વ્રિજવિહારી દીનાનાથ દવે
અગ્નિકૃત ખડકોનું વર્ગીકરણ
અગ્નિકૃત ખડકોનું વર્ગીકરણ (classification of igneous rocks) : અગ્નિકૃત ખડકોના વર્ગીકરણનો વિષય ખડકવિદ્યાની એક અગત્યની સમસ્યા ગણાય છે. જુદા જુદા ખડકશાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતો પર આધારિત વર્ગીકરણો સૂચવેલાં છે, પરંતુ તે પૈકીનું એક પણ સર્વમાન્ય બની શક્યું નથી; આ ખડકોના વર્ગીકરણ માટે જે સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવેલો છે તેને કારણે પણ…
વધુ વાંચો >અધ્યારોપિત જળપરિવાહ
અધ્યારોપિત જળપરિવાહ (superimposed drainage) : નવા ખડકો પરથી જૂના ખડકો પર વહેતો જળપરિવાહ. કેટલાક વિસ્તારોમાં જૂની વયના ખડકો નવી વયના ખડકોના આવરણથી ઢંકાઈ ગયેલા હોય છે. સ્થળદૃશ્યની આ પ્રકારની પરિસ્થિતિ હેઠળ થતી જળપરિવાહરચના (નદીપ્રવાહ) સપાટી પર રહેલા નવા ખડકો અનુસાર વહે છે. તે જળપરિવાહને નીચે રહેલા જૂના ખડકો સાથે કોઈ…
વધુ વાંચો >અનુવર્તી ઝરણાં અને જળપરિવાહ
અનુવર્તી ઝરણાં અને જળપરિવાહ (consequent streams and drainage) : ભૂમિના ઢાળને અનુસરીને વહેતાં ઝરણાં. કેટલાંક ઝરણાં (કે નદીઓ) જે વિસ્તારમાં થઈને વહે છે તે ત્યાંની ભૂમિસપાટીના ઊંચાણ-નીચાણને અનુસરે છે અને પોતાની જળપરિવાહ રચના તૈયાર કરે છે. આવાં ઝરણાંને અનુવર્તી ઝરણાં અને જળપરિવાહને અનુવર્તી જળપરિવાહ કહે છે. આ પ્રકારનાં ઝરણાં મૂળ…
વધુ વાંચો >અનુષંગી ખનિજો અને ખનિજવર્ગો
અનુષંગી ખનિજો અને ખનિજવર્ગો (accessory minerals and mineral families) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતા ત્રણ પૈકીનો એક ખનિજ વર્ગ અને તેમાં સમાવિષ્ટ ખનિજો. બાકીના બે પ્રકાર તે આવશ્યક અને પરિણામી. આવશ્યક અને અનુષંગી ખનિજો મૅગ્માજન્ય સ્ફટિકીકરણની પેદાશો હોઈ તેમને મૂળભૂત અથવા પ્રાથમિક ખનિજો તરીકે પણ ઓળખે છે. પરિણામી ખનિજો ક્વચિત્…
વધુ વાંચો >અબરખ અને અબરખ વર્ગ
અબરખ અને અબરખ વર્ગ (mica family) : એક જાણીતું ખડકનિર્માણ ખનિજ અને તેના જેવા જ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતાં ખનિજોનું જૂથ. વર્ગીકૃત ખનિજ—સિલિકેટ પૈકીનું ફાયલોસિલિકેટ. શીટ પ્રકારની અણુ સંરચના. સ્ફટિકવર્ગ મોનોક્લિનિક. સ્ફટિકમયતા : પારદર્શક, લોહ-મૅગ્નેશિયમ તત્વોના ડાઘવાળું, ક્વચિત્ પારભાસક (transluscent) કે અપારદર્શક. રંગ : રંગવિહીન, રૂપેરી, આછો ગુલાબી, આછો…
વધુ વાંચો >અભિતટીય (પરાતટીય) પ્રવાલ ખડકો
અભિતટીય (પરાતટીય) પ્રવાલ ખડકો (fringing reefs) : સમુદ્રજળમાં લગભગ કિનારે કિનારે પરવાળાંએ તૈયાર કરેલી ખડકરચનાઓ. કોઈ પણ ખંડ કે ટાપુના સમુદ્રકિનારાના સાતત્યમાં મળી આવતા અનિયમિત અને ખરબચડા આકારોવાળા પરવાળાંના ચૂનેદાર ખડકસમૂહ કે પરવાળાંની રચના અભિતટીય પ્રવાલખડક તરીકે ઓળખાય છે. તેમની બહારની બાજુ સમુદ્રતરફી ઢાળવાળી હોય છે. કેટલીક વખતે આ પ્રકારના…
વધુ વાંચો >અભેદ્ય અને ભેદ્ય ખડકો
અભેદ્ય અને ભેદ્ય ખડકો (impervious and pervious rocks) : જળપ્રવેશક્ષમતા ન ધરાવતા ખડકો. પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા કેટલાક ખડકોમાં ખનિજકણોની ઘનિષ્ઠ ગોઠવણીને કારણે આંતરકણ જગાઓ હોતી નથી, જેથી આ પ્રકારના ખડકોમાંથી પાણી સરળતાથી પસાર થઈ શકતું નથી, એટલે એ ખડકોને અભેદ્ય ખડકો કહે છે. દળદાર (massive) અગ્નિકૃત ખડકો તેનું ઉદાહરણ…
વધુ વાંચો >અરવલ્લી
અરવલ્લી (જિલ્લો) : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં સાબરકાંઠા જિલ્લામાંથી વિભાજન કરાયેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન અને આબોહવા : આ જિલ્લો 24 0´ ઉ. અ. અને 73 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર 3,308 ચો.કિમી. છે. અરવલ્લી હારમાળાની ટેકરીઓ જે ગુજરાત અને રાજસ્થાનમાં વિસ્તરેલી છે. આ હારમાળા ઉપરથી આ જિલ્લાનું નામ ‘અરવલ્લી’ રાખવામાં…
વધુ વાંચો >અવનતિપ્રેરક વિકૃતિ
અવનતિપ્રેરક વિકૃતિ [diaphthoresis; regressive (retrograde) metamorphism] : પરિવર્તિત સંજોગો હેઠળની રચનાત્મક ભૂવિકૃતિની પ્રક્રિયા. વિકૃત ખડકોના કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળેલું છે કે પરિવર્તિત સંજોગોમાં જે પુનર્રચના થાય છે તે નિમ્ન કક્ષાલક્ષી હોય. અર્થાત્ વિકૃતિની એવી વ્યસ્ત કક્ષા પણ હોય છે, જેમાં ઉચ્ચ કક્ષાની વિકૃતિમાંથી નિમ્ન કક્ષા તરફ વિકૃત ખડકોનું…
વધુ વાંચો >