રશ્મિકાન્ત મહેતા

શસ્ત્ર

શસ્ત્ર : યજ્ઞમાં હોતાએ બોલવાનો ઋગ્વેદનો સ્તુતિમંત્ર, જે છ પ્રકારનો છે. વૈદિક યુગમાં યજ્ઞ-પ્રક્રિયા સાથે સંકળાયેલા ચાર ઋત્વિજો હતા : હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા; આ ચારેયના અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ હતા. આમાંથી આ સમયે ઉદ્ગાતા જેનું ઉચ્ચારણ કરે છે તે સ્તોત્ર છે. તેની જેમ હોતા, જેનું ઉચ્ચારણ…

વધુ વાંચો >

શંબર

શંબર : રામાયણ, મહાભારત અને પુરાણોમાં જાણીતો રાક્ષસ. (1) રામાયણ અને મહાભારતમાંથી તેની વિગતો મળે છે. તે મુજબ દક્ષિણમાં દંડકદેશની નગરી વૈજયન્તનો રાજા તિમિધ્વજ હતો. આ પ્રદેશ અત્યારનો, બિલિમોરા પાસેનો ડાંગ જિલ્લાનો વિસ્તાર છે. આ તિમિધ્વજ ‘શંબર’ તરીકે વિખ્યાત હતો. તેને સેંકડો માયાવી વિદ્યાઓનું જ્ઞાન હતું. દેવો સમૂહમાં રહે, તોપણ…

વધુ વાંચો >

શાકલ્ય

શાકલ્ય : ઋગ્વેદની સંહિતાની એક ઉપલબ્ધ શાખા. ભગવાન પતંજલિના મહાભાષ્યના ‘પસ્પશાહિનક’માં જણાવ્યા મુજબ ઋગ્વેદની 21 શાખાઓ હતી. एकविंशतिधा बाह्वृचम् । શૌનકના ‘ચરણવ્યૂહ’માં પાંચ શાખાનાં નામ આપ્યાં છે. તેમના સમયમાં ઋગ્વેદ પાંચ શાખાઓમાં હતો : શાકલ, બાષ્કલ, આશ્વલાયન, શાંખાયન અને માંડૂકાયન. વર્તમાન સમયમાં ઉપલબ્ધ શાખા કેવળ એક છે : શાકલ્ય. ઉપલબ્ધ…

વધુ વાંચો >

સારમેય

સારમેય : વૈદિક સાહિત્યમાં પાત્ર રૂપે આવતું એક પ્રાણી. ઋગ્વેદ(10-108)માં કથા છે કે પણિઓ નામની પ્રજા પાસે ઇન્દ્રે ગુપ્તચર અને સંદેશવાહક તરીકે સરમાને મોકલી હતી. તેઓએ ગાયોને સંતાડી રાખી હતી. નિરુક્ત અને અન્ય ઉત્તરકાલીન વૈદિક સાહિત્યને આધારે માહિતી મળે છે કે આ સરમા દેવશુની (= દેવોની કૂતરી) હતી. આ સરમાને…

વધુ વાંચો >

હરેરામ હરેકૃષ્ણ સંપ્રદાય

હરેરામ હરેકૃષ્ણ સંપ્રદાય : શ્રીરામ અને શ્રીકૃષ્ણને મહત્વ આપતો આધુનિક વૈષ્ણવ સંપ્રદાય. શ્રીકૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ(ઈ. સ. 1486–1533)નો પ્રાદુર્ભાવ બંગાળમાં થયો હતો. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય એમણે સ્થાપ્યો હતો. પૂર્વ ભારતમાં એમનો પ્રભાવ ઉત્તરોત્તર વધતો ગયો. મહાપ્રભુએ સંકીર્તન યજ્ઞની અલૌકિક પદ્ધતિ પ્રસ્તુત કરી છે. ભગવાનનું નામ ગાવાની આ પદ્ધતિ મનુષ્યમાત્રને મુક્તિ અપાવે…

વધુ વાંચો >