વિનોદકુમાર ગણપતલાલ ભાવસાર

ત્વક્-કાય સિદ્ધાંત

ત્વક્-કાય (tunica corpus) સિદ્ધાંત : વનસ્પતિઓમાં પ્રરોહાગ્ર(shoot apex)ના સંગઠન અંગેનો એક સિદ્ધાંત. આ સિદ્ધાંત સૌપ્રથમ સ્કિમડ્ટે (1924) રજૂ કર્યો. આ સિદ્ધાંત પ્રમાણે પ્રરોહાગ્રને અસમાન રચના અને દેખાવ ધરાવતા બે પ્રદેશોમાં વહેંચવામાં આવે છે : (1) કેન્દ્રસ્થ અંતર્ભાગ જેને કાય (corpus) કહે છે. તેના કોષો મોટા હોય છે અને અરીય (anticlinal)…

વધુ વાંચો >

ર્દઢોતક

ર્દઢોતક (sclerenchyma) : સખત દીવાલ ધરાવતા કોષોની બનેલી વનસ્પતિપેશી. ગ્રીક શબ્દ ‘scleros’ = hard = સખત કે કઠણ ઉપરથી તેને sclerenchyma કે ર્દઢોતક કહે છે. આ પેશી જાડી દીવાલવાળા કોષોની બનેલી હોય છે. વૃદ્ધિ પૂર્ણ થયા પછી તેમની પ્રાથમિક દીવાલો પર દ્વિતીયિક દીવાલ બને છે. પ્રાથમિક અને દ્વિતીયિક દીવાલો મુખ્યત્વે…

વધુ વાંચો >

દ્વિતીય વૃદ્ધિ

દ્વિતીય વૃદ્ધિ : મોટાભાગની દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા પછી જાડાઈમાં થતી વૃદ્ધિ. એધા (cambium) અને ત્વક્ષૈધા(cork cambium or phallogen)ની ક્રિયાશીલતાથી દ્વિતીયક પેશીઓનું નિર્માણ થતાં દ્વિતીય વૃદ્ધિ થાય છે. એધાવલય (cambium ring) દ્વારા રંભીય (stelar) પ્રદેશમાં દ્વિતીયક અન્નવાહક (secondary phloem) અને દ્વિતીયક પેશીઓ  (secondary xylem) અને…

વધુ વાંચો >

નિલંબ (suspensor)

નિલંબ (suspensor) : બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણવિકાસ દરમિયાન ભ્રૂણને કાર્બનિક પોષકતત્વો ધરાવતી ભ્રૂણપોષ નામની પેશી તરફ ધકેલતી રચના. તે નાશવંત હોય છે અને પૂર્વભ્રૂણ(proembryo)ના ભાવિ ભ્રૂણમૂળ તરફના છેડે જોવા મળે છે. તેનો વિકાસ ભ્રૂણ કરતાં અત્યંત ઝડપી હોય છે. ભ્રૂણ ગોળાકાર કે હૃદયાકાર બને ત્યાં સુધીમાં તેનો મહત્તમ વિકાસ થઈ જાય…

વધુ વાંચો >

પતન-સ્તર

પતન–સ્તર : પર્ણપતન દરમિયાન જીવંત પેશીઓને કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા સિવાય પ્રકાંડ પરથી પર્ણને છૂટું પાડતું સ્તર. પર્ણપાતી વૃક્ષોમાં પર્ણપતનની ક્રિયા જટિલ હોય છે અને ક્રમશ: થાય છે. સમશીતોષ્ણ પ્રદેશની બહુવર્ષાયુ વનસ્પતિઓમાં શિયાળાની શરૂઆતમાં અને ઉષ્ણપ્રદેશમાં ઉનાળાની શરૂઆતમાં આવર્તક રીતે આ ક્રિયા થાય છે. આ ક્રિયા જે ચોક્કસ પ્રદેશમાં…

વધુ વાંચો >

પરાગરજ

પરાગરજ : આવૃતબીજધારી અને અનાવૃતબીજધારી વનસ્પતિઓના પુષ્પમાં આવેલા પુંકેસરની પરાગધાનીમાં ઉદભવતું લઘુબીજાણુ. લઘુબીજાણુજનન (microsporogenesis) દરમિયાન લઘુબીજાણુમાતૃકોષ (microspore mother cell) કે પરાગમાતૃકોષ(pollen mother cell)નું અર્ધસૂત્રીભાજનથી વિભાજન, થતાં તે પરાગચતુષ્ક (pollen tetrad) તરીકે ઉત્પન્ન થાય છે. તે એકગુણિત (haploid) રંગસૂત્રો ધરાવે છે અને અંકુરણ પામી નર-જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. તે ખૂબ…

વધુ વાંચો >

પરાગાશય (microsporangia)

પરાગાશય (microsporangia) : પુંકેસરનો ટોચ ઉપરનો ભાગ. તે યોજી વડે પુંકેસર તંતુ સાથે જોડાયેલું હોય છે અને તે ચાર લઘુબીજાણુધાની (microsporangium) કે પરાગધાની (pollensac) ધરાવે છે. તે ચતુષ્કોટરીય હોય છે અને યોજી તરીકે ઓળખાતી વંધ્યપેશીનો સ્તંભ ધરાવે છે. તેની બંને બાજુએ પરાગાશયના ખંડ આવેલા હોય છે. પ્રત્યેક પરાગાશયખંડ બે લઘુબીજાણુધાની…

વધુ વાંચો >

પીણાં

પીણાં ઉત્તેજના અને તાજગી પ્રાપ્ત કરવા મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાતા પેય પદાર્થો. વિશ્વમાં તેમનો ઉપયોગ પ્રતિદિન વધતો જ રહ્યો છે. તેના બે પ્રકારો છે : 1. બિનનશાકારક પીણાં અને 2. નશાકારક અથવા માદક પીણાં. બિનનશાકારક પીણાંમાં, ચા, કૉફી, કોકો, કોલા, ગુઆરાના (guarana), યોકો (yoco) અને વનસ્પતિજ દૂધનો સમાવેશ થાય છે;…

વધુ વાંચો >

પોષકસ્તર (tapetum)

પોષકસ્તર (tapetum) : પરાગાશયની દીવાલનું સૌથી અંદરનું સ્તર. તે લઘુબીજાણુજનન(microporogenesis)ની ચતુષ્ક (tetrad) અવસ્થાએ મહત્તમ વિકાસ સાધે છે. તે બીજાણુજનક (sporogenous) પેશીને સંપૂર્ણ આવરે છે અને નોંધપાત્ર દેહધાર્મિક મહત્ત્વ ધરાવે છે; કારણ કે તેના દ્વારા બીજાણુજનક પેશીને બધું જ પોષક દ્રવ્ય મળે છે. તે એક જ સ્તરનું બનેલું હોય છે અને…

વધુ વાંચો >

પ્રકાશ-સામયિકતા

પ્રકાશ-સામયિકતા પ્રકાશ અને અંધકાર-સમયની સાપેક્ષ લંબાઈઓને અનુલક્ષીને થતી વનસ્પતિની પ્રતિક્રિયા. પ્રકાશ વનસ્પતિની વૃદ્ધિ અને પુષ્પોદભવ પર અસર કરતું એક અગત્યનું પરિબળ છે; દા.ત., મકાઈની જુદી જુદી જાતો નિશ્ચિત સંખ્યામાં પર્ણો ઉત્પન્ન કર્યા પછી જ પુષ્પનિર્માણ કરે છે. જમૈકાના ડુંગરોમાં જોવા મળતી વાંસની એક જાતિ બત્રીસ વર્ષે પુષ્પ ધારણ કરે છે;…

વધુ વાંચો >