લલિતા મિરજકર

ઉપરા (1980)

ઉપરા (1980) : આત્મકથાત્મક મરાઠી નવલકથા. ‘ઉપરા’નો અર્થ છે આગંતુક. લક્ષ્મણ માનેની આ સાહિત્યકૃતિ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 1981માં પુરસ્કૃત થયેલી છે. લેખક મહારાષ્ટ્રની એક ભટકતી જાતિ – કૈકાડી જમાતમાં જન્મેલા અને ઊછરેલા. આ જમાતની પ્રજા વર્ષમાં આઠ માસ સ્થળાંતર કરનારી, સખત મજૂરી કરી ગુજરાન કરનારી. સમાજમાં હલકી ગણાતી તેમની…

વધુ વાંચો >

કાજલમય

કાજલમય (1972) : મરાઠી સર્જક જી. એ. કુલકર્ણીનો નવલિકાસંગ્રહ. કર્તાનો આ સાતમો નવલિકાસંગ્રહ છે. એને માટે લેખકને 1973નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. એમાંની વાર્તાઓમાં લેખકે આધુનિક જીવનની અર્થહીનતા, અસંબદ્ધતા તથા વિધાતા દ્વારા થતા માનવના ઉપહાસનું વિવિધ પાત્રોના ચિત્રણ દ્વારા સુપેરે આલેખન કર્યું છે. સંગ્રહની ચૌદ વાર્તાઓમાં જીવનના ખાબડામાં જુદા…

વધુ વાંચો >

કિર્લોસ્કર

કિર્લોસ્કર : મરાઠી ભાષામાં પ્રકાશિત થતું, પ્રગતિશીલ વિચારસરણી તથા લલિત સાહિત્યને વરેલું માસિક. સ્થાપના 1920. વીસમી સદીના ત્રીજા દાયકામાં મરાઠી સામયિકોમાં જુવાળ આવ્યો. તે અરસામાં પ્રગટ થયેલાં અનેક સામયિકોમાંથી ટકી રહેલાં અને સતત પ્રગતિપથ પર અગ્રેસર રહેલાં સામયિકોમાં ‘કિર્લોસ્કર’નું નામ મોખરે છે. એમાં ટૂંકી વાર્તાઓ પછી ધારાવાહી નવલકથા, નિબંધો, કવિતા,…

વધુ વાંચો >

કીર ધનંજય

કીર, ધનંજય (જ. 23 એપ્રિલ 1913, રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 12 મે 1984) : વિખ્યાત મરાઠી લેખક, સમાજસુધારક અને ઇતિહાસવિદ. આખું નામ ધનંજય વિઠ્ઠલ કીર. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યાં પછી પિતાના વ્યવસાય સુથારીકામની તાલીમ લીધી. પરંતુ અંગ્રેજી શિક્ષણ પ્રત્યે વિશેષ આકર્ષણ હોવાથી 1935માં રત્નાગિરિ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થયા પછી મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ…

વધુ વાંચો >

‘કુસુમાગ્રજ’

‘કુસુમાગ્રજ’ (જ. 27 ફેબ્રુઆરી 1912, નાસિક; અ. 10 માર્ચ 1999, નાસિક) : 1989ના જ્ઞાનપીઠ ઍવૉર્ડથી સન્માનિત મરાઠી કવિ, નાટ્યકાર તથા નવલકથાકાર. આખું નામ વિષ્ણુ વામન શિરવાડકર. તેઓ ધ્યેયલક્ષી સાહિત્યના હિમાયતી અને સામાજિક સુધારણાના પ્રખર પુરસ્કર્તા હતા. સમગ્ર શિક્ષણ નાસિક ખાતે. કેટલાંક મરાઠી વૃત્તપત્રોમાં કામ કર્યા પછી તેમણે સરસ્વતીને ખોળે માથું…

વધુ વાંચો >

કેસરી

કેસરી : ભારતના બે રાષ્ટ્રીય નેતાઓ ગોપાળ ગણેશ અગરકર અને લોકમાન્ય ટિળકે 4 જાન્યુઆરી 1881ના રોજ મરાઠી ભાષામાં શરૂ કરેલું સાપ્તાહિક. એ સાપ્તાહિકનો મુખ્ય ઉદ્દેશ હતો જનતાને સામાજિક અને રાજકીય ક્રાન્તિ માટે તૈયાર કરવાનો. પ્રથમ અંકમાં ‘કેસરી’ નામ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે કેસરી સિંહને કહે છે અને ભારતની…

વધુ વાંચો >

કોલ્હટકર ચિંતામણરાવ ગણેશ

કોલ્હટકર, ચિંતામણરાવ ગણેશ (જ. 1891, સાતારા; અ. 1959) : મરાઠી લેખક અને ચરિત્રનટ. તેમણે બળવંત સંગીત નાટક મંડળીની સ્થાપના કરી હતી. અભિનયકળા માટે એમને ભારત સરકારે 1957માં રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક તથા રંગમંચની સેવાઓ બદલ સંગીતનાટક અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. કોલ્હટકર, ગડકરી, બેડેકર, વરેરકર ઇત્યાદિ સમકાલીન નાટકકારો સાથે તે ગાઢ સંપર્કમાં…

વધુ વાંચો >

ખાડિલકર, કૃ. પ્ર.

ખાડિલકર, કૃ. પ્ર. (જ. 23 નવેમ્બર 1872, સાંગલી; અ. 26 ઑગસ્ટ 1948, સાંગલી) : મરાઠી નાટકકાર. એમણે ગદ્યનાટકો તથા સંગીતનાટકો લખ્યાં છે, જેમાં ઇતિહાસ તથા પુરાણોના સંદર્ભમાં સમકાલીન પ્રશ્નો ગૂંથ્યા છે. સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભાગ લીધો  હોવાથી, એમણે લોકમાન્ય ટિળકે જગાવેલી રાષ્ટ્રીય ચેતનાને નાટ્યકૃતિઓમાં શ્યક્ષમ બનાવી છે. ‘સવાઈ માધવરાવ યાંચા મૃત્યુ’…

વધુ વાંચો >

ગડ આલા પણ સિંહ ગેલા

ગડ આલા પણ સિંહ ગેલા (1904) : મરાઠી નવલકથાકાર હરિ નારાયણ આપટેની શિવાજીવિષયક ઐતિહાસિક નવલકથા. આ કૃતિએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડેલી અને લોકોને વિદેશી આક્રમણથી દેશનું રક્ષણ કરવાની પ્રેરણા આપેલી. ઉદયભાન નામનો સૈનિક સ્વાર્થી, સુખલોલુપ રજપૂત છે. પોતાનો સ્વાર્થ સાધવા એ ધર્માન્તર કરે છે અને બીજા દેશપ્રેમી, ધર્મભીરુ તથા સાત્વિક…

વધુ વાંચો >

ગર્ભરેશિમ

ગર્ભરેશિમ : મરાઠી કવયિત્રી ઇન્દિરા સંત(જ. 1914; અ. 2000)ની કાવ્યરચનાઓનો સાહિત્ય અકાદમી દ્વારા 1984માં પુરસ્કૃત કાવ્યસંગ્રહ. આ તેમનો છઠ્ઠો કાવ્યસંગ્રહ છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત આ કાવ્યસંગ્રહને 1984 વર્ષનો ‘અનંત કાણેકર ઍવૉર્ડ’ પણ એનાયત થયો છે. આ કાવ્યસંગ્રહમાં 1970 પછી કવયિત્રી દ્વારા રચાયેલી 109 કાવ્યરચનાઓનો સમાવેશ થયો છે, જે સાલવારી…

વધુ વાંચો >