રજનીકાન્ત સંઘવી

અલ્પહસ્તક ઇજારો

અલ્પહસ્તક ઇજારો (oligopoly) : વેચનારાઓની અલ્પસંખ્યા ધરાવતું બજાર – આવા બજારને ‘અલ્પસંખ્યક વેચનારાઓ વચ્ચેની હરીફાઈ’ (competition among a few) એવું નામ આપવામાં આવે છે. પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારો – આ બે અંતિમ પરિસ્થિતિ વચ્ચે દેખાતી અપૂર્ણ હરીફાઈને તેના વિશિષ્ટ સ્વરૂપે અલ્પહસ્તક ઇજારામાં જોવા મળે છે. કુલ પુરવઠાનો મહત્વનો ભાગ…

વધુ વાંચો >

ઉદ્યોગીકરણ

ઉદ્યોગીકરણ દેશમાં થતા ઉદ્યોગોના વિકાસની પ્રક્રિયા. ઉદ્યોગોના ક્ષેત્રે રોકાયેલા કામદારોની સંખ્યા અને તેમના પ્રમાણમાં વધારો થતો રહે તથા દેશમાં થતી ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં ઔદ્યોગિક ઉત્પાદનનો ફાળો વધતો રહે તેને દેશનું ઉદ્યોગીકરણ કહેવામાં આવે છે. દુનિયાના બધા જ વિકસિત દેશોમાં ખેતીની તુલનામાં ઉદ્યોગોના ક્ષેત્રે વધુ પ્રમાણમાં કામદારો રોકાયેલા હોય…

વધુ વાંચો >

ઔદ્યોગિક નીતિ (ભારતમાં)

ઔદ્યોગિક નીતિ (ભારતમાં) : કોઈ એક ચોક્કસ સમયના ગાળા દરમિયાન ઔદ્યોગિક વિકાસના હેતુ પાર પાડવા માટે સરકાર દ્વારા અપનાવાતી નીતિ. આ ર્દષ્ટિએ જોતાં બ્રિટિશ અમલ દરમિયાન ઔદ્યોગિક નીતિનો અભાવ જોવા મળે છે. તે સમયની આર્થિક વિચારસરણીને પ્રભાવિત કરનારા શિષ્ટ અર્થશાસ્ત્રીઓ મુક્ત વ્યાપારવાદના હિમાયતી હતા, પરંતુ જર્મન અર્થશાસ્ત્રી ફ્રેડરિક લીસ્ટે ‘બાળઉદ્યોગો’(infant…

વધુ વાંચો >

ઔદ્યોગિક વસાહતો

ઔદ્યોગિક વસાહતો : વિવિધ ઔદ્યોગિક એકમોના વિકાસઅર્થે ઊભો કરેલો ટેકનિકલ માર્ગદર્શન સહિત વિવિધ સામૂહિક સગવડો અને સુવિધાઓથી સુસજ્જ વિસ્તાર. ભારત તથા અન્ય અલ્પ-વિકસિત દેશોમાં નાના પાયા પરના અને કુટીર તથા ગ્રામીણ ઉદ્યોગોને મહત્વનું સ્થાન આપવામાં આવેલ છે. ભારતના 1956ના ઔદ્યોગિક નીતિના પ્રસ્તાવમાં દર્શાવવામાં આવેલ છે કે આ ઉદ્યોગો તાત્કાલિક મોટા…

વધુ વાંચો >

કેઇન્સવાદી અર્થશાસ્ત્ર

કેઇન્સવાદી અર્થશાસ્ત્ર : જે. એમ. કેઇન્સના નામ સાથે સંકળાયેલ આર્થિક સિદ્ધાંતોનો સમૂહ. તે મહામંદી જેવી વિશિષ્ટ પરિસ્થિતિમાં રાજ્યે કેવી આર્થિક નીતિનું અવલંબન કરવું જોઈએ તેનું વિશ્લેષણ કરે છે. લૉર્ડ જે. એમ. કેઇન્સે ‘ધ જનરલ થિયરી ઑવ્ ઍમ્પ્લૉયમૅન્ટ, ઇન્ટરેસ્ટ ઍન્ડ મની’ એ ગ્રંથ દ્વારા વિશ્વની આર્થિક વિચારધારામાં એક ક્રાંતિ સર્જી અને…

વધુ વાંચો >