સુમનબહેન પંડ્યા

અગ્રવાલ, ડી. પી.

અગ્રવાલ, ડી. પી. (જ. 15 માર્ચ 1933, અલ્મોડા, હાલનું ઉત્તરાખંડ) : જાણીતા પુરાતત્ત્વવિદ્. નામ ધરમપાલ. પુરાતત્ત્વવિદ્યાનો ડિપ્લોમા તથા એ વિષયમાં પીએચ.ડી. ઉપાધિ મેળવી મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં જોડાયા. 1973માં અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(Physical Research Laboratory)માં સ્થળાંતર કર્યું. એમણે પુરાતત્ત્વવિષયક છ પુસ્તકો લખ્યાં છે જેમાં મુખ્ય છે : ‘પ્રાચીન…

વધુ વાંચો >

અત્રંજી ખેડા

અત્રંજી ખેડા : આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક કાળનો સંસ્કૃતિદર્શક ટીંબો. તે ઉત્તરપ્રદેશના ઇટાવાથી 16 કિમી. ઉત્તરે કાળી નદીના જમણા કાંઠે આવેલો છે. તે 1,200 × 400 × 6થી 12 મીટર માપનો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રો. નૂરુલ હસન અને પ્રો. ગૌર દ્વારા 1961થી 1967 સુધી ઉત્ખનિત. તેના કુલ છ સાંસ્કૃતિક તબક્કાઓ…

વધુ વાંચો >

અહિચ્છત્રા

અહિચ્છત્રા : મહાભારત પ્રમાણે અહિચ્છત્રા ઉત્તર પાંચાલની રાજધાની હતી. હાલ આ સ્થળ બરેલી જિલ્લામાં રામનગરની પાસે આવેલું છે. શિલાલેખમાં એને અધિચ્છત્ર તરીકે ઓળખાવેલ છે. એનું અહિકક્ષેત્ર એવું નામ પણ મળે છે. જૈન સાહિત્યમાં એને જાંગલ દેશના મુખ્ય શહેર તરીકે વર્ણવ્યું છે. સૌપ્રથમ કનિંગહામે અહીં ખોદકામ કરાવ્યું ત્યારે અશોકકાલીન એક સ્તૂપના…

વધુ વાંચો >

કાલીબંગા

કાલીબંગા : રાજસ્થાનમાં 29.25 ઉત્તર અક્ષાંશથી 74-05′ પૂર્વ રેખાંશે શુષ્ક ઘગ્ઘર (વૈદિક સરસ્વતી ?) નદીના દક્ષિણકાંઠે આવેલો 150 x 120 x 10 મીટરનો (1) પ્રાક્ અને અર્ધહડપ્પીય તથા (2) આરૂઢ હડપ્પીય સંસ્કૃતિદર્શક ટીંબો. ભારતીય પુરાવસ્તુવિદ્યા સર્વેક્ષણ દ્વારા 1961-1969માં ઉત્ખનિત. પ્રાક્, અર્ધહડપ્પીય કાળ : ઈ.પૂ. 2900થી ઈ.પૂ. 2700. 240 x 250…

વધુ વાંચો >

તામ્ર તકનીકી

તામ્ર તકનીકી : તાંબામાંથી વિવિધ સાધનો કે આકારો બનાવવા માટે ઉપયોગમા લેવાતી વિવિધ પદ્ધતિઓ. પ્રાચીન કાળથી ભારતમાં તામ્ર કે તાંબામાંથી ફરસી, કુહાડી તથા છરાનાં પાનાં, કરવતો, તીર તથા ભાલાનાં ફળાં, પરશુ તેમજ માપપટ્ટીઓ, શારડીઓ, છીણી, ટાંકણાં, મોચીના સોયા, નાકાવાળી સોયો, માછલી પકડવાના કાંટા, સાંકળો તથા ખીલા તેમજ બંગડીઓ, બુટ્ટીઓ, આંટાવાળી…

વધુ વાંચો >

ધાતુવિદ્યા

ધાતુવિદ્યા : કાચી ધાતુની ઓળખ, તેમાંથી મૂળ ધાતુને ગાળવી, ઓગાળવી અને પછી તેમાંથી ચોક્કસ પદ્ધતિઓ દ્વારા વિવિધ ચીજો, ઓજારો અને હથિયારો બનાવવાનો કસબ. ભારતમાં ધાતુવિદ્યા અને તેના ઉપયોગ પર આધારિત માનવજીવનના મુખ્ય ચાર તબક્કાઓ પડે છે. તેમાં પાષાણયુગ, તામ્રપાષાણયુગ, તામ્રકાંસ્ય-યુગ અને લોહયુગ કે લોહના ઉપયોગ સાથે સંકળાયેલ સંસ્કૃતિનો સમાવેશ થાય…

વધુ વાંચો >

ધોળાવીરા

ધોળાવીરા (કોટડો) : ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર. કચ્છના મોટા રણમાં આવેલા ખડીર બેટની ઉત્તર-પશ્ચિમે આવેલા ઉજ્જડ થઈ ગયેલા આદ્ય-ઐતિહાસિક કાળના શહેરના અવશેષો અહીં આવેલા છે. કિલ્લાનો 16.5 મી. ઊંચો ભાગ 10 કિમી. દૂરથી દેખાય છે. કિલ્લાને સ્થાનિક લોકો કોટડો–મહાદુર્ગ કહે છે. ધોળાવીરા ગામની નજીક હોવાથી તે ધોળાવીરા તરીકે…

વધુ વાંચો >

મૃદ્-ભાંડ

મૃદ્-ભાંડ : પુરાવશેષ તરીકે મહત્ત્વ  ધરાવતાં માટીનાં વાસણો. તે અંત્યપાષાણયુગથી માંડીને હડપ્પીય તેમજ તામ્રપાષાણયુગીય આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓના ટિંબાઓમાંથી વિપુલ પ્રમાણમાં ઠીકરાં રૂપે કે ક્વચિત્ અખંડ રૂપે મળતાં રહ્યાં છે. સદીઓથી માટી નીચે દબાઈ રહેવા છતાં તે નાશ પામ્યાં નથી. આથી લિપિની ગેરહાજરીવાળી આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓના અભ્યાસમાં તે પ્રથમદર્શી મહત્વના પુરાવા…

વધુ વાંચો >