શાંતિલાલ બ. મહેતા

કાલેકી, માઇકલ

કાલેકી, માઇકલ (જ. 22 જૂન 1899, પોલૅન્ડ; અ. 18 એપ્રિલ 1970, વૉર્સો) : પોલૅન્ડના વિખ્યાત અર્થશાસ્ત્રી. વૉર્સો શહેરના ઝેન્સ્ક પૉલિટેકનિકમાં એન્જિનિયરિંગના વિષયો સાથે અભ્યાસ કર્યો પણ ત્યાંથી પદવી પ્રાપ્ત કરે તે પહેલાં, કૌટુમ્બિક સંજોગોને લીધે અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. અર્થશાસ્ત્રનાં પુસ્તકો વાંચીને જ અર્થશાસ્ત્રના વિષયમાં સ્વ-શિક્ષિત નિષ્ણાત બન્યા. 1929થી…

વધુ વાંચો >

કેમ્બ્રિજ સ્કૂલ (ઑવ્ ઇકૉનૉમિક્સ)

કેમ્બ્રિજ સ્કૂલ (ઑવ્ ઇકૉનૉમિક્સ) : ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓના પ્રભાવ હેઠળ વિકાસ પામેલી આર્થિક વિચારસરણી. 1922માં કેઇન્સે ‘કેમ્બ્રિજ ઇકૉનૉમિક હૅન્ડબુક્સ સિરીઝ’ની પ્રસ્તાવનામાં ‘કેમ્બ્રિજ સ્કૂલ’નો શબ્દપ્રયોગ કરીને કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના અધ્યાપકોનો ઉલ્લેખ કર્યો હતો. આલ્ફ્રેડ માર્શલ અને પિગૂ બંનેને આ વિચારધારાના પ્રણેતા ગણવામાં આવે છે. ડી. એચ. રૉબટર્સન, એફ. લેવિંગ્ટન, એચ.…

વધુ વાંચો >

દુર્લભ ચલણ

દુર્લભ ચલણ (hard currency) : જે ચલણની માંગ વિદેશી હૂંડિયામણ-બજારમાં વધતી જતી હોય અને પરિણામે અન્ય દેશોનાં ચલણોમાં તેની કિંમત વધતી જતી હોય તે ચલણ. તેને દુર્લભ, મજબૂત કે સધ્ધર ચલણ પણ કહેવાય. દુર્લભ ચલણની ઘટના એક ઐતિહાસિક ઘટના ગણાય. બીજા વિશ્વયુદ્ધ પછીનાં કેટલાંક વર્ષો દરમિયાન અમેરિકાનો ડૉલર એક દુર્લભ…

વધુ વાંચો >

પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર

પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર : મુક્ત અર્થતંત્રમાં શ્રદ્ધા ધરાવતી અર્થશાસ્ત્રની શાખા. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો પ્રારંભ 1776માં ઍડમ સ્મિથે ‘ઍન ઇન્ક્વાયરી ઇન-ટુ ધ નેચર ઍન્ડ કૉઝિઝ ઑવ્ વેલ્થ ઑવ્ નેશન્સ’ નામનું પુસ્તક લખ્યું ત્યારથી થયો ગણી શકાય. આ પુસ્તકમાં ચીજવસ્તુઓ, સેવાઓ વગેરેનાં ઉત્પાદન, વહેંચણી, વિનિમય અંગેના આર્થિક સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા. આ પુસ્તક પાંચ…

વધુ વાંચો >

ફાજલ ઉત્પાદન-શક્તિ

ફાજલ ઉત્પાદન-શક્તિ : ઉત્પાદન એકમની સ્થાપિત શક્તિ તથા તેમાંથી ખરેખર ઉપયોગમાં લેવાતી શક્તિ વચ્ચેનો તફાવત. પેઢી કે ઉત્પાદન-એકમમાં વપરાતી યંત્રસામગ્રીને જો સુયોગ્ય રીતે ચલાવવામાં આવે તો ચોક્કસ સમય-ગાળા (દિવસ, માસ, વર્ષ) દરમિયાન તે જે અધિકતમ ઉત્પાદન આપી શકતી હોય તેને તેની સ્થાપિત શક્તિ (established capacity) કહેવામાં આવે છે. તેમાંથી તે…

વધુ વાંચો >

ફુગાવો (inflation)

ફુગાવો (inflation) : દેશમાં વસ્તુઓ અને સેવાઓની કિંમતો સતત વધતી જતી હોય એટલે કે દેશના ચલણી નાણાની ખરીદશક્તિ પણ સતત ઘટતી જતી હોય ત્યારે દેશમાં ‘ફુગાવો’ પ્રવર્તે છે એમ કહી શકાય. ફુગાવો એ અસમતુલાની એવી સ્થિતિ છે, જેમાં ચલણી નાણાનાં જથ્થામાં સતત ઊંચા દરે વધારો થતો હોય છે, જે ભાવસપાટી…

વધુ વાંચો >

બુદ્ધિધન નિસ્સરણ

બુદ્ધિધન નિસ્સરણ (brain drain) : કોઈ પણ દેશના નિષ્ણાત લોકો (એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો, ટૅકનિશિયનો અને જુદા જુદા વિષયમાં નામાંકિત વ્યક્તિઓ) પોતાનો દેશ છોડીને વધારે આવક મેળવવા માટે થોડાં વર્ષો કે કાયમ માટે બીજા દેશોમાં નોકરી-ધંધા સ્વીકારી ત્યાં સ્થળાંતર કરે તે. બુદ્ધિધન નિસ્સરણને માનવમૂડીની નિકાસ પણ કહી શકાય. બુદ્ધિધન નિસ્સરણ એ…

વધુ વાંચો >

મૂડી

મૂડી : ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતાં જમીન સિવાયનાં ભૌતિક સાધનો. આ વ્યાખ્યા મુજબ યંત્રસામગ્રી, પ્લાન્ટ, સ્પેર-પાર્ટ તો મૂડી છે જ, પણ તે ઉપરાંત ઉત્પાદનમાં વપરાતો કાચો માલ, વીજળી-પુરવઠો, કારખાનાનાં મકાનો, જળસિંચન માટેની નહેરો, વસ્તુઓનો વેચાણ માટે રાખેલો સ્ટૉક કે જથ્થો વગેરે પણ મૂડીમાં ગણાય છે. મૂડીના મુખ્ય બે પ્રકાર છે…

વધુ વાંચો >

રાજ્ય નાણા-નિગમો

રાજ્ય નાણા-નિગમો : નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોને લાંબા ગાળા માટે મૂડી પૂરી પાડતી રાજ્યો દ્વારા સ્થાપિત વિત્તીય સંસ્થાઓ. ભારત સરકારે 1951માં સ્ટેટ ફાઇનાન્શિયલ કૉર્પોરેશન ઍક્ટ પસાર કર્યો અને તેના પરિણામે બધાં રાજ્યોમાં રાજ્ય નાણાકીય નિગમો સ્થપાવાની શરૂઆત થઈ હતી. રાજ્યોમાં બૅંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પછાત વિસ્તારોમાં અને…

વધુ વાંચો >

રોકડતા (liquidity)

રોકડતા (liquidity) : વસ્તુઓ અને સેવાઓ ખરીદવાની કોઈપણ અસ્કામતની ઝડપ અને જોખમમુક્તિની માત્રા. વ્યાખ્યાથી જ નાણું પૂર્ણ રોકડતા ધરાવતી અસ્કામત છે, કેમ કે નાણાંની મદદથી તત્કાળ અને મૂડીમૂલ્યના કશાય જોખમ વિના અન્ય વસ્તુઓ ખરીદી શકાય છે. અન્ય અસ્કામતો પણ ઓછીવત્તી માત્રામાં રોકડતા ધરાવતી હોય છે, જે તપાસવાની સંપૂર્ણપણે સુસંગત નહિ…

વધુ વાંચો >