સુધાંશુ પટવારી

અતિઅમ્લતા (hyper-acidity)

અતિઅમ્લતા (hyper-acidity) : પેટમાંની અસ્વસ્થતા દર્શાવતો વિકાર. જનસમાજમાં 40 % લોકોને કોઈ ને કોઈ ઉંમરે અતિઅમ્લતાની તકલીફ થતી હોય છે. દર્દી પેટના ઉપલા ભાગમાં કે છાતીની મધ્યમાં બળતરા, ખાટા ઘચરકા કે ઓડકાર, જમ્યા પછી પેટમાં ભાર લાગવાની અથવા ઊબકા કે ઊલટીની ફરિયાદ કરે છે. આ બધાંને અતિઅમ્લતા, અજીર્ણ કે અપચા…

વધુ વાંચો >

આંત્રવાત

આંત્રવાત (intestinal gas) : આંતરડામાં વાયુનો પ્રકોપ. પેટમાં વાયુ ત્રણ રીતે થાય છે : (1) હવા ગળવાથી, (2) અર્ધપચેલા ખોરાક કે આંતરડામાંના જીવાણુઓ(bacteria)થી અને (3) લોહીમાંના વાયુઓનું આંતરડાની અંદર પ્રસરણ (diffusion) થવાથી. સામાન્ય રીતે જઠર અને આંતરડામાં વાયુ 200 મિલિ.થી વધુ હોતો નથી. દિવસ દરમિયાન ગુદા વાટે 7થી 20 વખતની…

વધુ વાંચો >

ઊબકા અને વમન

ઊબકા અને વમન : ગળા કે પેટના ઉપરના ભાગમાં થતી તરત ઊલટી કરવાની સંવેદના તે ઊબકા તથા જઠરમાંના પદાર્થોને જોરથી મોં વાટે બહાર કાઢવાની ક્રિયા તે ઊલટી અથવા વમન. ખોપરીની અંદર દબાણ વધે ત્યારે ખૂબ જોરથી દૂર ફેંકાતી ઊલટી થાય છે અને તેને પ્રક્ષેપિત (projectile) વમન કહે છે. ઊબકા સામાન્યત:…

વધુ વાંચો >

પ્રત્યામ્લો (antacids)

પ્રત્યામ્લો (antacids) : જઠરમાંના ઍસિડનું તટસ્થીકરણ કરતાં ઔષધો. તેમનો મુખ્ય ઉપયોગ જઠર કે પક્વાશય(duodenum)માં પડેલું ચાંદું કે અજીર્ણની સારવારમાં થાય છે. મોટે ભાગે તે જરૂર કરતાં ઓછી માત્રામાં વપરાય છે. ઓછી માત્રામાં લેવાય છતાં ધારી અસર ઉપજાવે તેવી અસરને અનૌષધીય અસર (placebo effect) કહે છે. જ્યારે કોઈ અસરકારક ઔષધને સ્થાને…

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય (liver cirrhosis)

યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે  તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર…

વધુ વાંચો >

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy)

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો…

વધુ વાંચો >

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું…

વધુ વાંચો >

યકૃતશોથ, મદ્યપાનજન્ય (alcoholic hepatitis) :

યકૃતશોથ, મદ્યપાનજન્ય (alcoholic hepatitis) : દારૂને કારણે યકૃત(liver)માં ઉદભવતા ઉગ્ર તથા દીર્ઘકાલી શોથ (inflammation) અને કોષનાશ(necrosis)ની પ્રતિક્રિયા. ચેપ, ભૌતિક અથવા રાસાયણિક ઈજા પછી શરીરમાં પ્રતિભાવરૂપે જે પ્રતિક્રિયા ઉદભવે છે, તેને શોથ (inflammation) કહે છે. તે સમયે તે સ્થળે લોહીનું પરિભ્રમણ અને લોહીના કોષોનો ભરાવો થાય છે. તેથી ત્યાં સોજો આવે…

વધુ વાંચો >