યોગેશ ડબગર
ફાઇટોલેકેસી
ફાઇટોલેકેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ લગભગ 17 પ્રજાતિઓ અને 125 જેટલી જાતિઓ ધરાવે છે અને મોટેભાગે અમેરિકાના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં થાય છે. 35 જેટલી જાતિઓ ધરાવતી Phytolacca આ કુળની સૌથી મોટી પ્રજાતિ છે. Phytolacca (P. americana; પૉક બૅરી), Rivina (R. humilis; પિજિયન બૅરી) અને Petiveria…
વધુ વાંચો >ફિરમિયાના
ફિરમિયાના : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલિયેસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં થયેલું છે. ભારતમાં તેની બે જાતિઓ જોવા મળે છે. ગુજરાતમાં પાવાગઢ, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં મળી આવતી તેની જાતિને કોદારો કે ખવાસ કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Firmiana colorata (Roxb.) R. Br. syn.…
વધુ વાંચો >ફેગોનિયા (ધમાસો)
ફેગોનિયા (ધમાસો) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઝાયગોફાઇલેસી કુળની એક પ્રજાતિ. તે નાની, ટટ્ટાર કે ભૂપ્રસારી, વધતે-ઓછે અંશે કાષ્ઠમય અને શાકીય કે ઉપક્ષુપ પ્રજાતિ છે. તેનું વિતરણ ભૂમધ્યપ્રદેશથી શરૂ થઈ ભારત, દક્ષિણ આફ્રિકા, કૅલિફૉર્નિયા અને ચિલીમાં થયેલું છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Fagonia erecta…
વધુ વાંચો >ફૅરડૉક્સિન
ફૅરડૉક્સિન : ઇલેક્ટ્રૉનના વહન સાથે સંકળાયેલું હીમ (haem) વગરનું ‘Fe’ તત્વ ધરાવતું પ્રોટીન-વર્ણમૂલક (chromophore). પ્રકાશ સંશ્લેષણના પ્રકાશ તંત્ર-Iના ભાગ રૂપે આવેલું આ વર્ણમૂલક, લોહ-સલ્ફર-પ્રોટીન(A-Fes)માંથી ઇલેક્ટ્રૉનને સ્વીકારી તેનું સ્થાનાંતર NADP સાથે કરે છે. સામાન્ય માન્યતા મુજબ, જો પ્રકાશસંશ્લેષણ-પ્રક્રિયા દરમિયાન NADPનું પ્રમાણ ઘટે તો, તેવા સંજોગોમાં ‘Fd’ એ સ્વીકારેલ ઇલેક્ટ્રૉનને સાયટોક્રોમ (બી)…
વધુ વાંચો >ફૉસ્ફૉરીકરણ
ફૉસ્ફૉરીકરણ (phosphorylation) : ફૉસ્ફેટ સમૂહ ‘p’ ()ને એસ્ટર બંધન વડે કોઈ પણ સંયુક્ત પદાર્થ સાથે જોડવાની પ્રક્રિયા. મોટાભાગની પ્રક્રિયાઓ ATP (A – P~P~P)ના વિઘટન સાથે સંકળાયેલી હોય છે; દા.ત., ADP ફૉસ્ફૉરીકરણની પ્રક્રિયામાં કાર્યશક્તિનો ઉમેરો થતો હોવાથી, તેની સાથે સંકળાયેલા ઉત્સેચકોને ‘કાઇનેઝ’ તરીકે ઓળખવામાં આવે છે. ચયાપચયના એક પ્રકારમાં ઉત્સેચકોનું અન્યોન્ય…
વધુ વાંચો >ફલેકોર્શિયેસી
ફલેકોર્શિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે લગભગ 64 પ્રજાતિઓ અને 850 જેટલી જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ સાર્વોષ્ણકટિબંધીય (pantropical) અને ઉપોષ્ણકટિબંધીય (subtropical) પ્રદેશોમાં થયેલું છે. ગુજરાતમાં 2 પ્રજાતિઓ અને 5 જાતિઓ થાય છે. તે પૈકી Casearia elliptica willd. તોંદ્રુમા, C. esculenta Roxb. (તંદોલ), C. groveoloens Dalz. (કીરંબીરા)…
વધુ વાંચો >બર્સેરેસી
બર્સેરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા જિરાનિયેલ્સ ગોત્રનું એક કુળ. આ કુળમાં 20 પ્રજાતિ અને 500થી 600 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉષ્ણકટિબંધીય અમેરિકા અને ઉત્તર-પૂર્વ આફ્રિકામાં તેનો સૌથી વધારે ફેલાવો થયો છે. સૌથી મોટી પ્રજાતિઓમાં Bursera (60 જાતિઓ, ઉષ્ણકટિબંધીય અમેરિકા), Commiphora (90 જાતિઓ, ઉત્તર આફ્રિકા), Canarium (90 જાતિઓ,…
વધુ વાંચો >બાલ્સમિનેસી
બાલ્સમિનેસી : દ્વિદળી વર્ગની વનસ્પતિઓનું એક કુળ. તેને જિરાનિયેસી કુળથી અલગ કરવામાં આવ્યું છે. આ કુળ બે પ્રજાતિઓ (Impatiens, Hydrocera) અને લગભગ 450 જાતિઓ ધરાવે છે. તે પૈકી Impatiensની 420 જેટલી જાતિઓ છે. આ કુળનું વ્યાપકપણે વિતરણ થયું હોવા છતાં એશિયા અને આફ્રિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તે સૌથી વિપુલ પ્રમાણમાં મળી…
વધુ વાંચો >બિગ્નોનિયેસી
બિગ્નોનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે લગભગ 120 પ્રજાતિ અને 750 જાતિઓનું બનેલું છે અને મુખ્યત્વે ઉષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે. તેની બહુ ઓછી જાતિઓ બંને ગોળાર્ધોના સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. ઉત્તરીય દક્ષિણ અમેરિકામાં તેની પ્રજાતિઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક પ્રજાતિઓ ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને માડાગાસ્કરમાં…
વધુ વાંચો >બુડ્લેજેસી
બુડ્લેજેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તેને લોગેનિયસી કુળમાંથી અલગ પાડવામાં આવ્યું છે. આ કુળની Buddleia પ્રજાતિ 150 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ-કટિબંધીય એશિયા, અમેરિકા અને આફ્રિકામાં થયેલું છે. તેની સાથે બીજી 18 પ્રજાતિ અને 40 જાતિઓનો આ કુળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં B.…
વધુ વાંચો >