સુમના શાહ

અનિરુદ્ધ

અનિરુદ્ધ : કૃષ્ણ વાસુદેવનો પૌત્ર. પ્રદ્યુમ્ન તથા શુભાંગી(વિદર્ભરાજ રુક્મીની કન્યા)નો પુત્ર. શોણિતપુરના રાજા બાણાસુરની પુત્રી ઉષા અનિરુદ્ધના પ્રેમમાં હતી, તેથી એણે અનિરુદ્ધનું હરણ કરાવી એને પોતાના મહેલમાં રાખ્યો. આની જાણ બાણાસુરને થતાં એણે અનિરુદ્ધને કેદ કર્યો. અનિરુદ્ધને છોડાવવા કૃષ્ણે શોણિતપુર પર ચડાઈ કરી, બાણાસુરનો પરાભવ કર્યો અને અનિરુદ્ધને છોડાવ્યો. ઉષા-અનિરુદ્ધ…

વધુ વાંચો >

અન્ધક

અન્ધક : પૌરાણિક વૃત્તાંત મુજબ યાદવોની એક શાખા. તેઓ મથુરા પર રાજ કરતા હતા. વૃષ્ણિઓ સાથે સંકળાયેલા હોવાથી મહાભારત તથા અન્ય ગ્રંથોમાં તે બંને યાદવ-શાખાઓનાં નામ સાથે હોય છે. મથુરાના રાજા ઉગ્રસેન તથા કંસ અંધક કુળના હતા. યાદવોના પશ્ચિમી સ્થળાંતર પછી અંધકોનું સત્તા-સ્થાન વૃષ્ણિઓએ લીધું દેખાય છે. ભારતયુદ્ધ પછીની સદીઓમાં…

વધુ વાંચો >

અવન્તિવર્મા

અવન્તિવર્મા (શાસન 855-883) : કાશ્મીરના ઉત્પલ રાજવંશનો પ્રતાપી રાજા. તેના સમયથી કલ્હણની ‘રાજતરંગિણી’ની માહિતી વધુ પ્રમાણભૂત હોવાનું કહેવાય છે. અવન્તિવર્માનો રાજ્યકાલ શાંતિ અને આબાદીભર્યો હતો. તેના રાજદરબારમાં વિદ્વાનોનું બહુમાન થતું. રાજાએ નવી રાજધાની અવંતીપુર વસાવી. તે સ્થળે બંધાવેલાં શિવ અને વિષ્ણુનાં બે મંદિરો આજે પણ હયાત છે. શ્રીનગરથી 29 કિમી.…

વધુ વાંચો >

ઉગ્રસેન (1)

ઉગ્રસેન (1) : પૌરાણિક સમયના મથુરાના યદુવંશી રાજા. તેઓ આહુકના પુત્ર હતા. તેમના કંસ ઇત્યાદિ નવ પુત્રોનાં તથા પાંચ પુત્રીઓનાં નામ પુરાણોમાં જણાવેલાં છે. વૃષ્ણિકુળના વસુદેવ મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા. ઉગ્રસેનને તેના પુત્ર કંસે કેદ કર્યા અને કંસ પોતે રાજા બન્યો. યાદવકુળના વડીલો કંસના આ અપકૃત્યને સાંખી શક્યા નહિ.…

વધુ વાંચો >

ઉજ્જયંત

ઉજ્જયંત : સૌરાષ્ટ્રનો પર્વતવિશેષ. અનેક સિદ્ધ મહાત્માઓના તપથી પુનિત બનેલો ઉજ્જયંત જૈન અનુશ્રુતિ સાથે સંકળાયેલો છે. જૈનોના બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિની દીક્ષા તથા કેવલજ્ઞાન-નિર્વાણના પ્રસંગો અનુક્રમે રૈવતક તથા ઉજ્જયંત પર થયા હોવાની અનુશ્રુતિ છે. ઉજ્જયંતમાંથી નીકળતી સુવર્ણસિક્તા, પલાશિની ઇત્યાદિ નદીઓના પ્રવાહમાંથી  સુદર્શન તળાવ મહાક્ષત્રપ રુદ્રદામાએ બંધાવ્યું હતું. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમય(457)નો…

વધુ વાંચો >

કાર્તવીર્ય સહસ્રાર્જુન

કાર્તવીર્ય સહસ્રાર્જુન : પૌરાણિક પરંપરા અનુસાર હૈહય રાજવંશી કૃતવીર્યનો પુત્ર અર્જુન. તે ચક્રવર્તી સમ્રાટ હતો. દત્તાત્રેયની સેવા કરીને હજાર હાથ મેળવ્યા તેથી તે ‘સહસ્રાર્જુન’ નામે ઓળખાયો. તેની રાજધાની માહિષ્મતી (મધ્યપ્રદેશનું ચુલી માહેશ્વર કે માંધાતા ટાપુ) હતી. નર્મદા અને સમીપના સાગરપ્રદેશ પર કાર્તવીર્ય અર્જુનનું વર્ચસ્ હતું. એ જ પ્રદેશમાં ભૃગુકુળના ઋષિઓનો…

વધુ વાંચો >

કુશસ્થલી

કુશસ્થલી : પૌરાણિક અનુશ્રુતિ પ્રમાણે આનર્ત દેશની ઇક્ષ્વાકુ વંશની એક શાખા શાર્યાતોની અરબી સમુદ્રતટે આવેલી રાજનગરી. તે જ યાદવોની દ્વારવતી અને આજની દ્વારકા. રૈવત કકુદ્મી એનો સ્વામી હતો. તે નગરી રૈવતક(ગિરનાર)થી સુશોભિત હતી. પુણ્યજન રાક્ષસોએ તેનો વિનાશ કર્યો. પૌરાણિક વૃત્તાંત મુજબ શાર્યાત કુળના રાજા રૈવત કકુદ્મી, પુત્રી રેવતી માટે સુયોગ્ય…

વધુ વાંચો >

કૃષ્ણ

કૃષ્ણ : વસુદેવ અને માતા દેવકીના પુત્ર. મહામાનવ અને પૂર્ણાવતાર. કૃષ્ણચરિત્ર મહાભારત, પુરાણો, પ્રાચીન તમિળ સાહિત્ય અને તમિળ ‘દિવ્ય પ્રબન્ધમ્’માં વર્ણવાયેલું છે. વસુદેવ અને દેવકીનાં લગ્ન થયા પછી, કંસ કાકાની દીકરી બહેન દેવકીને શ્વશુરગૃહે પહોંચાડવા જતો હતો. માર્ગમાં દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતાં કંસે વસુદેવ-દેવકીને કારાગૃહમાં…

વધુ વાંચો >