અન્ધક : પૌરાણિક વૃત્તાંત મુજબ યાદવોની એક શાખા. તેઓ મથુરા પર રાજ કરતા હતા. વૃષ્ણિઓ સાથે સંકળાયેલા હોવાથી મહાભારત તથા અન્ય ગ્રંથોમાં તે બંને યાદવ-શાખાઓનાં નામ સાથે હોય છે. મથુરાના રાજા ઉગ્રસેન તથા કંસ અંધક કુળના હતા. યાદવોના પશ્ચિમી સ્થળાંતર પછી અંધકોનું સત્તા-સ્થાન વૃષ્ણિઓએ લીધું દેખાય છે. ભારતયુદ્ધ પછીની સદીઓમાં અંધકોનો ઉલ્લેખ મળે છે : દા.ત., પાણિનિ (આશરે ઈ. પૂ. પાંચમી સદી) ગણ-સંઘોની યાદીમાં અંધકોને ગણાવે છે.

સુમના શાહ