રાજેશ ધીરજલાલ શાહ

અધોગામી ભૂગર્ભજળ

અધોગામી ભૂગર્ભજળ (vadose water) : ભૂગર્ભજળસપાટીથી અલગ પડતો અધોભૌમજળનો અંત:સ્રાવી વિસ્તાર (વાતન વિસ્તાર, zone of aeration). બીજો વિભાગ સંતૃપ્ત વિભાગ છે, જે ભૂગર્ભજળની સપાટીથી નીચે રહેલો છે. અધોગામી ભૂગર્ભજળવિસ્તારને જમીન-જળ, ગુરુત્વીય જળ તેમજ કેશિકાજળ જેવા ત્રણ પેટાવિભાગોમાં વહેંચવામાં આવે છે : જમીન-જળ (soil water) : ખડકોમાંનાં છિદ્રો અંશત: જળથી તો…

વધુ વાંચો >

અર્ધરૂપતા

અર્ધરૂપતા (hemihedrism or hemimorphism) : પૂર્ણરૂપતાવાળા સ્ફટિકોમાં હોઈ શકે તેનાથી ફલકોની અડધી સંખ્યા ધરાવતા સ્ફટિકોની વિશિષ્ટતા. ખનિજ-સ્ફટિકો સામાન્ય રીતે વિવિધ પ્રકારના સ્વરૂપસમૂહોથી બંધાયેલા હોય છે. સ્ફટિકસ્વરૂપોની આ ઘટનામાં ત્રણ પ્રકારો જોવા મળે છે : પૂર્ણરૂપતા, અર્ધરૂપતા અને ચતુર્થાંશરૂપતા. સામાન્યત: સ્ફટિક-સમમિતિના સંદર્ભમાં જોતાં સ્ફટિક-અક્ષ કે સમતા-અક્ષને બંને છેડે એકસરખાં પૂર્ણ સ્વરૂપો…

વધુ વાંચો >

આવરણ-ખડક

આવરણ-ખડક (Cap-rock) : ખડક કે ખનિજ દ્રવ્યથી બનેલું એક પ્રકારનું આચ્છાદન અથવા આવરણ. તેના ત્રણ પ્રકારો નીચે મુજબ છે : (1) જે અર્થમાં શબ્દપ્રયોગ થાય છે તે દુનિયાના જુદા જુદા ભાગોમાં મળી આવતા મીઠાના ઘુંમટો(salt domes)ના લાક્ષણિક આકારોની ઉપરની સપાટી પર ચિરોડી કે ઍનહાઇડ્રાઇટ કે ચૂનાખડક કે ક્વચિત્ ગંધકના બનેલા…

વધુ વાંચો >

ઑર્થોરહોમ્બિક વર્ગ

ઑર્થોરહોમ્બિક વર્ગ (orthorhombic system) : સ્ફટિકરૂપ પદાર્થો(ખનિજ વગેરે)ના છ સ્ફટિકવર્ગો પૈકીનો એક. આ સ્ફટિકવર્ગમાં સમાવિષ્ટ તમામ ખનિજ સ્ફટિકોમાં ત્રણ અસમાન લંબાઈના a, b, c સ્ફટિક અક્ષ હોય છે; તે અરસપરસ 900ને ખૂણે છેદે છે. સ્ફટિકની આગળથી પાછળ જતો અક્ષ ‘a’ નામથી અને (કેટલાક અપવાદ સિવાય) ટૂંકો હોવાથી ‘brachy’ તરીકે ઓળખાય…

વધુ વાંચો >

ક્યૂબિક વર્ગ

ક્યૂબિક વર્ગ (cubic system) : ખનિજ સ્ફટિકોનો એક વર્ગ. આ વર્ગમાં સમાવેશ કરવામાં આવેલા તમામ ખનિજ સ્ફટિકો એકસરખી લંબાઈની ત્રણ સ્ફટિક-અક્ષવાળા હોય છે. ત્રણે સ્ફટિક-અક્ષ અરસપરસ 90°ને ખૂણે કાપે છે. ત્રણે સ્ફટિક-અક્ષ લંબાઈમાં સરખી હોવાથી આ વર્ગને આઇસોમેટ્રિક વર્ગ તરીકે પણ ઓળખાવાય છે અને તેમના અક્ષ નામાભિધાનમાં કોઈ ફરક પડતો…

વધુ વાંચો >

ખડક-સહજાત જળ

ખડક-સહજાત જળ : રેતીખડકની જમાવટ સમયે રેતીકણોની સાથે જકડાયેલું સ્થાયી જળ. આમ ખડક-સહજાત જળની ઉત્પત્તિ રેતીખડકની ઉત્પત્તિ સાથે સંકળાયેલી છે. તેથી આવા જળની ગુણવત્તા રેતીખડકની જમાવટના સ્થળ પર આધારિત રહે છે. મુખ્યત્વે આ પ્રકારનું જળ ખૂબ ઊંડાઈએ આવેલા રેતીખડકોમાં સંગ્રહાયેલું હોય છે અને તે એક વખતના જૂના સમયના સમુદ્રના પાણીના…

વધુ વાંચો >

ખનિજકઠિનતા

ખનિજકઠિનતા : ખનિજનો એક ખૂબ જ અગત્યનો ભૌતિક ગુણધર્મ. તે ખનિજની આંતરિક આણ્વિક રચના પર અવલંબિત છે. તેનો ઉપયોગ ખનિજની પરખમાં થાય છે. કઠિનતા એટલે ખનિજનું બાહ્ય ઘસારાઓ સામેનું અવરોધક બળ. જેમ ખનિજ કઠણ તેમ તે બાહ્ય ઘસારાનો સારી રીતે અવરોધ કરી શકે. આમ, ખનિજની કઠિનતા એ ઘર્ષણનું પ્રતિરોધક બળ…

વધુ વાંચો >

ખનિજ-ચળકાટ

ખનિજ-ચળકાટ (lustre) : ખનિજની સપાટી પરથી પરાવર્તિત થતાં પ્રકાશનાં કિરણોની તીવ્રતા. જુદાં જુદાં ખનિજોની સપાટી પરથી પરાવર્તિત થતાં પ્રકાશનાં કિરણોની તીવ્રતા જુદી જુદી હોય છે અને તેથી તેના પ્રકાર પણ જુદા જુદા હોય છે. તે મુજબ ચળકાટના પ્રકારો નીચે પ્રમાણે છે : (1) ધાતુમય કે ધાત્વિક : ધાતુની સપાટી પરથી…

વધુ વાંચો >

ખનિજપ્રભંગ

ખનિજપ્રભંગ (fracture) : ખનિજોની તૂટેલી કે તોડવામાં આવેલી સપાટી (surface) ઉપર દેખાતાં વિશિષ્ટ લક્ષણો. ખનિજવિભેદ દ્વારા મળતી લીસી સપાટીની અપેક્ષાએ પ્રભંગ દ્વારા મળતી સપાટી અનિયમિત અને સ્વતંત્ર હોય છે. તેથી જ્યારે ખનિજને વિભેદથી જુદી દિશામાં તોડવામાં આવે ત્યારે પ્રભંગનાં લક્ષણ જોવા મળે છે. માટે પ્રભંગના આ ગુણધર્મનો ઉપયોગ ખનિજ-પરખ માટે…

વધુ વાંચો >

ખનિજ-વર્ણરેખા

ખનિજ-વર્ણરેખા (streak) : ખનિજનો ચૂર્ણ સ્વરૂપમાં રંગ દર્શાવતો ગુણધર્મ. તેથી તેને ચૂર્ણરંગ પણ કહેવાય છે. ખનિજની વર્ણરેખા અર્થાત્ તેનો ચૂર્ણરંગ, ખનિજના મૂળ જથ્થાના રંગ કરતાં જુદો હોઈ શકે; જેમ કે, કાળા કે કથ્થાઈ રંગનું હીમેટાઇટ લાલ રંગની અને સોનેરી પીળો પાયરાઇટ ઘેરા લીલા રંગની વર્ણરેખા આપે છે. વર્ણરેખા પારખવા માટે…

વધુ વાંચો >