રોહિત ગાંધી

આયાતપત્ર

આયાતપત્ર (Bill of Entry) : આયાત-વ્યાપારની પ્રક્રિયાના મહત્વના અંગ રૂપે આયાત-જકાતની વિધિમાંથી આયાત-માલને પસાર કરાવવા માટેનો દસ્તાવેજ. આયાત-પત્ર એક જાહેરાતના સ્વરૂપમાં હોય છે અને તેમાં આયાત-માલ અંગેની વિગતવાર માહિતી-માલનું વર્ણન, જથ્થો, મૂલ્ય, નિકાસકારનું નામ તથા સરનામું, જહાજનું નામ વગેરે દર્શાવવાનાં હોય છે. સામાન્ય રીતે તેની ત્રણ નકલો તૈયાર કરવાની હોય…

વધુ વાંચો >

આયાતપેઢી

આયાતપેઢી (Indent House) : સ્થાનિક આયાતકારોને વિદેશોમાંથી આયાતમાલ મેળવી આપવાની સેવાઓ પૂરી પાડતી પ્રતિનિધિ પેઢી. આયાતપેઢી એક દેશના આયાતકારો પાસેથી આયાતમાલ અંગેની વરદી (ઑર્ડર) એકત્રિત કરે છે. તેમાં આયાતમાલનું સંપૂર્ણ વિગતવાર વર્ણન-જથ્થો, કિંમત, ચુકવણીની શરતો, પૅકિંગ, માર્કિગ, વહન સંબંધી સૂચના, વીમા-વ્યવસ્થા, આયાત-બંદર, આયાતનો સમય વગેરે માહિતીનો સમાવેશ થાય છે. એ…

વધુ વાંચો >

કપ્તાનની રસીદ

કપ્તાનની રસીદ (mates’ receipt) : દરિયાઈ માર્ગે માલનું પરિવહન કરતી વખતે તેની યોગ્યતા અને સ્વીકૃતિ દર્શાવતી વહાણના કપ્તાને આપેલી રસીદ. કસ્ટમને લગતી તમામ પ્રકારની કાર્યવિધિમાંથી પસાર કર્યા પછી માલને વહાણમાં ચઢાવવા-ગોઠવવા અંગેની કાર્યવહી શરૂ થાય છે. વહાણના કપ્તાન સમક્ષ નિકાસકાર શિપિંગ ઑર્ડર અને શિપિંગ બિલ રજૂ કરે ત્યારે જ કપ્તાન…

વધુ વાંચો >

કમિશન એજન્ટ

કમિશન એજન્ટ : જથ્થાબંધ અને છૂટક માલ વેચતા વેપારીઓ વચ્ચે મધ્યસ્થી કરનાર વ્યક્તિ. તે વેપાર અને વાણિજ્યના કાર્યક્ષેત્રના નિષ્ણાત તેમજ અનુભવી હોય છે. તેમની સેવા બદલ તે જે મહેનતાણું કે સેવામૂલ્ય વસૂલ કરે છે તેને ‘કમિશન’ કહેવામાં આવે છે અને આ રીતે સેવા આપનારને કમિશન-એજન્ટ કહેવામાં આવે છે. કમિશન-એજન્ટ તેના…

વધુ વાંચો >

કર્મચારી સંચાલન-વ્યવસ્થા

કર્મચારી સંચાલન-વ્યવસ્થા : યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહક વેતન દ્વારા કર્મચારીઓ પાસેથી અસરકારક પરિણામ મેળવવાની તંત્રવ્યવસ્થા. કામનાં સ્વરૂપ અને ગુણવત્તાના સંદર્ભમાં યોગ્ય કર્મચારીઓની ભરતી કર્યા પછી તેમની વચ્ચે કાર્યની વહેંચણી કરવી, તેમને સંતોષ થાય તેવી કામની શરતો નિર્ધારિત કરવી, તેમને જરૂરી તાલીમ આપવી, તેમની બઢતીનાં ધોરણો નિર્ધારિત કરવાં, સંતુષ્ટ કર્મચારીઓ ટકી…

વધુ વાંચો >

કાર્યાલય-સંચાલનવ્યવસ્થા

કાર્યાલય-સંચાલનવ્યવસ્થા : સંસ્થા, પેઢી, ઉદ્યોગ, સંગઠન કે તેવા કોઈ એકમની સમગ્ર કારીગરીનાં આયોજન, સંકલન અને નિયમનની વહીવટી પ્રક્રિયા. વિવિધ પ્રકારના એકમના ઉદ્દેશો પરિપૂર્ણ કરવા માટે અસરકારક, સમયસર, હેતુલક્ષી અને વસ્તુનિષ્ઠ નિર્ણયો લેવા આવશ્યક હોય છે; તેના કાર્યક્ષમ અમલ માટે સંચાર કે માહિતી-વ્યવસ્થા દ્વારા કેન્દ્રીકૃત અથવા વિકેન્દ્રિત પદ્ધતિએ વહીવટ ચલાવવા માટે…

વધુ વાંચો >

કૃષિ

`કૃષિ’ આમુખ; કૃષિ-અર્થશાસ્ત્ર; કૃષિ-અંકશાસ્ત્ર; કૃષિ-રસાયણ; કૃષિ-હવામાનશાસ્ત્ર; કૃષિ-પંચ, રાષ્ટ્રીય; કૃષિપ્રથાનાં વિવિધ સ્વરૂપો; ખેત-યાંત્રિકીકરણ; સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ; બિયારણ; સિંચાઈ; રાસાયણિક ખાતર; જંતુનાશક દવાઓ; કૃષિ-વીમા યોજના; નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના; કાર્યરત શ્રમનો પુરવઠો; કૃષિ પુન:ધિરાણ નિગમ; કૃષિવિસ્તરણ અને કૃષિશિક્ષણ; કૃષિનગર; કૃષિ યુનિવર્સિટીઓ; કૃષિ-વિસ્તરણ કાર્યક્રમો; કૃષિ-સંશોધન, ભારતમાં; કૃષિ-સંશોધન, ગુજરાતમાં; કૃષિવેરો; કૃષિભૂગોળ આમુખ…

વધુ વાંચો >

ગુપ્ત અનામતો

ગુપ્ત અનામતો : વેપારી પેઢી કે કંપનીના સરવૈયામાં બતાવવામાં આવેલી ચોખ્ખી મિલકત કરતાં વાસ્તવિક મિલકત વધારે હોય તો તે બંને વચ્ચેના તફાવત દ્વારા અપ્રગટ રીતે ઊભી થતી અનામત. કુલ મિલકતમાંથી દેવાં બાદ કરવાથી જે રકમ નક્કી થાય તે (એટલે કે મૂડી અને ફંડોની રકમોનો સરવાળો) ચોખ્ખી મિલકત કહેવાય છે. ચોખ્ખી…

વધુ વાંચો >

ગોદામ

ગોદામ : વેચાણપાત્ર માલને સંઘરવાનું અને જાળવવાનું સ્થળ. વર્તમાન યુગમાં ઉપભોક્તાઓની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોવાથી, વસ્તુના ઉત્પાદન અને ઉપભોગ વચ્ચેના સમયગાળામાં માલના સંગ્રહ અને જાળવણીના હેતુસર ગોદામો ઉપયોગી બને છે. કેટલીક વાર અમુક વસ્તુઓનું ઉત્પાદન મોસમી હોય પણ ઉપયોગ સતત હોય, તો કેટલીક વસ્તુઓનું ઉત્પાદન સતત…

વધુ વાંચો >

ગ્રામીણ બૅંક

ગ્રામીણ બૅંક : ભારતના ગ્રામીણ અર્થતંત્રના ઝડપી વિકાસ દ્વારા સમતોલ પ્રાદેશિક વિકાસ તથા રાષ્ટ્રીય આવકની ન્યાયી વહેંચણીના સિદ્ધાંતોને સાકાર કરવા ઊભી કરવામાં આવેલી વિશિષ્ટ બૅંકો. ભારતના અર્થતંત્રમાં ગ્રામવિકાસની આવશ્યકતાને અનુલક્ષીને ભારત સરકારે 1969માં આર. જી. સરૈયાના પ્રમુખપદે બૅંકિંગ કમિશનની રચના કરી, જેનો અહેવાલ 1972માં સરકાર સમક્ષ રજૂ થયો. તદનુસાર ભારતના…

વધુ વાંચો >