રશ્મિકાન્ત મહેતા

ટ્વેન, માર્ક

ટ્વેન, માર્ક (જ. 30 નવેમ્બર 1835, મિઝુરી, ફ્લૉરિડા; અ. 21 એપ્રિલ 1910, કનેક્ટિકટ, યુ.એસ.) : અમેરિકન લેખક. મૂળ નામ સૅમ્યુઅલ લૅંગહૉર્ન ક્લૅમન્સ. ‘માર્ક ટ્વેન’ એટલે વહાણવટાની પરિભાષામાં પાણીની સહીસલામત સપાટી દર્શાવતો ઉદગાર. તખલ્લુસ તરીકે તેમણે એનો પહેલવહેલો ઉપયોગ 1863માં કર્યો. 1865માં એમની ટૂંકી વાર્તા ‘ધ જમ્પિંગ ફ્રૉગ’ને મળેલી પ્રસિદ્ધિ પછી…

વધુ વાંચો >

ડનબાર, વિલિયમ

ડનબાર, વિલિયમ (જ. આશરે 1460; અ. આશરે 1513) : સ્કૉટલૅન્ડના કવિ અને પાદરી. એમણે સેન્ટ ઍન્ડ્રૂઝ યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. પાદરીપદ છોડીને રાજદ્વારી સેવામાં જોડાતા પહેલાં વિસ્તૃત પ્રવાસ કર્યો. તેઓ સ્કૉટલૅન્ડના રાજવી જેમ્સ ચોથાના દરબારી હતા અને 1500થી તેમને રાજવી તરફથી પેન્શન મળતું હતું. રાજવી જેમ્સ ચોથાએ સોંપેલું રાજકીય…

વધુ વાંચો >

ડિકિન્ઝ, ચાર્લ્સ

ડિકિન્ઝ, ચાર્લ્સ (જ. 7 ફેબ્રુઆરી 1812, પૉર્ટ્સમથ; અ. 9 જૂન 1870 કૅન્ટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી નવલકથાકાર, તેમના જન્મનાં બે વર્ષ બાદ કુટુંબ લંડન આવ્યું. તેમના પિતા નૌકાદળમાં એક સામાન્ય કારકુન હતા. પિતાની ગરીબાઈના કારણે 12 વર્ષની વયે ચાર્લ્સને આજીવિકા માટે કામ શરૂ કરવું પડ્યું. થોડા મહિના એમણે એક દુકાનમાં શીશી…

વધુ વાંચો >

ડિકિન્સન, એમિલિ

ડિકિન્સન, એમિલિ (જ. 10 ડિસેમ્બર 1830, એમ્હર્સ્ટ, મૅસેચૂસેટ્સ; અ. 15 મે 1886) : અમેરિકન કવયિત્રી. તેમનો જીવનકાળ વીત્યો ઓગણીસમી સદીમાં, પરંતુ કવિ તરીકે પ્રસિદ્ધિ મળી વીસમી સદીમાં. પરબીડિયાંની પાછળ અને કાગળની કોથળીઓ પર લખાયેલાં અનેક કાવ્યોની થપ્પીઓ મૃત્યુ પછી એમના ટેબલનાં ખાનાંમાંથી મળી આવેલી. કુલ 1775 કાવ્યોમાંથી સાતેક જ એમના…

વધુ વાંચો >

ડૉસ પૅસૉસ, જૉન

ડૉસ પૅસૉસ, જૉન (જ. 14 જાન્યુઆરી 1896, શિકાગો; અ. 28 સપ્ટેમ્બર 1970 બાલ્ટિમોર, મેરીલૅન્ડ) : અમેરિકન નવલકથાકાર.  પોર્ટુગીઝ ઇમિગ્રન્ટ પિતા અને ક્વેકર (પ્યુરિટન) માતાનું સંતાન. 1916માં હાર્વડ યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રી મેળવીને પહેલા વિશ્વયુદ્ધમાં યુરોપમાં  લશ્કરી તબીબી સેવામાં જોડાયા. એ યુદ્ધની અસર એમની  પહેલી નવલકથા ‘વન મૅન્સ ઇનિશિયેશન’ (1920) પર તેમજ…

વધુ વાંચો >

વંશ બ્રાહ્મણ

વંશ બ્રાહ્મણ : પ્રાચીન ભારતીય બ્રાહ્મણગ્રંથ. કૌથુમ શાખાના સામવેદના આઠ બ્રાહ્મણો છે : (1) પંચવિંશ, (2) ષડ્વિંશ, (3) સામવિધાન, (4) આર્ષેય, (5) મંત્ર, (6) દેવતાધ્યાય, (7) વંશ, (8) સંહિતોપનિષદ. આમાંથી ‘વંશ બ્રાહ્મણ’નું સૌપ્રથમ સંપાદન એ. વેબરે કર્યું છે. (Ladische Studien, Vol. IV, pp. 271-386) ત્યારપછી એ. સી. બર્નેલે ઈ. સ.…

વધુ વાંચો >

વાજસનેયી પ્રાતિશાખ્ય

વાજસનેયી પ્રાતિશાખ્ય : શુક્લ યજુર્વેદનો ગ્રંથ. પ્રત્યેક વેદની સંહિતાની અનુશ્રવણ પરંપરામાં પાછળથી શિથિલતા આવવાથી મૂળ પાઠ સચવાઈ રહે તેથી વર્ણ-સન્ધિ-સ્વર-માત્રા વગેરેના નિયમો આચાર્યોએ ગ્રન્થસ્થ કરી આપ્યા. પ્રત્યેક શાખાના તેવા આ ગ્રંથો અલગ અલગ હોવાથી પ્રાતિશાખ્ય (પ્રતિશાખા પ્રમાણે) કહેવાયા; ઈ. પૂ. 700થી ઈ. પૂ. 500માં લગભગ આ રચનાઓ થઈ. હાલમાં ઉપલબ્ધ…

વધુ વાંચો >

વામદેવ

વામદેવ : એક વૈદિક ઋષિ. ઋગ્વેદના ચોથા મંડળમાં 58 સૂક્તો છે. તેમાંથી ત્રણ સૂક્તો-અનુક્રમે 42થી 44-ને બાદ કરતાં બાકીના 55 સૂક્તોના દ્રષ્ટા ઋષિ વામદેવ ગૌતમ છે. પોતાની ગર્ભાવસ્થામાં જ એમને આત્માનુભૂતિ થઈ હતી. આ અવસ્થામાં તેમણે ઇન્દ્ર સાથે તત્વજ્ઞાન વિશે સંવાદ કર્યો હતો. આત્માનુભૂતિની સ્થિતિમાં એ કહેતા – ‘મેં જ…

વધુ વાંચો >

વિભીષણ

વિભીષણ : રામાયણનું એક જાણીતું પાત્ર. સાત ચિરજીવીઓમાં તેને ગણવામાં આવે છે. કૈકસીને ઋષિ વિશ્રવસ્થી રાવણ અને કુંભકર્ણ – એમ બે પુત્ર થયા; પરંતુ તેઓ દુષ્ટકર્મા હતા. આથી તેમણે આ ઋષિના આશીર્વાદથી ત્રીજો પુત્ર ધર્માત્મા – વિભીષણ – મેળવ્યો. વિભીષણે બ્રહ્માની ઉગ્ર તપસ્યા કરી અને વરદાનમાં ધર્મબુદ્ધિ માગી. બ્રહ્માએ રાજી…

વધુ વાંચો >

વિષ્ણુસહસ્રનામ

વિષ્ણુસહસ્રનામ : મહાભારતમાં રજૂ થયેલું હિંદુ ધર્મનું એક અતિપ્રસિદ્ધ સ્તોત્ર. મહાભારતના અનુશાસનપર્વમાં આ પ્રસંગ છે : ભીષ્મ બાણશય્યા પર સૂતેલા છે. યુધિષ્ઠિર એમની પાસે આવે છે. તેઓ પોતાના ચિત્તનું સમાધાન કરવા છ પ્રશ્નો કરે છે. તેમાં છેલ્લો આ પ્રમાણે છે : ‘કોનો જાપ કરવાથી મનુષ્ય જન્મ અને સંસારનાં બંધનોથી છૂટી…

વધુ વાંચો >