રમેશકાન્ત ગો. પરીખ

કાઠિયાવાડ રાજકીય પરિષદ

કાઠિયાવાડ રાજકીય પરિષદ : પ્રથમ વિશ્વયુદ્ધ અને ત્યારપછીના સમયમાં કાઠિયાવાડના પ્રદેશના લોકોમાં જાગેલી રાષ્ટ્રીય ભાવના, સ્વદેશપ્રીતિ અને અસ્મિતાના કારણે શરૂ કરવામાં આવેલું મંડળ. તેની સ્થાપનાનાં બીજ 1914 સુધીમાં ભારતની પ્રજામાં આવેલી રાષ્ટ્રીય જાગૃતિ અને કેળવાયેલી સ્વદેશી ભાવનામાં, બ્રિટિશ સરકારે ભારતના દેશી રાજાઓ પ્રત્યે અપનાવેલી કડક અને અંકુશોવાળી નીતિમાં તથા સ્વમાનભંગના…

વધુ વાંચો >

કાયમી જમાબંધી

કાયમી જમાબંધી : જમીન માપીને તેની જાત વગેરે તપાસી તેનું સરકારી મહેસૂલ કાયમને માટે નક્કી કરવું તે. જમીનમહેસૂલ બાબતમાં કાયમી જમાબંધી 1790માં પહેલાં બંગાળમાં દશ વર્ષ માટે દાખલ કરવાના અને તેને 1793માં બંગાળ, ઓરિસા તેમજ બિહાર પ્રાંતોમાં કાયમી ધોરણે લાગુ કરવાના કાર્યને હિંદના ગવર્નર-જનરલ કૉર્નવૉલિસ(1786-1793)ની મહત્વની વહીવટી સિદ્ધિ ગણવામાં આવે…

વધુ વાંચો >

કેમ્બ્રિજ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા

કેમ્બ્રિજ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા : ભારતના ઇતિહાસ વિશે કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રગટ કરવામાં આવેલી ગ્રંથશ્રેણી. ભારતના ઇતિહાસના લેખનના પ્રયાસોને નિશ્ચિત સ્વરૂપ આપવા કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસે ભારતના પ્રાચીનથી આધુનિક સમય સુધીના ઇતિહાસનું આલેખન કરાવવા છ ગ્રંથોની શ્રેણીનું આયોજન તેની અન્ય ગ્રંથમાળાની પદ્ધતિ પ્રમાણે કર્યું. પરિણામરૂપે ઈ. જે. રેપ્સન સંપાદિત પ્રથમ ગ્રંથ…

વધુ વાંચો >

કોમિસરિયેત એમ. એસ.

કોમિસરિયેત, એમ. એસ. (જ. 11 ડિસેમ્બર 1881, મુંબઈ; અ. 25 મે 1972, મુંબઈ) : ગુજરાતના ઉત્તમ કોટિના ઇતિહાસવિદ. આખું નામ માણેકશાહ સોરાબશાહ કોમિસરિયેત. તે ગુજરાતના સલ્તનત, મુગલ અને મરાઠા સમયના ઇતિહાસના પ્રખર અભ્યાસી અને સંશોધક હતા. તેમની વિદ્વત્તા અને સેવાઓની કદર કરીને સરકારે તેમને ‘ખાનબહાદુર’નો ખિતાબ આપ્યો હતો. જન્મ પારસી…

વધુ વાંચો >

ગાયકવાડ વંશ

ગાયકવાડ વંશ વડોદરા રાજ્યમાં સત્તા ઉપર રહેલો વંશ. ગાયકવાડ કુટુંબના મૂળ પુરુષ નંદાજીરાવ હતા. કુટુંબનું મૂળ ગામ ભોર (હવેલી તાલુકો, પુણે જિલ્લો) હતું. કુટુંબનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. વખત જતાં 1728માં પિલાજીના સમયમાં ગાયકવાડો દાવડીના વંશપરંપરાગત ‘પાટીલ’ બન્યા. ગાયકવાડ અટક અંગે એક અનુશ્રુતિ પ્રમાણે પિલાજીરાવના પ્ર-પિતામહ નંદાજી માવળ પ્રદેશમાં ભોરના…

વધુ વાંચો >

ચેમ્બરલિન, જોસેફ

ચેમ્બરલિન, જોસેફ (જ. 8 જુલાઈ 1836, લંડન; અ. 2 જુલાઈ 1914, લંડન) : ઓગણીસમી સદીના બ્રિટનના જાણીતા રાજકારણી, સંસદસભ્ય તથા મંત્રી. લંડનમાં પગરખાં-ઉત્પાદક પિતાને ત્યાં જન્મ. શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ સોળમા વર્ષે કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. વહીવટી અને ધંધાકીય સૂઝથી તેમના હરીફોમાં અગ્રિમ સ્થાને પહોંચી, ધનસંપત્તિ મેળવ્યા બાદ નિવૃત્ત થયા (1874).…

વધુ વાંચો >

દાભાડે, ખંડેરાવ

દાભાડે, ખંડેરાવ (જ. 1670 આશરે; અ. 28 નવેમ્બર 1729) : ગુજરાતમાં મરાઠી સત્તા વિસ્તારનાર સરદાર. બાગલાણ જિલ્લાના તળેગાંવના દાભાડે કુટુંબનો ખંડેરાવ સતારાના છત્રપતિ શાહુનો વિશ્વાસુ સરદાર હતો. તેણે તથા અન્ય સરદારોએ નર્મદા ઓળંગી ગુજરાતમાં કર ઉઘરાવવા જેવી પ્રવૃત્તિઓ કરી, મુઘલ સત્તાના પાયા હચમચાવી મૂક્યા હતા. છત્રપતિ રાજારામે ખંડેરાવને બાગલાણમાંથી ચોથ…

વધુ વાંચો >

દિલ્હી સલ્તનત

દિલ્હી સલ્તનત કુત્બુદ્દીન અયબેક  (1206–1210)  : કુત્બુદ્દીન અયબેકને શિહાબુદ્દીન મોહમ્મદ ગોરીએ ગુલામ તરીકે ખરીદ્યો હતો. તેના પ્રશંસનીય ગુણોને લીધે શિહાબુદ્દીને તેને લશ્કરની ટુકડીનો નાયક બનાવી અમીરોના વર્ગમાં દાખલ કર્યો અને ‘અમીરે આખૂર’ (શાહી તબેલાનો દારોગો) નીમ્યો. અયબેકે પોતાના માલિક સાથે રહીને ઘણી લડાઈઓમાં મહત્વપૂર્ણ કામગીરી કરી. ચૌહાણ રાજા પૃથ્વીરાજ સાથે…

વધુ વાંચો >