શિલીન નં. શુક્લ

અકાલવૃદ્ધત્વ (progeria)

અકાલવૃદ્ધત્વ (progeria) : બાળપણ અથવા યુવાવસ્થામાં વૃદ્ધત્વનાં ચિહ્નો પ્રગટે તે અવસ્થા. ઘણી વાર તેનાં વારસાગત સંલક્ષણો (syndromes) હોય છે, જેમાં કોષીય તેમજ શારીરિક વૃદ્ધત્વનાં ઘણાં લક્ષણો જોવા મળે છે. પરંતુ માનસિક વૃદ્ધત્વ આવતું નથી. બાલ્યાવસ્થામાં હચિન્સન-ગિલ્ફર્ડ સંલક્ષણ અને પુખ્તાવસ્થામાં વર્નરનું સંલક્ષણ અકાલવૃદ્ધત્વ લાવે છે. હચિન્સન–ગિલ્ફર્ડ સંલક્ષણમાં હૃદય અને મગજના રુધિરાભિસરણની…

વધુ વાંચો >

અતિઅમ્લતા (hyper-acidity)

અતિઅમ્લતા (hyper-acidity) : પેટમાંની અસ્વસ્થતા દર્શાવતો વિકાર. જનસમાજમાં 40 % લોકોને કોઈ ને કોઈ ઉંમરે અતિઅમ્લતાની તકલીફ થતી હોય છે. દર્દી પેટના ઉપલા ભાગમાં કે છાતીની મધ્યમાં બળતરા, ખાટા ઘચરકા કે ઓડકાર, જમ્યા પછી પેટમાં ભાર લાગવાની અથવા ઊબકા કે ઊલટીની ફરિયાદ કરે છે. આ બધાંને અતિઅમ્લતા, અજીર્ણ કે અપચા…

વધુ વાંચો >

અતિકૅલ્શિયમતા

અતિકૅલ્શિયમતા (hypercalcaemia) : માનવશરીરમાં યોગ્ય કરતાં વધુ પ્રમાણમાં કૅલ્શિયમ હોવાને કારણે થતો રોગ. માનવશરીરમાંનાં કુલ 24 તત્વોમાં કૅલ્શિયમનું પ્રમાણ પાંચમું સ્થાન ધરાવે છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસ મળીને શરીરના કુલ વજનના 3 ટકા બને છે. આમ 70 કિગ્રા. વજનવાળી વ્યક્તિમાં 1,184 ગ્રામ કૅલ્શિયમ રહેલું છે, જે મુખ્યત્વે હાડકાં અને દાંતની રચનામાં,…

વધુ વાંચો >

અતિદાબખંડ

અતિદાબખંડ (hyperbaric chamber) : વધુ દબાણવાળો ઑક્સિજન આપવા માટેનો ખંડ. વાતાવરણ કરતાં વધુ દબાણે પ્રાણવાયુ આપવા માટે દર્દીનાં અંગો સમાય તેટલો નાનો કે સારવાર આપનારાઓ સહિત દર્દીને રાખી શકાય તેવડો વિશાળ ખંડ ભારતમાં થોડાંક કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. વિશાળ અતિદાબખંડમાં દર્દીને 100% પ્રાણવાયુ નાકનળી કે મહોરા (mask) વડે અપાય છે. તેથી…

વધુ વાંચો >

અતિવૃદ્ધિ

અતિવૃદ્ધિ (hypertrophy) : કોષ કે અવયવના કદમાં થતો વધારો. સામાન્ય સંજોગોમાં કે રોગને કારણે કાર્યમાંગ વધે ત્યારે કોષના કદમાં થતા વધારાને અતિવૃદ્ધિ કહે છે. કોષની સંખ્યા વધતી નથી, પણ તેના ઘટકોની સંખ્યા અને પ્રમાણ વધે છે. આથી અવયવનું કદ પણ વધે છે. સગર્ભાવસ્થામાં ગર્ભાશય અતિવૃદ્ધિ પામે છે. બાળકને ધવરાવતી માતાનું…

વધુ વાંચો >

અતિસાર

અતિસાર (diarrhoea) : વારંવાર થતા પાતળા ઝાડા. દિવસમાં ત્રણથી વધુ, અથવા સામાન્ય ટેવથી વધુ થતા પાતળા ઝાડાને અતિસાર કહે છે. તે રોગ નથી, પણ ઘણા રોગોનું એક લક્ષણ છે. અચાનક શરૂ થઈ, થોડા કલાકો કે દિવસો ચાલતા ઝાડાને ઉગ્ર (acute) અતિસાર કહે છે. સતત કે ફરીફરીને થતા, અઠવાડિયા કે મહિનાઓ…

વધુ વાંચો >

અત્યધિક શ્વેતકોશી પ્રતિક્રિયા

અત્યધિક શ્વેતકોશી પ્રતિક્રિયા (leukaemoid reaction) : લોહીના કૅન્સર જેવું લાગતું, શ્વેતકોષોનું વધેલું પ્રમાણ. કેટલાક ચેપ, ઝેર, કૅન્સર અને અન્ય રોગોથી પીડાતા દર્દીઓની અસ્થિમજ્જા(bone marrow)માં નિયમનવાળી પ્રતિક્રિયા રૂપે અપક્વ કે/અને પક્વ શ્વેતકોષોનું ઉત્પાદન વધે છે. દર્દીના લોહીમાં અપક્વ કે 30,000થી 50,000 ઘમિમી.ના પ્રમાણમાં પક્વ શ્વેતકોષો પરિભ્રમણ કરતા થાય છે. દર્દીની લોહીની…

વધુ વાંચો >

અનૈચ્છિક સંચલન

અનૈચ્છિક સંચલન (involuntary movements) : રોકી ન શકાય તેવું, આપમેળે થતું હલનચલન. શરીરનાં અંગ પોતાની મેળે હાલ્યા જ કરે અને તેને રોકવાનો પ્રયત્ન કરવા છતાં તે સ્થિર ન રહી શકે તેવી પરિસ્થિતિ. તેનાથી સ્વૈચ્છિક ક્રિયાઓમાં નડતર ઊભું થાય છે. દા.ત., હાથની ધ્રુજારીથી ચા પીતાં પ્યાલો હાલવા માંડે અને ચા ઢોળાય.…

વધુ વાંચો >

અપચો

અપચો : પેટમાંની અસ્વસ્થતાનો એક પ્રકાર. જમ્યા પછી તરત, કલાકે બે કલાકે કે અર્ધરાત્રિએ પેટના ઉપલા ભાગમાં ભરાવો લાગે કે બળતરા થાય, વાયુને કારણે પેટ તણાય, તણાવ થાય, ઘચરકા આવે કે ઊબકા આવે ત્યારે તેને અપચો કહે છે. દર્દીને આ લક્ષણ સ્પષ્ટ રીતે સમજવામાં મુશ્કેલી પડે છે. અને તેથી તેને…

વધુ વાંચો >

અપસ્માર (આયુર્વિજ્ઞાન)

અપસ્માર (આયુર્વિજ્ઞાન) (epilepsy) : વારંવાર આવતી ખેંચ અથવા આંચકી (convulsions). આ રોગને ફેફરું પણ કહે છે. અપસ્માર મગજની બીમારી છે. વાઈ અથવા હિસ્ટીરિયા (hysterical neurosis) નામના માનસિક રોગ અને અપસ્માર અલગ અલગ બીમારીઓ છે. ચેતાતંત્રમાં માહિતીની આપલે વીજ-આવેગો(electronic impulse)થી થાય છે. કોઈ કારણસર ચેતાતંત્રનું આ વીજકાર્ય ખામીભર્યું થાય ત્યારે કેન્દ્રીય…

વધુ વાંચો >