વિનોદકુમાર ગણપતલાલ ભાવસાર

બેનિટાઇટેલ્સ

બેનિટાઇટેલ્સ : અનાવૃતબીજધારી વનસ્પતિઓનું એક અશ્મીભૂત ગોત્ર. અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી જે. જે. બેનેટના નામ પરથી આ ગોત્રનું નામ ‘બેનિટાઇટેલ્સ’ આપવામાં આવ્યું છે. જોકે આર્નોલ્ડે (1947) તેનું વધારે યોગ્ય નામ સાયકેડિયોઇડેલ્સ [ગ્રીક : Kykas, કોકોપામ : eidos, સામ્ય (resemblance)] આપ્યું. આ ગોત્રની વનસ્પતિઓ મોટાભાગના મધ્યજીવી (mesozoic) મહાકલ્પ (era) દરમિયાન પૃથ્વી પર ઘણાખરા…

વધુ વાંચો >

બેવડું ફલન

બેવડું ફલન : આવૃત બીજધારીમાં થતું વિશિષ્ટ પ્રકારનું ફલન. પરાગનયનની ક્રિયા દરમિયાન લઘુબીજાણુ (પરાગરજ) અત્યંત અલ્પવિકસિત, દ્વિ કે ત્રિકોષીય અંત:બીજાણુક (endosporic) નરજન્યુજનક ધરાવે છે. પવન, પાણી અને કીટક પરાગનયનના વાહક છે. પરાગનયન થયા પછી પરાગરજનું તરત કે થોડા સમય પછી અંકુરણ થાય છે. પરાગનલિકા પરાગાસનથી પરાગવાહિની તરફ વિકાસ સાધે છે.…

વધુ વાંચો >

ભ્રૂણપુટ

ભ્રૂણપુટ (embryo sac) : આવૃત બીજધારી વનસ્પતિઓનો માદા જન્યુજનક (female gametophyte). નીચલી કક્ષાની વિષમ બીજાણુક (heterosporic) વનસ્પતિઓ જેવી કે સેલોજિનેલા અને અનાવૃત બીજધારીઓમાં એકગુણિત (haploid) મહાબીજાણુ (megaspore) અંકુરણ પામી માદા જન્યુજનક ઉત્પન્ન કરે છે. પી. મહેશ્વરીના મંતવ્ય અનુસાર 70 % આવૃતબીજધારીઓમાં ભ્રૂણપુટનો વિકાસ એકબીજાણુક (monosporic) હોય છે. મહાબીજાણુજનન (mega-sporogenesis) દરમિયાન…

વધુ વાંચો >

ભ્રૂણપોષ

ભ્રૂણપોષ : બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણના વિકાસ માટેની મુખ્ય પોષક પેશી. તે ભ્રૂણ માટે ખોરાકનો મુખ્ય સ્રોત છે. આવૃત-બીજધારીનો ભ્રૂણપોષ અનાવૃતબીજધારીના માદા જન્યુજનક સાથે સરખાવી શકાય છે. અનાવૃતબીજધારીમાં માદા જન્યુજનક ફલન પહેલાં ઉદભવે છે, જે એકગુણિત (haploid) હોય છે અને એકગુણિત ભ્રૂણપોષમાં પરિણમે છે; પરંતુ આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ ફલનને અંતે ઉત્પન્ન થાય…

વધુ વાંચો >

મસાલા-તેજાના

મસાલા-તેજાના ખોરાકને સોડમયુક્ત અને સ્વાદિષ્ટ બનાવવામાં ઉપયોગમાં લેવાતાં વનસ્પતિનાં દ્રવ્યો. એમાં પૌષ્ટિક તત્વો ખાસ હોતાં નથી. તે ખોરાકના પાચનમાં તેમજ ખોરાકની રુચિ વધારવામાં ઉપયોગી હોય છે. તે પાચક રસોને ઉત્તેજિત કરે છે. એમનાં સ્વાદ અને સુગંધ એમનામાં રહેલાં જુદાં જુદાં બાષ્પશીલ તેલોને આભારી હોય છે. તેમનો ઉપયોગ શાકભાજી, અથાણાં, ચટણી,…

વધુ વાંચો >

મૂળદાબ

મૂળદાબ : કોષની ચયાપચયની પ્રક્રિયાઓને પરિણામે વનસ્પતિની જલવાહક પેશીનાં વાહકતત્વોમાં ઉત્પન્ન થતો ઘનાત્મક(positive) દ્રવસ્થૈતિક (hydrostatic) દાબ. મૂળ દ્વારા ક્ષારોનું સક્રિય અભિશોષણ થતાં આસૃતિ વિભવ(osmotic potential)માં ફેરફારો થાય છે અને મૂળદાબ ઉદભવે છે, જેથી પાણી મૂળમાંથી પ્રકાંડમાં ઊંચે ચઢે છે. મૂળદાબ જલવાહિનીમાં દ્રાવ્ય પદાર્થોના સંચયન(accumulation)ને લઈને ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા…

વધુ વાંચો >

મૃદુપેશી (મૃદૂતક) (Parenchyma)

મૃદુપેશી (મૃદૂતક) (Parenchyma) : વનસ્પતિનાં લગભગ બધાં જ અંગોમાં જોવા મળતી અત્યંત સામાન્ય પ્રકારની સરળ સ્થાયી પેશી. તે આધારોતક પેશીતંત્ર(ground tissue system)ની મુખ્ય પ્રતિનિધિ છે અને પ્રકાંડના બાહ્યક (cortex) અને મજ્જા(pith)માં મૂળના બાહ્યકમાં, પર્ણદંડની આધારોતક પેશીમાં, પર્ણની મધ્યપર્ણ (mesophyll) પેશીમાં અને જલવાહક (xylem) કે અન્નવાહક (phaloem) પેશીમાં કોષોના સમૂહ તરીકે…

વધુ વાંચો >

યીસ્ટ

યીસ્ટ મિસિતંતુવિહીન (non-mycelial), સસીમકેન્દ્રી (eukaryotic) એકકોષી ફૂગ. તે સામાન્યત: મુકુલન (budding) કે દ્વિભાજન (fission) અથવા બંને પદ્ધતિઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે અને કાં તો યુગ્મનજ (zygote) કે કાયિક (somatic) કોષમાંથી ઉદભવતી ધાની(ascus)માં ધાનીબીજાણુઓ (ascospores) ઉત્પન્ન કરે છે. જોકે ‘યીસ્ટ’ શબ્દ વિવિધ રીતે પ્રયોજાય છે અને તેનું વર્ગીકરણવિદ્યાની ર્દષ્ટિએ મહત્વ…

વધુ વાંચો >

રસસંકોચ (plasmolysis)

રસસંકોચ (plasmolysis) : કોષમાં થતી જીવરસના સંકોચનની પ્રક્રિયા. જ્યારે જીવંત વનસ્પતિકોષને તેના કોષદ્રવ (cellsap) જેટલો જ પરાસરણ દાબ (osmotic pressure) ધરાવતા (સમપરાસારી = isotonic) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે કોષનો દેખાવ બધી રીતે સામાન્ય રહે છે. જો કોષને કોષદ્રવ કરતાં ઓછા પરાસરણ દાબવાળા (અલ્પપરાસારી = hypotonic) કે ઓછા ઋણ જલવિભવ (water…

વધુ વાંચો >

રસાયણાનુવર્તન (chemotropism)

રસાયણાનુવર્તન (chemotropism) : રાસાયણિક ઉત્તેજનાને લઈને થતું વાનસ્પતિક રચનાઓનું દિશાત્મક (directive) વૃદ્ધિરૂપ હલનચલન. આ પ્રકારના હલનચલનમાં અનુક્રિયા(response)ની દિશા ઉત્તેજનાની દિશા સાથે સંબંધિત હોય છે. પરાગાસન અને પરાગવાહિનીમાં થઈને પરાગનલિકાની ભ્રૂણપુટ (embryosac) તરફ થતી વૃદ્ધિ રસાયણાનુવર્તનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. સ્ત્રીકેસરોમાં રહેલા રાસાયણિક પદાર્થો પરાગનલિકાની વૃદ્ધિ માટે દિશાત્મક બળ…

વધુ વાંચો >