ, હાથીદાંત અને કાષ્ઠ પર પણ લેખ કોતરાય છે. સોનું, ચાંદી, તાંબું, પિત્તળ, કાંસું, લોઢું વગેરે ધાતુઓનાં પતરાં; સિક્કા,…

વધુ વાંચો >

અભિલેખવિદ્યા

અભિલેખવિદ્યા : અભિલેખ(કોતરેલા લખાણ)ને લગતી વિદ્યા. એના અભ્યાસીને તે તે દેશ કે પ્રદેશની તે તે કાળની લિપિ તથા ભાષાની જાણકારી હોવી જોઈએ. પ્રાચીન અભિલેખો વાંચવા માટે પ્રાચીન લિપિવિદ્યા જાણવી અનિવાર્ય છે. અભિલેખના સંપાદનમાં લેખનું લિપ્યંતર તથા તેનું ભાષાંતર કે તેનો સાર, વિવેચન તથા મૂળ લેખની છાપ કે છબી સાથે આપવામાં…

વધુ વાંચો >

અર્થશાસ્ત્ર-2 (બાર્હસ્પત્ય)

અર્થશાસ્ત્ર-2 (બાર્હસ્પત્ય) : બૃહસ્પતિરચિત અર્થશાસ્ત્ર. જેમ મનુ ધર્મશાસ્ત્રના તેમ બૃહસ્પતિ અર્થશાસ્ત્રના આદ્ય પ્રણેતા મનાય છે. ભાસ ‘પ્રતિમા’માં ‘બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર’નો નિર્દેશ કરે છે. કૌટિલ્ય પોતાના ‘અર્થશાસ્ત્ર’માં છ જગ્યાએ બાર્હસ્પત્યોના મત જણાવે છે. એ અનુસાર તેઓ દંડનીતિ અને વાર્તા એ બે જ વિદ્યા હોવાનું, મંત્રી-પરિષદ 16 સભ્યોની હોવાનું અને નીતિમાં અવિશ્ર્વાસનું પ્રાધાન્ય…

વધુ વાંચો >

અશોક (ઈ.સ.પૂ. ત્રીજી સદી)

અશોક (ઈ.સ.પૂ. ત્રીજી સદી) : મગધના મૌર્ય વંશનો પ્રસિદ્ધ રાજા. ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર અને બિંદુસારનો પુત્ર. અશોક રાજપુત્ર હતો ત્યારે તેણે પહેલાં અવન્તિમાં અને પછી તક્ષશિલામાં રાજ્યપાલ તરીકે સફળ કામગીરી બજાવી હતી. એ અવન્તિમાં હતો ત્યારે વિદિશાના શ્રેષ્ઠિની દેવી નામે પુત્રીને પરણ્યો હતો. દેવીને મહેન્દ્ર નામે પુત્ર અને સંઘમિત્રા નામે…

વધુ વાંચો >

અશોકના અભિલેખ

અશોકના અભિલેખ : મૌર્ય સમ્રાટ અશોકે કોતરાવેલા શિલાલેખો. અભિલેખ (કોતરેલું લખાણ) ટકાઉ સાધન હોઈ દીર્ઘકાલીન અતીતની જાણકારી માટેય મહત્વનો સ્રોત બની રહે છે. આ હકીકત ભારતના પ્રાચીન ઇતિહાસમાં મૌર્ય રાજવી અશોકના સમયથી ચરિતાર્થ થાય છે. સમય જતાં લિપિના સ્વરૂપમાં ભારે પરિવર્તન આવતાં શતકો સુધી અવાચ્ય રહેલા અશોકના અભિલેખ જ્યારથી વાંચી…

વધુ વાંચો >

અસંધિમિત્રા

અસંધિમિત્રા (જ. ?; અ. ઈ. પૂ. 238) : મૌર્ય સમ્રાટ અશોકની એક રાણી. શ્રીલંકાના પાલિ ગ્રંથોની અનુશ્રુતિ અનુસાર એ અશોકની અગ્રમહિષી (પટરાણી) હતી. આ પરથી એનું ખરું નામ આસંદીમિત્રા (રાજ્યારોહણ સમયની ધર્મપત્ની) હોવાનું સૂચવાયું છે. એ વિદિશાની રાણી દેવીથી ભિન્ન છે. અસંધિમિત્રા અશોકના રાજ્યના ૩૦મા વર્ષે મૃત્યુ પામી હતી. હરિપ્રસાદ…

વધુ વાંચો >

અસિકની

અસિકની : ઋગ્વેદ(8-2૦-25 અને 1૦-75-5)માં ઉલ્લિખિત નદી. ગ્રીકો એને ‘અકેસીસીની’ કહેતા. વેદકાલમાં અસિકની (શ્યામા) તરીકે ઓળખાયેલી નદીનું મૂળ નામ આગળ જતાં સદંતર લુપ્ત થયું ને એ ‘ચન્દ્રભાગા’ એવા નવા નામે ઓળખાઈ. એ હાલની ચિનાબ છે, જે પંજાબની પાંચ નદીઓમાંની એક છે. વેદકાલમાં એનો સમાવેશ સપ્તસિંધુ(સાત નદીઓ)માં થતો. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી

વધુ વાંચો >