રૂપેન્દ્રકુમાર પગારિયા
અક્ખાણમણિકોસ (‘આખ્યાનમણિકોશ’)
અક્ખાણમણિકોસ (‘આખ્યાનમણિકોશ’) (ઈ. સ. અગિયારમી–બારમી સદી) : આર્યા છંદમાં રચાયેલો બાવન ગાથાનો પ્રાકૃત ભાષાનો ગ્રંથ. કર્તા નેમિચંદ્રસૂરિ. આમ્રદેવસૂરિએ (ઈ. સ. 1134) તેના પર પ્રાકૃત પદ્યમાં ટીકા લખી છે, જેમાં યત્ર તત્ર સંસ્કૃત પદ્ય અને પ્રાકૃત ગદ્ય પણ જોવા મળે છે. ગ્રંથમાં 41 અધિકાર અને 146 આખ્યાન છે. બુદ્ધિકૌશલ સમજાવવા માટેના…
વધુ વાંચો >અજીવ
અજીવ : જૈન મત અનુસાર જેમાં ચેતના ન હોય તે દ્રવ્ય. અજીવને જડ, અચેતન પણ કહે છે. અજીવના ભેદ : જૈન માન્યતા પ્રમાણે અજીવના પાંચ પ્રકાર છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલાસ્તિકાય (કાળ અસ્તિકાય નથી કહેવાતો). કાયનો અર્થ સમૂહ છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અમૂર્ત તથા પુદ્ગલ…
વધુ વાંચો >અનેકાન્તવાદ (અથવા સ્યાદ્વાદ)
અનેકાન્તવાદ (અથવા સ્યાદ્વાદ) : પ્રત્યેક વસ્તુને જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવી, જોવી અને કહેવી તે. જૈનદર્શનની આધારશિલા અનેકાન્તવાદ છે. જૈનધર્મમાં જ્યારે પણ કોઈ વાત કહેવાઈ છે ત્યારે તે અનેકાન્તની કસોટી પર સારી રીતે ચકાસીને કહેવાઈ છે. આથી દાર્શનિક સાહિત્યમાં જૈનદર્શનનું બીજું નામ અનેકાન્તદર્શન પડ્યું છે. જૈનદર્શનમાં પ્રયોજાતા ‘અનેકાન્ત’ શબ્દનો અર્થ છે…
વધુ વાંચો >અભયદેવસૂરિ
અભયદેવસૂરિ (પ્રથમ) (ઈ. 10મી સદી) : રાજગચ્છના પ્રસિદ્ધ વિદ્વાન જૈનાચાર્ય. તેઓ સોલંકી વંશના સ્થાપક રાજવી મૂળરાજ(942-997)ના સમકાલીન હતા. તેમણે સિદ્ધસેન દિવાકરે રચેલા ‘સન્મતિપ્રકરણ’ ઉપર ‘તત્વબોધવિધાયિની’ નામની ટીકા રચી હતી. (આ ટીકા ‘વાદમહાર્ણવ’ નામથી પણ પ્રસિદ્ધ છે.) આ દાર્શનિક સાહિત્યકૃતિથી તેઓ ‘તર્કપંચાનન’ અને ‘ન્યાયવનસિંહ’ જેવાં બિરુદો પામ્યા હતા. માલવપતિ મુંજની સભામાં…
વધુ વાંચો >કમ્મપયડી (કર્મપ્રકૃતિ)
કમ્મપયડી (કર્મપ્રકૃતિ) : જૈન કર્મસિદ્ધાંતનો પ્રાકૃત ભાષાનો પ્રાચીન ગ્રંથ. એના રચયિતા શિવશર્મસૂરિ છે. તે એક પ્રતિભાસંપન્ન અને બહુશ્રુત વિદ્વાન હતા. એમનું કર્મ વિષયનું જ્ઞાન અત્યંત ગહન હતું. ‘કર્મપ્રકૃતિ’ ઉપરાંત કર્મગ્રંથ ‘શતક’ પણ એમની જ કૃતિ મનાય છે. ‘કર્મપ્રકૃતિ’માં 475 ગાથાઓ છે. આ ગાથાઓ અગ્રાયણીય નામક દ્વિતીય પર્વના આધારે સંકલિત કરાઈ…
વધુ વાંચો >કર્મપ્રકૃતિ
કર્મપ્રકૃતિ : જૈન મત અનુસાર કર્મનું સ્વરૂપ. જૈન કર્મશાસ્ત્રમાં ‘કર્મ’ એટલે કે મનુષ્યની પ્રવૃત્તિના આઠ પ્રકારો છે : 1. જ્ઞાનાવરણ, 2. દર્શનાવરણ, 3. વેદનીય, 4. મોહનીય, 5. આયુ, 6. નામ, 7. ગોત્ર અને 8. અંતરાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે. એમને લીધે આત્માના ચાર મૂલ…
વધુ વાંચો >કર્મસિદ્ધાન્ત અને કર્મના પ્રકારો (જૈન)
કર્મસિદ્ધાન્ત અને કર્મના પ્રકારો (જૈન) : સાધકના આત્મવિકાસમાં જે શક્તિને કારણે વિઘ્ન ઉપસ્થિત થાય છે તે. સંસારી આત્માઓની સુખ, દુ:ખ, સંપત્તિ, આપત્તિ અને ઊંચનીચ આદિ જે કોઈ વિભિન્ન અવસ્થાઓ ર્દષ્ટિગોચર થાય છે તે સર્વમાં કાલ તેમજ સ્વભાવ આદિની જેમ કર્મ પણ એક પ્રબલ કારણ છે. જૈનદર્શન જીવોની આ વિભિન્ન પરિણતિઓમાં…
વધુ વાંચો >કહારયણકોસો (કથારત્નકોશ)
કહારયણકોસો (કથારત્નકોશ) (સન 1101) : દેવભદ્રસૂરિ-રચિત કથાકોશ. તે નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય હતા. આ ગ્રંથનો રચનાકાળ વિ.સં. 1158 છે અને રચનાસ્થળ છે ભૃગુકચ્છ નગરનું મુનિસુવ્રત ચૈત્યાલય. આ કથાકોશમાં કુલ 50 કથાઓ છે. આ ગ્રંથ બે અધિકારોમાં વિભક્ત છે : ધર્માધિકારી – સામાન્ય ગુણવર્ણનાધિકાર અને બીજો વિશેષ ગુણવર્ણનાધિકાર. પહેલા અધિકારમાં 33…
વધુ વાંચો >કુમારપાલપડિબોહ (કુમારપાળપ્રતિબોધ)
કુમારપાલપડિબોહ (કુમારપાળપ્રતિબોધ) આશરે (ઈ. સ. 1185) : પ્રાકૃત કથાગ્રંથ. તેના કર્તા આચાર્ય સોમપ્રભસૂરિ છે. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઈને ચાલુક્યવંશી રાજા કુમારપાળે જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો. તે આ કૃતિનો મુખ્ય વિષય છે. આ કથાગ્રંથની રચના કુમારપાળના મૃત્યુનાં અગિયાર વર્ષ પછી થઈ. તે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં લખાયેલો છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને…
વધુ વાંચો >ગોમ્મટસાર
ગોમ્મટસાર (ઈ. દસમી સદી) : કર્મસિદ્ધાંતનું ગાથાબદ્ધ નિરૂપણ કરતો પ્રાકૃત ગ્રંથ. રચયિતા સિદ્ધાંતચક્રવર્તી નેમિચન્દ્રાચાર્ય. ભાષા શૌરસેની પ્રાકૃત. ગંગવંશીય રાજા રાજમલ્લના મંત્રી ચામુંડરાય, જેમનું બીજું નામ ગોમ્મટ હતું તેમની પ્રેરણાથી આ ગ્રંથ રચાયો તેથી તેનું નામ ‘ગોમ્મટસાર’ રખાયું. ગ્રંથનું અન્ય નામ ‘પંચસંગ્રહ’ પણ છે, કેમ કે તેમાં બંધ, બધ્યમાન, બંધસ્વામી, બંધનો…
વધુ વાંચો >