શિલીન નં. શુક્લ

અપંગતા અને વળતર

અપંગતા અને વળતર (disability and compensation) : શારીરિક તેમજ માનસિક ખોડ કે ખામી (અપંગતા) તથા તેનાથી પડતી ખોટને પૂરવા માટેનો ઉપાય (વળતર). અપંગતા સાપેક્ષ અને વ્યક્તિની જરૂરિયાત પર આધારિત હોય છે. દીર્ઘ જીવન, સૈન્યમાં કામ કરી શકાય તેવી શારીરિક ક્ષમતા, રમત-ગમતમાં ભાગ લઈ શકાય તેવી શક્તિ, રોજી મેળવવા માટે કરવા…

વધુ વાંચો >

અમીબાજન્ય રોગ

અમીબાજન્ય રોગ (amoebiasis) : અમીબા (amoeba, અરૂપી) નામના એકકોષી (unicellular) પરજીવીથી થતો રોગ. તે મોટા આંતરડા અને યકૃતને નુકસાન કરે છે. તેના ઉગ્ર સ્વરૂપને મરડો કહે છે. અમીબાની પ્રાણીશાસ્ત્રીય ઓળખ સારણી 1માં આપી છે. સારણી 1 : અમીબાની પ્રાણીશાસ્ત્રીય ઓળખ  જૂથ  નામકરણ  વૈજ્ઞાનિક સંઘ (phyllum) પ્રોટોઝોઆ (protozoa) ફોન સીબોલ્ડ (1845)…

વધુ વાંચો >

અર્બુદ (tumour)

અર્બુદ (tumour) : નવા સર્જાતા કોષોની ગાંઠ (tumour). (અ) પરાવિકસન, દુષ્વિકસન; (આ) નવવિકસન તથા સૌમ્ય અર્બુદ અને (ઇ) કૅન્સરની લાક્ષણિકતાઓ આ પ્રક્રિયાને નવવિકસન (neoplasia) કહે છે અને તે સ્ત્રી અને પુરુષ બંનેમાં કોઈ પણ ઉંમરે ગમે તે પેશીમાં થઈ શકે છે. તેના અભ્યાસને અર્બુદવિજ્ઞાન (oncology) કહે છે. અર્બુદ બે પ્રકારનાં…

વધુ વાંચો >

અલ્પમૂત્રક અંત:સ્રાવ

અલ્પમૂત્રક અંત:સ્રાવ (ADH) : પીયૂષિકા (pituitary) ગ્રંથિના પાછળના ભાગમાં ઉત્પન્ન થતો અંત:સ્રાવ. આ અંત:સ્રાવ મૂત્રકનલિકાઓ(renal tubules)માંથી પાણીનું પુન:શોષણ કરાવે છે. તેનો સ્રાવ સાવ બંધ થાય તો પાણીનું પુન:શોષણ થતું અટકે છે. પાણીનો જે જથ્થો મૂત્રક(nephron)માં ગળાય, તે બધો જ મૂત્રમાર્ગે બહાર નીકળી જાય છે. આને અતિજલમેહ (diabetes insipidus) કહે છે.…

વધુ વાંચો >

અવાળુ

અવાળુ : જડબાના જે ભાગમાં દાંત ગોઠવાયા હોય તેને ઢાંકતી પેશી. તેને પેઢું પણ કહે છે. તે ભૂખરા ગુલાબી કે ગુલાબી રંગનું હોય છે. તે ચાવતી વખતે થતા ઘર્ષણ અને દબાણનું વહન કરે છે. તે જડબાના હાડકાનાં બહારનાં આવરણ, જેને પરિઅસ્થિ (periosteum) કહે છે તેની સાથે તથા દાંતના સિમેન્ટ સાથે…

વધુ વાંચો >

અવાળુ-અર્બુદ

અવાળુ-અર્બુદ (epulis) : દાંતના પેઢાની ગાંઠ. તેમાં અવાળુની વૃદ્ધિ થાય છે. ગેલને (Galen) સૌપ્રથમ આ બીમારી માટે ગ્રીક શબ્દ epulisનો ઉપયોગ કર્યો હતો. મોટાભાગનાં અવાળુ-અર્બુદ, દાંતની છારી કે અવાળુ-ગર્તમાં થતી પથરી, બંધ ના બેસતાં હોય તેવાં દંતચોકઠાં (dentures), અવાળુનો ચેપ, તૂટેલા દાંતની તીક્ષ્ણ ધારને કારણે થતી સતત ઈજા અથવા ચચરાટને…

વધુ વાંચો >

અવાળુ-મુખશોથ ઉગ્ર

અવાળુ-મુખશોથ, ઉગ્ર (acute necrotising ulcerative gingivitis) : મોં અને અવાળુ પર વારંવાર થતો પીડાકારક ચાંદાનો રોગ. ઝેનોફોને ઈ. પૂ. ચોથી સદીમાં, ગ્રીક સૈનિકોને આ રોગ થયેલો વર્ણવ્યો છે. ફરીથી તે ઓગણીસમી સદીમાં ફ્રેન્ચ સૈનિકોમાં પણ નોંધાયો છે. 1778માં જૉન હન્ટરે તેનું વિશદ વર્ણન કર્યું. 1890માં પ્લાઉટ અને વિન્સન્ટે તેના ફ્યુઝીફૉર્મ…

વધુ વાંચો >

અવાળુવર્ધન

અવાળુવર્ધન (gum hypertrophy) : મોઢામાં થતી પેઢાંની વૃદ્ધિ. એક કે વધુ અથવા બધા જ દાંતની આજુબાજુ અવાળુનો સોજો આવે ત્યારે તેને અવાળુવર્ધન કહે છે. આંતરદંતીય કલિકાઓ (papillae), સીમાવર્તી (marginal) અવાળુ કે સમગ્ર અવાળુનું વર્ધન થાય છે. ક્યારેક અલગ પડેલું ગાંઠ જેવું ચોંટેલું કે લટકતું વર્ધન પણ જોવા મળે છે. મૂળ…

વધુ વાંચો >

અવાળુ-શોથ

અવાળુ-શોથ (gingivitis) : ચેપને કારણે આવતો પેઢાંનો સોજો. ભારતમાં 80% લોકોમાં આ રોગ જણાય છે. શરૂઆતમાં પીડાકારક ન હોવાને કારણે તેનું નિદાન મોડું થાય છે. સમય જતાં તેમાંથી પાયોરિયા (પરિદંતશોફ, periodontosis) થાય છે. પરુવાળાં પ્રવાહી જ્યારે અવાળુની આસપાસ જોવામાં આવે ત્યારે  તેને સપૂયસ્રાવ (pyorrhoea) કહે છે. દાંત અને મોઢાની અપૂરતી…

વધુ વાંચો >

અસ્થિઅર્બુદો

અસ્થિઅર્બુદો (bone tumours) : હાડકામાં થતી ગાંઠ (અર્બુદ). તે બે પ્રકારની હોય છે  સૌમ્ય (benign) અને દુર્દમ અથવા મારક (malignant) દુર્દમ અસ્થિ અર્બુદને કૅન્સર પણ કહે છે. કૅન્સર હાડકામાં તે જ સ્થળે ઉદભવ્યું હોય (પ્રથમાર્બુદ, primary) અથવા રોગસ્થાનાંતરતા(metastasis)ને કારણે અન્યત્ર ઉદભવીને હાડકામાં પ્રસર્યું પણ હોય (દ્વિરર્બુદ, secondary). (અસ્થિઅર્બુદોના પ્રકારો અને…

વધુ વાંચો >